ETV Bharat / sports

TG20: હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સની સતત છઠ્ઠી જીત, કરીમનગર ડાયમંડ્સને સાત વિકેટે હરાવ્યું

હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સે શાનદાર રમતની મદદથી કરીમનગર ડાયમંડ્સને હરાવીને સતત છઠ્ઠી જીત મેળવી હતી.

TG20માં હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સનો અખિલ રાઠોડ વિકેટ લીધા બાદ ઉજવણી કરતો જોવા મળે છે.
TG20માં હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સનો અખિલ રાઠોડ વિકેટ લીધા બાદ ઉજવણી કરતો જોવા મળે છે. (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 5, 2026 at 11:56 AM IST

2 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: TG20 લીગમાં હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સે રોમાંચક મેચમાં કરીમનગર ડાયમંડ્સને સાત વિકેટે હરાવીને સતત છઠ્ઠી જીત મેળવી છે. કરીમનગર ડાયમંડ્સના 187 રનના જવાબમાં હૈદરાબાદ ઇ ચેમ્પિયન્સે સારી શરૂઆત કરી હતી. ટીમ માટે વૈષ્ણવ રેડ્ડીએ 42 બોલમાં અણનમ 65 રન અને પ્રણવ વર્માએ 21 બોલમાં 38 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. જ્યારે કેપ્ટન અભિરથ રેડ્ડીએ 16 બોલમાં 26 રનની ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ સાંઈ વિકાસ રેડ્ડીએ 36 રન અને ગડુગુ ગણેશે 21 રનનું યોગદાન આપ્યુ હતુ. વૈષ્ણવ રેડ્ડીએ સિક્સર ફટકારી હૈદરાબાદ ઇ ચેમ્પિયન્સને જીત અપાવી હતી.

કરીમનગર ડાયમંડ તરફથી રથલાવથ દિનેશ, હરીશ ઠાકુર અને નારાયણ તેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા કરીમનગરની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 186 રનનો સ્કોર ઉભો કર્યો હતો. ટીમ માટે ચંદન સાહનીએ 55 બોલમાં 90 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ નારાયણ તેજાએ 29 બોલમાં 45 રન બનાવ્યા હતા. હરીશ ઠાકુરે 20 રન અને રાહુલ રાધેશે 15 રનની ઇનિંગ્સ રમી હતી. હૈદરાબાદ ઇ ચેમ્પિયન્સ તરફથી અખિલ રાઠોડે 2 વિકેટ ઝડપી હતી. બીજી તરફ અજય દેવ ગૌડ અને દેવ મહેતાએ 1-1 વિકેટ ઝડપી હતી જ્યારે બે ખેલાડી રન આઉટ થયા હતા.

હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સ અને કરીમનગર ડાયમંડ્સની મેચ જોતા માર્ગદર્શી ચિટ ફંડ્સના મેનેજિંગ ડિરેક્ટર ચેરૂકુરૂ શૈલજા કિરણ.
હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સ અને કરીમનગર ડાયમંડ્સની મેચ જોતા માર્ગદર્શી ચિટ ફંડ્સના મેનેજિંગ ડિરેક્ટર ચેરૂકુરૂ શૈલજા કિરણ. (ETV Bharat)

આ પહેલા હૈદરાબાદ ઇ ચેમ્પિયન્સે કેપ્ટન અભિરથ રેડ્ડીની સદીની મદદથી 1 જુલાઇએ TG20 લીગમાં વારંગલ વોરિયર્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ તેમની સતત પાંચમી જીત હતી. આ જીત સાથે જ ટીમ પ્લે ઓફમાં પહોંચી ગઇ હતી. આ મેચમાં કેપ્ટન અભિરથ રેડ્ડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદ ઇ ચેમ્પિયન્સે આ મેચમાં 174 રનનો પડકાર માત્ર 15.3 ઓવરમાં મેળવી લીધો હતો જેમાં કેપ્ટન અભિરથ રેડ્ડીએ 43 બોલમાં 101 રનની ઇનિંગ્સ રમી હતી જેમાં સાત ફોર અને નવ સિક્સર ફટકારી હતી. કેપ્ટને શરુઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી અને હૈદરાબાદ ઇ ચેમ્પિયન્સને જીત અપાવીને જ પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટનને ગડુગુ ગણેશનો સારો સાથ મળ્યો હતો. ગણેશે પણ અડધી સદી (31 બોલમાં 50 રન) બનાવ્યા હતા, તેમણે પાંચ સિક્સર અને એક ફોર પણ ફટકારી હતી અને વારંગલ વોરિયર્સના બોલરોને ઘૂંટણા ટેકવા પર મજબૂર કર્યા હતા.

હૈદરાબાદ ઇ-ચેમ્પિયન્સ (પ્લેઇંગ XI): અભિરથ રેડ્ડી (કેપ્ટન), સાઇ વિકાસ રેડ્ડી, અન્વિથ રેડ્ડી, ગડુગુ ગણેશ, વૈષ્ણવ રેડ્ડી એ, પ્રણવ વર્મા, પી અરવિંદ (વિકેટ કીપર), અજય દેવ ગૌડ, દેવ મહેતા, અખિલ રાઠોડ, શનમુખ અશ્વિન.

કરીમનગર ડાયમંડ્સ (પ્લેઇંગ XI): સાત્વિક રેડ્ડી, તન્મય અગ્રવાલ (કેપ્ટન), એચકે સિન્હા, રાહુલ રાધેશ (વિકેટ કીપર), ચંદન સાહની, નારાયણ તેજા, હરીશ ઠાકુર, શુભમ શર્મા, રથલાવથ દિનેશ, આશીષ શ્રીવાસ્તવ, સતીશ કુમાર.

આ પણ વાંચો: