ETV Bharat / state

જૂનાગઢમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત: ઘરમાં ગટરના પાણી ઘુસી જતા નુકસાન, મહિલાઓનો તંત્ર સામે હલ્લાબોલ

જૂનાગઢમાં વરસાદ રાહતની સાથે આફત લઇને આવ્યો છે. જૂનાગઢ શહેરમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

જૂનાગઢમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત
જૂનાગઢમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 3, 2026 at 3:07 PM IST

1 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જૂનાગઢમાં વરસાદ રાહતની સાથે આફત લઇને આવ્યો છે. જૂનાગઢ શહેરમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને ગટરો ઉભરાઇ જતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું હતું જેને કારણે ઘરવખરી પલળી ગઇ હતી. જૂનાગઢમાં મોટી સંખ્યામાં મહિલાઓ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી હતી અને વિરોધ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. વરસાદી પાણી ઘરમાં ઘુસી જવાથી ઘરવખરી પલળી જતા નુકસાન અંગે તંત્રને આડેહાથ લીધું હતું.

પાણી ઘરમાં ઘુસી જતા નુકસાન

જૂનાગઢના નંદનવન, ઓઘડનગર, દોલતપરા સહિત શહેરના અનેક નાના-મોટા વિસ્તારોમાં વરસાદી પાણી લોકો માટે મુશ્કેલી લઇને આવ્યું છે. વરસાદના પાણીથી અસરગ્રસ્ત બનેલા લોકોએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત કરીને તરત જ તેમણે પડેલી મુશ્કેલીનું નિરાકરણ આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

જૂનાગઢમાં 4 ઇંચ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત (ETV Bharat Gujarat)

જૂનાગઢમાં પડેલા માત્ર ચાર ઇંચ વરસાદથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારી સામે આવી છે. ચોમાસાના સમયમાં કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ ગટર તો કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી અને અન્ય વિસ્તારમાં LPG ગેસની લાઇનના કામ ચાલી રહ્યા છે જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદનું પાણી ગટર મારફતે માર્ગ પર નીકળતા લોકોને મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.

જૂનાગઢમાં મોટી સંખ્યામાં મહિલાઓ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી હતી
જૂનાગઢમાં મોટી સંખ્યામાં મહિલાઓ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી હતી (ETV Bharat Gujarat)

સ્થાનિક મહિલાઓએ કરી ઉગ્ર રજૂઆત

શહેરના ઓઘડનગર, નંદનવન સહિત દોલતપરા અને અન્ય વિસ્તારોમાંથી સ્થાનિક લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમાં કોંગ્રેસ પણ જોડાઇ હતી. કોંગ્રેસના કોર્પોરેટર અને શહેરીજનો સાથે જોડાઇને લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે મ્યુનિસિપલ તંત્રને ઢંઢેળવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોર્પોરેશનમાં રજૂઆત કરવા આવેલા વૈશાલીબેને જણાવ્યું હતું કે, ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયું હતું અને અનાજ ફ્રીજ ઘરઘંટી, વોશિંગ મશીન જેવી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓને ખૂબ નુકસાન થયું છે.

આ પણ વાંચો: