અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના, 3 મજૂરો સેન્ટિંગ પાટ પરથી નીચે પટકાયા; બે લોકોનાં મોત
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટથી નીચે પટકાતા બે મજૂરોના મોત

Published : January 1, 2026 at 10:31 PM IST
અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા 3 મજૂરો સેન્ટિંગ પાટ પરથી નીચે પટકાયા હતા જેમાંથી બે લોકોનાં મોત થયા છે. કલ્યાણ જ્વેલર્સ પાછળ આવેલ કન્સ્ટ્રક્શન સાઇટ પર આ દુર્ઘટના બની હતી. એક મજૂર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછલ વર્ધમાન ડેવલપર્સની નંદીની બિલ્ડિંગ હેપ્પીનેસ નામની બિલ્ડિંગની કન્ટ્રક્શન સાઇટ પર કામ ચાલતું હતું. આ દરમિયાન કેટલાક મજૂરો પાંચમા માટે સેન્ટીંગ પાર્ટનું કામ કરતા હતા. કન્ટ્રક્શન સાઇટ ઉપર પ્લાસ્ટરનું કામ ચાલતું હતું ત્યારે ઉપર પાલક બાંધવામાં આવતો હતો અને ત્રણેય મજૂર ઉપર ઉભા રહીને કામ કરતા હતા ત્યારે પાલક તૂટી પડતા તેઓ નીચે પડ્યા હતા. આ દરમિયાન 3 મજૂર એકાએક નીચે પટકાયા હતા જેમાંથી બે મજૂરોના મોત થયા હતા જ્યારે એક મજૂર ઘાયલ થતા તેને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામાં દેવીલાલ અને શાંતિલાલ નામના બે મજૂરના મોત થયા હતા. આ બન્ને મૃતક રાજસ્થાનના ડુંગરપુર અને ઉદયપુરના રહેવાસી હતા. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતા તેમના માથે આભ તૂટી પડ્યું હતું અને તેઓ અમદાવાદ આવવા માટે રવાના થયા હતા.
આ પણ વાંચો:

