અંડર-14 અંડર-19 માટે નવા T30 ફોર્મેટ અને T20 ફોર્મેટમાં લીગ મેચો : ઉભરતા ખેલાડીઓને તક આપવા દર વર્ષે આયોજન
અંડર-14 થી અંડર-19 સુધીના ખેલાડીઓને મેચ લિગોમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાના ખેલાડીઓને મોટા ખેલાડીઓ પાસેથી શીખવાની તક મળશે. જાણો

Published : December 15, 2025 at 9:00 PM IST
|Updated : December 16, 2025 at 1:06 PM IST
ભાવનગર: શહેરમાં જય શિવરાય ક્રિકેટ ક્લબ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી અંડર-12 થી લઈને અંન્ડર-19 સુધીના બાળકો માટે પ્રીમિયર લીગ મેચનું આયોજન કરવામાં આવે છે. સિઝનમાં રમાતી આ મેચોમાં આ વર્ષે નવા ફોર્મેટને પણ લાવવામાં આવ્યું છે. સાથે ડે નાઈટ મેચનો પણ આનંદ પ્રીમિયર લીગ દ્વારા વિદ્યાર્થીઓને અપાયો છે. બાળકોને આગળ આવવા માટે એક તક ઉભી કરાઈ છે. જો કે પહેલા IPL જેમ ઓક્શન પોઇન્ટ ઉપર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું કહે છે ખેલાડીઓ અને આયોજક.
ઓક્શન બાદ લીગ મેચનો પ્રારંભ
ભાવનગર જય શિવરાય ક્રિકેટ ક્લબ દ્વારા આ વર્ષે ઓકશન પદ્ધતિથી વિદ્યાર્થીઓની ખરીદી થઈ હતી. જો કે પોઇન્ટ આપીને વિદ્યાર્થીઓની ખરીદી કર્યા બાદ લીગ મેચનો પ્રારંભ થયો છે. ત્યારે તેના આયોજક જીતેન્દ્ર પાટીલે જણાયું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે એજ ગ્રુપમાં લીગ મેચ રાખવામાં આવી છે. ઓકશન કરાવ્યું છે જ્યારે બે ગ્રુપમાં એક અંડર-13નું બીજું અંડર-19નું ગ્રુપ છે JSCC લીગ આપણે અંડર-18 એજ માટે રમાડીએ છીએ. જ્યારે મીવા પ્રીમિયર લીગ અંડર-13 માટે રમાડીએ છીએ.


નવું ફોર્મેટ T30 અને ડે નાઇટ મેચોનું આયોજન
બંને પ્રીમિયર લીગના આયોજક જીતેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ગયા વર્ષે આપણે મોડ એસ્તર્ડ પર મેચ રમાડતા હતા પણ આ વર્ષે ટફ વિકેટ અને ડે નાઈટમાં મેચ રમાડીએ છીએ. જેથી વિદ્યાર્થીઓને શીખવા મળે. નવું ફોર્મેટ T30 એટલા માટે લાવ્યા છીએ કે ઘણા એવા બાળકો હોય છે જેને મેચની અંદર બોલિંગ કે બેટિંગની તક મળતી નથી. આથી અમારી કમિટી દ્વારા નક્કી કરાયું અને ટી-30 ફોર્મેટ અમે અમલમાં લાવ્યા છીએ જેથી કરીને બાળકોને તક મળે અને રમી શકે.




અંડર-19 પાસેથી નાના ખેલાડીઓને શીખવા મળે: જીએસસીસી ટુર્નામેન્ટ લીગમાં ત્રણ જેટલી ટીમોએ ભાગ લીધો છે ત્યારે એએલવીએસ ટીમના ખેલાડી આર્ય મણીયારે જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં અન્ડર-19 થી લઈને બધા એજ સુધીના ખેલાડીઓને ભાગ લેવા દેવામાં આવ્યો છે જે સારા લેવલના ખેલાડીઓ છે તેને પાટીલ સાહેબે ટુર્નામેન્ટમાં તક આપી છે. જો કે અંડર-19 થી અંડર-14ના ખેલાડીઓ હોવાને કારણે નાના ખેલાડીઓને એકબીજા પાસેથી શીખવા મળશે અને સારું પ્રદર્શન કરી શકશે.
આ પણ વાંચો:

