ETV Bharat / sports

મોરબીનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજ્યું, જિલ્લાની દીકરીઓએ નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ

ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે યોજાયેલી 13મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ 2026માં મોરબી જિલ્લાની દીકરીઓએ પણ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મોરબીની દીકરીઓએ રાજ્યનું નામ રોશન કર્યું
મોરબીની દીકરીઓએ રાજ્યનું નામ રોશન કર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : May 28, 2026 at 5:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

મોરબીઃ જિલ્લાની દીકરીઓએ ફરી એકવાર રમતગમત ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે યોજાયેલી 13મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ-2026માં મોરબીની બે પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ સહિત અનેક મેડલ પોતાના નામે કર્યા છે. નવયુગ કોલેજમાં BBA વિભાગમાં અભ્યાસ કરતી જાનવી ચેતનભાઈ સીતાપરાએ ફર્સ્ટ રેન્ક સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે નાલંદા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી રુદ્રી તુલસીભાઈ વસીયાણીએ એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી મોરબીનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજાવ્યું છે. ખેલાડીઓએ પોતાના કોચ, પરિવાર અને શાળાના સહકારને સફળતાનું શ્રેય આપ્યું છે.

બીજી તરફ નાલંદા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી રુદ્રી તુલસીભાઈ વસીયાણીએ પણ પોતાની રમતથી સૌને પ્રભાવિત કર્યા હતા. રુદ્રીએ એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતની ટીમને ગૌરવ અપાવ્યું હતું. રુદ્રીએ જણાવ્યું કે, તેને બાળપણથી જ રમતગમતમાં ખાસ રસ હતો. સ્ટેટ લેવલથી લઈને નેશનલ લેવલ સુધી તેણે સતત સફળતા મેળવી છે. અગાઉ ગુલમર્ગ ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ તેણે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા. હવે તે જર્મની ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયારી કરી રહી છે.

નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ 2026
નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ 2026 (Etv Bharat Gujarat)

મોરબીની આ દીકરીઓએ માત્ર મેડલ જ જીત્યા નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ મોરબીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિવિધ સ્તરે અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. મોરબીની દીકરીઓની આ સિદ્ધિ માત્ર જિલ્લાનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કર્યા બાદ હવે તેમની નજર આંતરરાષ્ટ્રીય મંચ પર છે.

મોરબીની દીકરીઓએ રાજ્યનું નામ રોશન કર્યું
મોરબીની દીકરીઓએ રાજ્યનું નામ રોશન કર્યું (Etv Bharat Gujarat)

હું આઈસ સ્ટોક રમવા પેલા વિનયમાંથી મેં શરૂઆત કરી હતી. ત્યાંથી સિલેક્શન થઈને હું ગુજરાત તરફથી દેહરાદૂન રમવા ગઈ હતી. 18 સ્ટેટમાંથી મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ગોલ્ડ મેડલ મળ્યો હતો. મારા પરિવાર અને કોલેજનો મને ખૂબ સહકાર મળ્યો હતો. હવે આગળ જર્મની જઈને ઇન્ટરનેશનલ લેવલે રમવાનું મારો ગોલ છે.

અમે દેહરાદૂનમાં નેશનલ રમવા ગયા હતા. ત્યાં મને એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. અમે ગુજરાતની ટીમને રિપ્રેઝન્ટ કરી હતી. અમારા કોચ દક્ષા પટેલ, વિકાસ પટેલ અને હેતલ પટેલ અમને ખૂબ સપોર્ટ કરે છે. મારા પરિવાર અને સ્કૂલનો પણ સંપૂર્ણ સહકાર છે. હવે આગળ ઇન્ટરનેશનલ લેવલે જર્મનીમાં રમવાનો અમારો લક્ષ્ય છે.

આ પણ વાંચોઃ

  1. જો ક્વોલિફાયર 2 વરસાદને કારણે રદ થાય છે, તો ફાઇનલમાં કોણ જશે?, રાજસ્થાન રોયલ્સ કે ગુજરાત ટાઇટન્સ
  2. IPL ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો, વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો