અમેરિકામાં ત્રણ ગુજરાતીના મોત, મોટેલમાં લાગેલી આગમાં ગૂંગળામણથી નડિયાદના 3 સભ્યોએ જીવ ગુમાવ્યો
અમેરિકામાં મોટેલમાં લાગેલી આગથી બચવા બાથરૂમમાં છુપાયેલા નડિયાદના સુથાર પરિવારના 3 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.

Published : July 2, 2026 at 5:28 PM IST
નડિયાદ: અમેરિકાના વુસ્ટરમાં આવેલી એક મોટેલમાં અચાનક ફાટી નીકળેલી ભયાનક આગમાં ગૂંગળામણના કારણે નડિયાદના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ આઘાતજનક ઘટનાને પગલે નડિયાદ અને અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે.
અમેરિકામાં ગૂંગળામણથી ત્રણ ગુજરાતીના મોત
ખેડા જીલ્લાના નડિયાદના મૂળ વતની એવા એક જ પરીવારના ત્રણ વ્યક્તિના અમેરિકાના વુસ્ટરમાં આવેલી ઈકોનો લોજમાં આગ લાગવાના કારણે મોત નિપજ્યા છે. આ ઘટનામાં પતિ,પત્ની અને તેમની 20 વર્ષીય દિકરીનું કરૂણ મોત થયા છે.
મળતી માહિતી અનુસાર, મૂળ નડિયાદના હિતેશભાઇ સુથાર અને તેમના પત્ની હિનાબેન તથા તેમના દીકરી ઇશાની છેલ્લા બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ઇકોનો લોજમાં કોઇ કારણસર અચાનક આગ લાગી હતી. આગ લાગતા આ પરિવાર જીવ બચાવવા માટે બાથરૂમમાં બંધ થઇ ગયો હતો પરંતુ આગ પર કાબુ મેળવવામાં સમય લાગતા ધુમાડાના કારણે પરિવારના ત્રણેય લોકોના ગૂંગળાઇ જવાથી મોત થયા હતા.

બે વર્ષથી અમેરિકા સ્થાયી થયો હતો પરિવાર
હિતેશ ભાઈનો પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલો છે. બે વર્ષ અગાઉ તેમની ફાઈલ ખુલતા તેઓ પણ પત્ની અને દીકરી સાથે અમેરિકા ખાતે સ્થાયી થયા હતા. ગમખ્વાર ઘટનાને પગલે અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારમાં ભારે ગમગીની ફેલાવા પામી છે.
ન્યૂઝ એજન્સી AP અનુસાર, વુસ્ટર ટાઉનશીપ ફાયર ચીફ ડલ્લાસ ટેરેલે જણાવ્યું હતું કે, બુધવાર સવારે લગભગ 1:30 વાગ્યે ફાયરબ્રિગેડ પહોંચી ત્યારે મોટેલની છતમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી.

એક મોટેલ કર્મચારીએ જણાવ્યું કેસ ફસાયેલા એક વ્યક્તિએ ફ્રન્ટ ડેસ્ક પર ફોન કરીને જણાવ્યું કે, તેઓ બહાર નીકળી શકશએ નહીં. મૃત્યુ પામેલા લોકોમાંથી બે લોકો મોટેલમાં કામ કરતા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ફસાયેલા લોકો સુધી પહોંચવાના અનેક પ્રયાસો કર્યા હતા.
આ પણ વાંચો:

