ETV Bharat / state

જામનગરના રણજીતસાગર રોડ પર તોતિંગ LED હોર્ડિંગ ગેટ ધરાશાયી, 1 સેકન્ડ માટે બચી ગયો બાઈક સવાર

શહેરના વ્યસ્ત ગણાતા રણજીતસાગર રોડ પર અચાનક જાહેરાતનો એક તોતિંગ એલ્યુમિનિયમનો LED હોર્ડિંગ ગેટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો.

જામનગરના રણજીતસાગર રોડ પર તોતિંગ LED હોર્ડિંગ ગેટ ધરાશાયી
જામનગરના રણજીતસાગર રોડ પર તોતિંગ LED હોર્ડિંગ ગેટ ધરાશાયી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2026 at 11:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

​જામનગર: જામનગરમાં આજે બપોરના સમયે એક હૃદયધ્રુજાવતી ઘટના સામે આવી છે, જેમાં એક મોટી હોનારત સહેજમાં ટળી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા રણજીતસાગર રોડ પર અચાનક જાહેરાતનો એક તોતિંગ એલ્યુમિનિયમનો LED હોર્ડિંગ ગેટ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોને ચોંકાવી રહ્યા છે.

​બાઈક સવારનો ચમત્કારિક બચાવ
​સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડ પરથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો છે અને તેના પસાર થવાની બરાબર ગણતરીની સેકન્ડોમાં જ આ વિશાળ ટાવર નીચે પડે છે. એ... એ... આ બાઈક સવાર કેટલા નસીબદાર છે કે કાળ તેના માથા પરથી પસાર થઈ ગયો છતાં તે આબાદ બચી ગયો! જો આ હોર્ડિંગ એક સેકન્ડ વહેલું પડ્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સદનસીબે, બપોરનો સમય હોવાથી રોડ પર સામાન્ય કરતાં ટ્રાફિક ઓછો હતો, જેને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નહીં.

જામનગરના રણજીતસાગર રોડ પર તોતિંગ LED હોર્ડિંગ ગેટ ધરાશાયી (ETV Bharat Gujarat)

​ભારે પવનના કારણે બની ઘટના
​મળતી માહિતી મુજબ, શહેરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે આ તોતિંગ એલ્યુમિનિયમ હોર્ડિંગ ગેટ અચાનક નમી પડ્યો હતો અને જોતજોતામાં રોડ પર ખાબક્યો હતો. ટાવર ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતને કારણે રોડની બંને બાજુનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અવરોધિત થઈ ગયો હતો અને રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

​ત્વરિત કામગીરી: ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી, હોર્ડિંગના કાટમાળને રસ્તા પરથી હટાવીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો હતો.

​સ્થાનિક લોકોના મતે, આવા જોખમી અને તોતિંગ હોર્ડિંગ્સ સામે તંત્ર દ્વારા વહેલી તકે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર દુર્ઘટના ન બને.

આ પણ વાંચો:

  1. પાવરગ્રીડ કંપનીના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના 500થી વધુ ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ
  2. અરવલ્લીમાં 1.85 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, ચેરિટેબલ ટ્રસ્ટના ખાતાનો દુરુપયોગ કરી કરોડોની ઠગાઈમાં એક આરોપી ઝડપાયો