ETV Bharat / state

સુરેન્દ્રનગરના સોની વેપારી સાથે 1 કરોડની છેતરપિંડી, પોલીસે ગુન્હો નોંધી શરુ કરી તપાસ

961 ગ્રામ સોનુ લઇ વડોદરાનો યતીન આદેશરા નામના યુવક દ્વારા છેતરપીંડી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના સોની વેપારી સાથે 1 કરોડની છેતરપિંડી, પોલીસે ગુન્હો નોંધી શરુ કરી તપાસ
સુરેન્દ્રનગરના સોની વેપારી સાથે 1 કરોડની છેતરપિંડી, પોલીસે ગુન્હો નોંધી શરુ કરી તપાસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 7, 2026 at 4:10 PM IST

1 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે હવે વેપારીઓ સાથે પણ છેતરપિંડીની ઘટનાઓને કેટલાક તત્વો દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગરના રૂપાળીબાના મંદિર પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં વસવાટ કરતા ધવલભાઇ મંડલી નામના સુરેન્દ્રનગરના સોની વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે. જેમાં 961 ગ્રામ સોનુ લઇ વડોદરાનો યતીન આદેશરા નામના યુવક દ્વારા છેતરપીંડી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના સોની વેપારી સાથે 1 કરોડની છેતરપિંડી, પોલીસે ગુન્હો નોંધી શરુ કરી તપાસ (ETV Bharat Gujarat)

વડોદરાના પાદરા ગામે રહેતો યતીન હર્ષદભાઈ આદેશના દ્વારા સુરેન્દ્રનગરના સોની વેપારી ધવલ મંડળી પાસેથી સોનુ મંગાવવામાં આવ્યું ત્યારે ધવલ મંડળી અને તેના કૌટુંબિક ભાઈઓ દ્વારા સોનાની ચુનીનો માલ કુલ 961 ગ્રામ વડોદરાના યુવક યતીન સોનીને મોકલવામાં આવ્યો હતો. એક કરોડથી વધુનો સોનાનો મુદ્દામાલ મોકલવામાં આવ્યા બાદ માલ પેટેના રૂપિયા વારંવાર સુરેન્દ્રનગરના સોની વેપારી દ્વારા આરોપી યતિન પાસે માંગવામાં આવતા હતા. છતાં પણ રૂપિયાની ચુકવણી કરવામાં ન આવતા અંતે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલના તબક્કામાં સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા યતીન આદેશરા નામનો યુવક ગુજરાત રાજ્યમાં અન્ય જગ્યાઓમાં પણ સોનાના વેપારીઓ સાથે છેતરપીડી કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હાલના તબક્કામાં અમદાવાદ ખાતે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો હોવાનો પણ સીટી પોલીસ સ્ટેશનની તપાસમાં બહાર આવ્યું છે.

આ મુદ્દે સુરેન્દ્રનગરના સોની વેપારી સાથે બનેલી છેતરપિંડીની ઘટના બાદ સીટી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો લગાવી અને યતીન આદેશરા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: