ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ, 21 દેશના 45 પતંગબાજોએ લીધો ભાગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશમાંથી આવેલા પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્ત્સવની ઉજવણી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્ત્સવની ઉજવણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 11, 2026 at 8:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–2026”નુંઆયોજન કરવામાં આવ્યું હતું. ડેમ વ્યૂ પોઇન્ટ–1 ખાતે આયોજિત આ મહોત્સવમાં જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદઘાટન થયું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા તથા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ-વિદેશના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશમાંથી આવેલા પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–2026માં કુલ 21 દેશોના 45 વિદેશી પતંગબાજો તેમજ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા 34 પતંગબાજો મળી કુલ 79 પતંગબાજોએ ભાગ લીધો હતો. રંગબેરંગી અને વિશાળ આકારના પતંગોએ આકાશને શોભાયમાન બનાવ્યું હતું અને પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ (ETV Bharat Gujarat)

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળે આયોજિત આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસન ક્ષમતાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ જમાવ્યું આકર્ષણ (ETV Bharat Gujarat)

"આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે જેમાં દેશ-વિદેશના પંતગબાજો ભાગ લેતા હોય છે. જેને દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને હવે તે માત્ર એક તહેવાર નથી પણ એક મહોત્સવ બની ગયો છે. સરકારના સહયોગથી આ મહોત્સવ ગુજરાતના વિવિધ શહેરો અને ઐતિહાસિક સ્થળોએ 8મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી યોજાનાર છે જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સહભાગીતા જોવા મળે છે. ગુજરાતના સુરત, ખંભાત અને નડિયાદનો માંજો અને દોરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જે રાજ્ય માટે ગૌરવની વાત છે." ઇશ્વરસિંહ પટેલ, મંત્રી

આ પણ વાંચો: