અમદાવાદમાં ફરી મેગા ડિમોલિશન, વટવામાં 400થી વધુ ગેરકાયદેસર દબાણ હટાવાયું
અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર બાદ હવે વટવામાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

Published : January 20, 2026 at 12:18 PM IST
અમદાવાદ: અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર બાદ હવે વટવામાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવમાં 400 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. વટવામાં દબાણ હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ વહેલી સવારથી તળાવ પર પહોંચી હતી અને દબાણ કામગીરી હાથ ધરી હતી.
વટવાના વાનરવટ તળાવમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
અમદાવાદમાં વટવાના વાનરવટ તળાવમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ચાર ફેઝમાં કરવામાં આવશે. 6 ઝોનના પોલીસ સ્ટેશનના 500 જેટલા પોલીસ સ્ટાફ એલોટ કરવામાં આવ્યા છે અને તેની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના 300 કર્મચારીઓ અને અધિકારીઓ આ પ્રક્રિયા દરમિયાન હાજર છે. 12 હિટાશી મશીન અને પાંચ JCB મશીનથી આ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. 2010 પહેલાના લોકોને આવાસ યોજના અંતર્ગત મકાન આપવામાં આવશે. અહીં ધાર્મિક સ્થળો સિવાય બીજા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યું છે.
એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વટવાના વાનરવટ તળાવમાં 12 હિટાચી મશીન, 5 JCB અને મજૂરો તેમજ પોલીસની મદદથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન કોઇપણ અડચણ ન આવે તે માટે પોલીસ ખડેપગે છે. આ કાર્યવાહીને લઇને વટવા વિસ્તારના લોકોને પહેલાથી જાણ કરવામાં આવી હતી જેને કારણે તેમણે સ્વેચ્છાએ જ દબાણ હટાવી લીધુ હતું.
#WATCH | Ahmedabad, Gujarat: The AMC (Ahmedabad Municipal Corporation) demolishes illegal constructions in Vatva Extension.
— ANI (@ANI) January 20, 2026
Assistant Municipal Commissioner, Batyindra Nayak says, "... The lake's area is around 28,000 sq m... There are 2 24 km-long roads and 2 18 km-long roads… pic.twitter.com/XrUkzrhTwz
અમદાવાદ શહેરના વાનરવટ તળાવ, વટવા ગામ, વટવા વોર્ડ, દક્ષિણ ઝોન વિસ્થાપિત પરિવારોને નજીકના આશ્રયગૃહ ખાતે શિફ્ટ કરવામાં આવશે. લોકોની માગણી પ્રમાણે લોકોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:

