"જો તમને ટીમમાંથી બહાર કરવામાં આવે તો.... IPL માંથી બહાર થયા પછી મુસ્તફિઝુર રહેમાનનું પહેલું નિવેદન
KKR એ IPL ની 19મી સીઝન માટે મીની-ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો.

Published : January 4, 2026 at 1:25 PM IST
|Updated : January 4, 2026 at 3:37 PM IST
MUSTAFIZUR RAHMAN: 3 જાન્યુઆરીએ BCCI એ KKR ને મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા સૂચના આપી હતી. બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જેના કારણે ભારતમાં વ્યાપક વિરોધ થયો છે. IPL માંથી બહાર થયા પછી મુસ્તફિઝુર રહેમાનનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે.
KKR એ ₹9.20 કરોડ ખરીધ્યો હતો
મુસ્તફિઝુર રહેમાન છેલ્લી IPL સીઝનમાં દિલ્હી કેપિટલ્સમાં ભાગ લેતા હતા, પરંતુ ફ્રેન્ચાઇઝીએ આ વર્ષની હરાજી પહેલા તેમને રિલીઝ કરવાનો નિર્ણય લીધો. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને, KKR એ તેમને આગામી સીઝન માટે ₹9.20 કરોડ ખરીધ્યો હતો. જોકે, હવે તેમને મુસ્તફિઝુર રહેમાનના રિપ્લેસમેન્ટ અંગે નિર્ણય લેવો પડશે. IPL માંથી બહાર થયા પછી મુસ્તફિઝુર રહેમાનનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે. આ મુદ્દા પર BDcrictime સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જો તમને ટીમમાંથી બહાર કરવામાં આવે, તો તમે બીજું શું કરી શકો છો?"
BCCI નો KKRને આદેશ
BCCI તરફથી મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવાના નિર્દેશો મળ્યા પછી, કોલકાતા નાઈટ રાઈડર્સે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે, "કોલકાતા નાઈટ રાઈડર્સ પુષ્ટિ કરે છે કે BCCI અને IPL મેનેજમેન્ટે આગામી IPL સીઝન પહેલા મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય BCCI માર્ગદર્શિકા અનુસાર અને બધી જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરીને લેવામાં આવ્યો છે. તેથી, અમે ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટ ખેલાડી અંગે માહિતી જાહેર કરીશું." રહેમાનની મુક્તિ પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અસ્થિર સ્થિતિમાં છે, જેણે ભારતમાં તેમની ટીમની આગામી T20 વર્લ્ડ કપ મેચો માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ICC સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.
શું છે સમગ્ર મામલો
મુસ્તફિઝુરની નિયુક્તિ પછી કેટલાક રાજકીય સંગઠનો અને ધાર્મિક જૂથો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી હિંસક ઘટનાઓ સહિતના મુદ્દાને લઈને વિરોધ વધ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતા કૌસ્તવ બાગચીએ કોલકાતામાં IPL મેચોમાં બાંગ્લાદેશી ખેલાડીઓની હાજરી સામે જાહેરમાં વાંધો ઉઠાવતા વિવાદ વધુ વકર્યો હતો. આના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન સામે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ટીકા પણ થઈ હતી.
આ પણ વાંચો:

