દ્રવિડ અને સેહવાગના પુત્રોને ભારતીય ટીમમાં એન્ટ્રી, અમદાવાદ અને રાજકોટમાં રમતા જોવા મળશે
BCCI એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરી છે. ટીમમાં રાહુલ દ્રવિડના પુત્ર અને વીરેન્દ્ર સેહવાગના પુત્રનો સમાવેશ થાય છે.

Published : August 27, 2026 at 1:24 PM IST
INDIA U19 SQUAD AUS TOUR: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયાની U19 ટીમના ભારત પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની U19 ટીમ આ પ્રવાસ દરમિયાન ત્રણ વન-ડે મેચ અને બે મલ્ટી-ડે મેચ રમશે. બંને શ્રેણી માટે ભારતીય U19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં અન્વય દ્રવિડ (રાહુલ દ્રવિડનો પુત્ર) અને આર્યવીર સેહવાગ (વીરેન્દ્ર સેહવાગનો પુત્ર)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
18 સપ્ટેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણી માટે લક્ષ્ય રાયચંદાનીને ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જેમાં યશવર્ધન ચૌહાણને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. દરમિયાન, 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી મલ્ટી-ડે મેચો માટે, યશવર્ધનને ભારતીય U19 ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે લક્ષ્ય ઉપ-કેપ્ટન તરીકે સેવા આપશે.
🚨 News 🚨
— BCCI (@BCCI) August 27, 2026
India U19 squad for Australia U19 Men’s Tour of India announced.
The tour consists of three One-Day matches and two Multi-Day fixtures.
Venues 🏟️: Rajkot and Ahmedabad
More Details ▶️ https://t.co/o2pF8bj3RJ
#INDU19vAUSU19 pic.twitter.com/Ud0tvcqaBe
આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડને ટીમમાં સ્થાન મળ્યું
ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્રોનો ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ODI શ્રેણી માટે જાહેર કરાયેલી ભારતીય અંડર-19 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ સેહવાગના પુત્ર, આર્યવીર સેહવાગ અને દ્રવિડના પુત્ર, અન્વય દ્રવિડનું નામ ટીમમાં રાખ્યું છે; અન્વયને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે આર્યવીરને બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જોકે, આર્યવીર કે અન્વય બંનેમાંથી કોઈ એક બહુ-દિવસીય મેચો માટે પસંદ કરાયેલ ભારતીય અંડર-19 ટીમનો ભાગ નથી.
🇮🇳 U19 squad for the Australia U19 Men’s Tour of India is here!
— Star Sports (@StarSportsIndia) August 27, 2026
The tour consists of three One-Day matches and two Multi-Day fixtures! 🔥#INDU19vAUSU19 #INDvAUS #TeamIndia pic.twitter.com/TDxycYeypZ
ODI મેચો માટે ભારતની U19 ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), યશબર્ધન ચૌહાણ (વાઈસ-કેપ્ટન), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી.યશવીર, રોહિત યાદવ, શવિન વિનોદ, મોહિત ઉલવા, ચિગુરુપતિ વેંકટ, કાવ્ય પટેલ.
બહુ-દિવસીય મેચો માટે ભારતની અંડર 19 ટીમઃ યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાણી (વાઈસ-કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનલ ચૌહાણ, કુશ પટેલ, માનવ ક્રિષ્ના (વિકેટકીપર), અભિપ્રાય બિસ્વાસ (વિકેટકીપર), રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલવા, આર્યન યાદવ.
શ્રેણીનો સંપૂર્ણ કાર્યક્રમ:
- 18 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર): પહેલી વનડે, રાજકોટ, સવારે 9 વાગ્યે
- 21 સપ્ટેમ્બર 2026(સોમવાર): બીજી વનડે, રાજકોટ, સવારે 9 વાગ્યે
- 23 સપ્ટેમ્બર 2026 (બુધવાર): ત્રીજી વનડે, રાજકોટ, સવારે 9 વાગ્યે
- 27 થી 30 સપ્ટેમ્બર 2026 - પહેલી મલ્ટી-ડે, રાજકોટ, સવારે 9:30 વાગ્યે
- 5 થી 8 ઓક્ટોબર 2026 - બીજી મલ્ટી-ડે, અમદાવાદ બી ગ્રાઉન્ડ, સવારે 9:30 વાગ્યે
આ પણ વાંચોઃ

