ETV Bharat / state

અમદાવાદ શહેરમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, જાણો કેટલા લોકોને થશે ભરતી

ઇસનપુર, સરખેજ, લાંબા, થલતેજ, વાસણા જેવા વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
અમદાવાદ શહેરમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 9, 2026 at 10:03 AM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પાંચ વર્ષ દરમિયાન 15 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, જેના માટે સ્ટાફની ભરતી કરવામાં આવશે. ઇસનપુર, સરખેજ, લાંબા, થલતેજ, વાસણા જેવા વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આવનારા સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર 10 કિલોમીટર એ એક ફાયર સ્ટેશન હોય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ટૂંક સમયમાં ત્રણ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને સરદારનગર, હાથીજણ, રાણીપમાં નવા ફાયર સ્ટેશન બની ગયા છે, જેમાં સ્ટાફ વાયર ઓફિસર, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન એમ અંદાજિત 200 જેટલા સ્ટાફની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, જાણો કેટલા લોકોને થશે ભરતી (ETV Bharat Gujarat)

તેમણે વધુ જણાવ્યું હતું કે, જ્યારે શહેરમાં હાયરાઇઝ બિલ્ડીંગ બનતી હોય ત્યારે કોઈ પણ જાતની દુર્ઘટના બને તો તરત જ આ ફાયર સ્ટેશનના જવાનો દુર્ઘટના સ્થળે પહોંચી શકશે.

તેમણે જણાવ્યું હતું કે બોપલ, ગોતા, ત્રાગડ સહિતના અલગ અલગ નવા ફાયર સ્ટેશન માટે સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, જમાદાર, ડ્રાઇવર કમ ઓપરેટર સહિતની ભરતી કરવામાં આવશે જેમ નવા ફાયર સ્ટેશન આવશે તે એમ નવી ભરતી કરવામાં આવશે.

ખાસ કરીને આગામી વર્ષે 2026-2027 ની અંદર અમદાવાદ શહેરના રામોલ, કઠવાડા, વસ્ત્રાલ, વાસણા, ચાંદખેડા, ન્યુ વાડજ, લાંબા, થલતેજ ,સરખેજ, ઓગળજ, ઇસનપુર, નારણપુરા જોધપુર , મકતમપુરા માં 15 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરના વિસ્તારો 505 ચોરસ કિલોમીટરનું થયેલું છે ત્યારે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કોર્પોરેશનની હદ ઉપરાંત નજીકના ગામો તથા શહેરોને જરૂર પડે ત્યારે મદદ આપે છે. અમદાવાદના ખમાસા ખાતે દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડીને નવા બનાવવાની કામગીરી ચાલુ છે જે ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે.

આ પણ વાંચો: