ETV Bharat / sports

ભાવનગર પહોંચી સ્ટેટ ચેમ્પિયન પેરા વોલીબોલ ટીમ, ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત: જુઓ EXCLUSIVE વિડીયો

ભાવનગર શહેરમાં પેરા વોલીબોલની ટીમ આવી પહોચી હતી, જેમાં ખેલાડીઓએ બસ સ્ટેન્ડમાં જ નાચીને પોતાના જીતની ઉજવણી કરી હતી.

ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : January 9, 2026 at 2:35 PM IST

|

Updated : January 9, 2026 at 3:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: ભાવનગરની પેરા વોલીબોલ ટીમ ભાઈઓ અને બહેનોની નડિયાદમાં ખેલ મહાકુંભમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને આવી છે. આ ટીમોમાં બહેનોની ટીમની સભ્ય દરેક ગૃહિણી છે. પોતાના બાળકોને સાથે રાખીને પણ બહેનોએ ફાઇનલ રમી હતી. ભાવનગરની બહેનો અને ભાઈઓ બંનેની ટીમ રાજ્ય કક્ષાએ ફાઈનલમાં પહોંચી હતી. બેઠા બેઠા રમાતી વોલીબોલ સ્પર્ધામાં કોને ગોલ્ડ અને કોણે સિલ્વર મેડલ મેળવ્યો ચાલો જાણીએ.

ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું

ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ ઉપર રાત્રિના 9 કલાક જેવો સમય થયો હતો. ખેલ મહાકુંભની ફાઈનલ રમીને ભાઈઓ અને બહેનોની પેરા વોલીબોલની ટીમ આવવાની હતી તેના સન્માન માટે ઢોલ વગાડવામાં આવ્યા હતા. ભાવનગર પેરા વોલીબોલ એસોસિએશન દ્વારા ઢોલ નગારા વગાડવા માટે બે લોકોને બોલાવવામાં આવ્યા અને રાત્રે 9 કલાકે ટીમ આવી ત્યારે દરેક પેરા વોલીબોલ ટીમના ખેલાડીઓનું સ્વાગત ઢોલ નગારા સાથે થયું હતું. જેમાં ખેલાડીઓએ બસ સ્ટેન્ડમાં જ નાચીને પોતાના જીતની ઉજવણી કરી હતી.

ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat Gujarat)
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat Gujarat)
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat Gujarat)

બહેનોની ટીમની જીત અને ભાઈઓની રનર્સ અપ

બહેનોની ટીમના ખેલાડી સંગીતાબેન સુતરીયાએ જણાવ્યું હતું કે પહેલા જિલ્લા કક્ષાએ અમે મેચ રમી હતી. તેમાં ચાર થી પાંચ ટીમ હતી તેમાં અમે ફાઇનલમાં આવ્યા તેમાં સ્ટેટ રમવા ગયા હતા. તેમાં 15 થી 16 જેટલી ટીમ મેચ રમવા આવી હતી જેમાં ફાઈનલ છેલ્લી સુરત અને ભાવનગર વચ્ચે હતી. તેમાં એવું થયું કે કોણ જીતશે શ્વાસ અધર ચડી જાય તેવી સ્થિતિ હતી અને અંતે અમે જીત્યા હતા. જ્યારે ભાઈઓની ટીમના ખેલાડી પારસભાઈ જોશીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ભાવનગરમાં છ થી સાત ટીમ હોય છે. તેમાં અમે જિલ્લા બાદ સ્ટેટ વોલીબોલમાં અમે નડિયાદ રમ્યા હતા તેમાં 17 થી 18 ટીમ હોય છે તેમાં અમે બધાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા હતા ત્યાં અમે સુરત સામે હારીને રનર્સ અપ થયા હતા.

ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat Gujarat)
મેડલ
મેડલ (Etv Bharat Gujarat)
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat Gujarat)

બેઠા બેઠા રમવાનું અને હાર્ડ નિયમો

ભાવનગર પેરા સ્પોર્ટ્સ એસોસિયનના મેમ્બર અને ગુજરાત પેરાસપોર્ટ કમિટીના મેમ્બર ઇલાબેન દવે જણાવ્યું હતું કે, અત્યારે ખેલ મહાકુંભ 2025 રમાયો હતો. જેમાં ભાવનગરનું સંપૂર્ણ સંચાલન ભાવનગર પેરા વોલીબોલ એસોસિએશન કમિટીને આપેલું હતું. તેમાં જે સ્ટેટ પેરા વોલીબોલ રમવાની હતી જે બેઠા બેઠા રમવાની હોય છે દરેક ભાઈઓને સાત ટીમ બહેનોની ચાર ટીમ હતી તેમાં જે ચેમ્પિયન થઇ તે રાજ્ય રમવા ગઈ ત્યાં 36 જિલ્લામાંથી 36 ટીમ આવે તેમાં ભાઈઓ બહેનોને ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ખૂબ સ્ટ્રગલ કર્યું કેમ કે ઉભા ઉભા મેચ રમવી અને બેઠા બેઠા નિયમો ખૂબ હાર્ડ હોય છે ત્યારે બહેનોએ ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે ભાઈઓએ એક જ પોઇન્ટ થી હારી રનર્સ અપ રહી છે.

ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ
ભાવનગર પહોંચી સ્ટેટ ચેપિયન પેરા વોલીબોલ ટીમ (Etv Bharat Gujarat)
ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત
ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત (Etv Bharat Gujarat)

ઘરના કામ કરતી છતાં બાળકો સાથે લઈ ગયા રમવા

ગુજરાત પેરા વોલીબોલ કમિટીના સભ્યો ઈલાબેન દવે જણાવ્યું હતું કે, આજના સમયમાં જે ખેલાડી રમે છે તે તાલુકા કક્ષાએથી આવતા હોય છે. આ ખેલાડીઓ રોજ પ્રેક્ટિસ કરે છે ઘણી મહિલાઓ ઘરના કામ કરતી હોય છે અને ફાઇનલમાં પણ પોતાના બાળકોને સાથે રાખીને રમીને જીત મેળવી છે. આમ બંને ટીમનું પ્રદર્શન ખૂબ સ્ટ્રગલ વાળું અને મહેનત વાળું રહ્યું હતું.

આ પણ વાંચો:

  1. કેન્દ્રિયમંત્રી નિમુબેન અને મેયરે બેટ ફેરવ્યું, 6 થી 9 તારીખ 8 મહાનગરપાલિકાની 16 ટીમ વચ્ચે જંગ
  2. WPL 2026નો આજથી આરંભ, હરમનપ્રીત કૌરની MI અને સ્મૃતિ મંધાનાની RCB વચ્ચે મુકાબલો
Last Updated : January 9, 2026 at 3:43 PM IST