ETV Bharat / state

જુનાગઢમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું, 3 મહિલા સહિત કુલ 9 જુગારીઓ ઝડપાયા, 1 લાખ કરતા વધુની રોકડ મળી

પોલીસે તપાસ કરતા અહીંથી ત્રણ મહિલા અને 6 પુરુષ મળીને કુલ 9 જુગારીઓ ઝડપાયા હતાં, તેમની પાસેથી પોલીસે કુલ 4,18,300ના મુદ્દા માલ જપ્ત કર્યો

જુગારીઓ ઝડપાયા
જુગારીઓ ઝડપાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2026 at 7:55 AM IST

1 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: જુનાગઢ રેન્જ આઈ.જી પોલીસે જુનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલી રહેણાંક સોસાયટીમાં પૂર્વ બાતમીને આધારે રેડ કરતા અહીંથી મહિલા દ્વારા સંચાલિત જુગારધામ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે તપાસ કરતા અહીંથી ત્રણ મહિલા અને 6 પુરુષ મળીને કુલ 9 જુગારીઓ કુલ 4,18,300ના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

મહિલા સંચાલિત જુગાર ધામ પકડાયું

જુનાગઢ રેન્જ આઈ.જી પોલીસે મંગળવારે જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા ચોબારી રોડ પર રહેણાંક મકાનમાં મહિલા દ્વારા બહારથી જુગારીઓને બોલાવીને પોતાના આર્થિક ફાયદા માટે જુગારનો અખાડો ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે રેન્જ આઈ.જી પોલીસની ટીમે ચોબારી રોડ પર આવેલા રહેણાંક સોસાયટીમાં રેડ કરતા અહીંથી ત્રણ મહિલા અને છ પુરુષો 1 લાખ કરતા વધારે ની રોકડ, નવ મોબાઈલ અને પાંચ વાહનો સાથે કુલ 4 લાખ 18 હજાર 300 રુપિયાના મુદ્દા માલ સાથે પકડી પાડયા હતાં. જુગારધામ પકડાયા બાદ પોલીસે તમામ નવ જુગારીઓને બી ડિવિઝન પોલીસ મથકને સોંપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

થોડા સમય પૂર્વે રાજ્યની વડી અદાલતે જુગારીઓને પકડવાના કિસ્સામાં કેટલાક દિશા નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં ચુકાદા રૂપે જોઈએ તો 'કોઈ પણ વ્યક્તિઓ પોતાના આર્થિક ફાયદા માટે એક સ્થળે ભેગા થઈને જુગાર રમવાની અને રમાડવાની પ્રવૃત્તિ ન કરતા હોય તો આવા વ્યક્તિઓને પકડી પાડવા તે યોગ્ય નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની મિલકતમાં બહારથી લોકોને બોલાવીને એકમાત્ર પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતા હોય આવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરી શકે', તેવો ચુકાદો આપ્યો હતો.

ત્યારે આ કિસ્સામાં રેન્જ આઇ.જી પોલીસની ટીમે ચોબારી રોડ પર રહેતી એક મહિલા પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલા અને પુરુષોને બોલાવીને જુગાર રમાડતી હોવાની વિગતો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો

  1. ગાંધીનગર: ડભોડા પોલીસની મોટી જુગાર રે, રૂ.1.04 કરોડનો મુદ્દામાલ સાથે 11 જુગારીઓ ઝડપાયા
  2. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો - ઘરમાં પત્તાં રમવા એ ગુનો નથી જો તેમાં નફાનું તત્વ શામેલ ન હોય