ETV Bharat / state

અમદાવાદ ફાયર વિભાગમાં 796 સામે 316 જગ્યા ખાલી, શહેરીજનોની સુરક્ષાને લઇને સવાલ!

અમદાવાદ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં 316 જેટલી જગ્યા ખાલી, દરરોજ આગના 210 જેટલા બનાવ બને છે.

અમદાવાદ ફાયર વિભાગમાં 796 સામે 316 જગ્યા ખાલી
અમદાવાદ ફાયર વિભાગમાં 796 સામે 316 જગ્યા ખાલી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 25, 2026 at 11:13 AM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની બોર્ડ બેઠક મળી હતી જેમાં અમદાવાદમાં શહેરીજનોની સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે. અમદાવાદમાં ફાયર વિભાગ પોતે જ ઇમરજન્સીમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફાયર વિભાગમાં 796 જગ્યા સામે 316 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.

ફાયર વિભાગમાં 316 જગ્યા ખાલી

અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, "અમદાવાદ મહાનગરપાલિકા શહેરની જનતાને પ્રાથમિક સુવિધા તો આપતું નથી પણ 18 હજાર કરોડના વાર્ષિક બજેટ હોવા છતા અમદાવાદની જનતાએ સેફ્ટીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદમાં દરરોજ 210 આગના બનાવ બને છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં 440 કરોડ રૂપિયાનું પ્રોપર્ટીનું નુકસાન થયું છે. સૌથી મોટી બેદરકારી AMCની એટલા માટે છે કારણ કે 796 જગ્યામાંથી ફાયર વિભાગમાં 316 જગ્યા ખાલી છે."

અમદાવાદ ફાયર વિભાગમાં 796 સામે 316 જગ્યા ખાલી (ETV Bharat Gujarat)

AMCમાં વિપક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, "એક તરફ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવાનો દાવો કરવામાં આવે છે. સ્નો કેલ મશીન માટે દોઢ વર્ષ પહેલા ટેન્ડર કાઢવામાં આવ્યું હતું પરંતુ આ વાત હજુ સુધી કાગળ પર જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદની જનતાને સેફ્ટી આપવામાં ફેલ છે."

અમદાવાદમાં ફાયરની કેટલી જગ્યા ખાલી

  • સ્ટેશન ફાયર ઓફિસર- 18માંથી 12 જગ્યા ખાલી
  • સબ ફાયર ઓફિસર- 21માંથી 23 જગ્યા ખાલી
  • ડ્રાઇવર કમ ઓપરેટર- 159માંથી 91 જગ્યા ખાલી
  • ટેલીફોન વાયરલેસ ઓપરેટર- 22માંથી 22 જગ્યા ખાલી

બીજી તરફ AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, "અમદાવાદ શહેરમાં 24 જેટલા ફાયર સ્ટેશન અસ્તિત્ત્વમાં છે. આવનારા સમયમાં મહાનગરમાં દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોય તેવું પ્લાનિંગ થઇ રહ્યું છે. હાઇરાઇઝ બિલ્ડિંગોમાં સેફ્ટી માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડી વર્ક ઓર્ડર આપેલો છે. આવનારા સમયમાં તે સાધન આવી જશે અને મહાનગરપાલિકાને ફાયદો થશે અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં ઉપયોગી નીવડશે. ધુમાડાને કારણે નગરજનોને તકલીફ ના પડે તે માટે મહાનગરપાલિકાએ ઓક્સિજન માર્ક્સ પણ વસાવ્યા છે. થોડા સમય પહેલા શિવાલિંક બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે ફાયરના જવાનોએ ઓક્સિજન માર્ક્સની મદદથી લોકોના જીવ બચાવ્યા હતા. "

આ પણ વાંચો: