ETV Bharat / sports

જયપુરમાં આયોજીત એશિયાઈ ટૂર્નામેન્ટમાં જેન્સી કાનાબારનું જબરદસ્ત પ્રદર્શન, આ સિદ્ધી કરી હાંસલ

જુનાગઢની જેન્સી કાનાબારે જયપુરમાં આયોજિત એશિયા અને તેની ટૂર્નામેન્ટમાં સિંગલ અને ડબલ મુકાબલામાં ચેમ્પિયન બનીને જીતનો પરચમ લહેરાવ્યો છે.

જેન્સી કાનાબારનું જબરદસ્ત પ્રદર્શન
જેન્સી કાનાબારનું જબરદસ્ત પ્રદર્શન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 27, 2025 at 1:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જૂનાગઢની જેન્સી કાનાબારે ટેનિસની દુનિયામાં વધુ એક સફળતાનું શિખર સર કર્યું છે. જયપુરમાં આયોજિત અંડર-16 ગ્રેડ એ એશિયન ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલ્સ મુકાબલો જીતીને ઓસ્ટ્રેલિયન ઓપનની અંડર 14 કેટેગરી માટે પસંદ થઈ છે, ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે હવે જેન્સી ઓસ્ટ્રેલિયા જશે.

જેન્સી કાનાબારની વધુ એક સફળતા

જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારનું વધુ એક શાનદાર પ્રદર્શન કરીને જુનાગઢ સહિત ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યુ છે. જયપુરમાં પૂર્ણ થયેલી એશિયન ગ્રેડ એ અંડર 16 ટૂર્નામેન્ટમાં સિંગલ અને ડબલ મુકાબલામાં ચેમ્પિયન બનીને જૂનાગઢને વધુ એક વખત ટેનિસની રમતમાં બહુમાન અપાવ્યું છે.

ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે હવે જેન્સી ઓસ્ટ્રેલિયા જશે (Etv Bharat Gujarat)

ઓસ્ટ્રેલિયન ઓપનની અંડર 14 ટ્રોફી રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે જેન્સી

જાન્યુઆરી મહિનામાં જ ITF જે 300 ટૂર્નામેન્ટનું દિલ્હીમાં આયોજન થયું છે, જેમાં પણ જેન્સી કાનાબાર ખેલાડી તરીકે ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ 23 મી જાન્યુઆરી 2026ના દિવસે તે વર્ષ 2026ની અને વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની અંડર 14 ટ્રોફી રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે.

જયપુરમાં આયોજિત એશિયા અને તેની ટૂર્નામેન્ટમાં સિંગલ અને ડબલ મુકાબલામાં ચેમ્પિયન બની જેન્સી
જયપુરમાં આયોજિત એશિયા અને તેની ટૂર્નામેન્ટમાં સિંગલ અને ડબલ મુકાબલામાં ચેમ્પિયન બની જેન્સી (Etv Bharat Gujarat)

જયપુર ટૂર્નામેન્ટમાં જેન્સી નો દેખાવ

જયપુર ખાતે આયોજિત અંડર 16 સ્પર્ધામાં જેન્સી કાનાબારે પ્રથમ રાઉન્ડમાં યાશિકાને બે સીધા સેટોમાં 6-0, 6-0 બીજા રાઉન્ડમાં અંજલી મેકાને 6-1, 6-3 થી ક્વાટર ફાઇનલમાં સિદ્ધી પાંડેને 6-0, 6-3 છે, અને સેમી ફાઇનલમાં આશી કશ્યપને 6-1, 6-0 થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં અનંદીતા ઉપાધ્યાય સામે જેન્સી કાનાબારને થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. ફાઇનલમાં બીજો સેટ ગુમાવ્યા બાદ તેને પણ 6-2, 3-6, 6-3 થી ત્રણ સેટોમાં પરાજય આપીને એ.ટી.એફ. અંડર-16 જયપુર ટેનિસ ટૂર્નામેન્ટ પણ જીતી લીધી હતી.

જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારનું વધુ એક શાનદાર પ્રદર્શન
જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારનું વધુ એક શાનદાર પ્રદર્શન (Etv bharat Gujarat)

2025માં પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન પણ રમી ચૂકી છે જેન્સી

જેન્સી કાનાબાર વર્ષ 2025માં વિમ્બલડન જુનિયર ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઈ ચૂકી છે. આ સમયે તે વિશ્વ નંબર વન પ્લેયર જોન સીનર અને અન્ય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે પણ સેન્ટ્રલ કોર્ટમાં મુલાકાત કરી ચૂકી છે. આ સિવાય જેન્સી ભારતમાં આયોજિત આઈ.ટી.એફ ટૂર્નામેન્ટમાં પણ વિજેતા બનીને ટેનીસ ખેલાડી તરીકે પોતાની રાષ્ટ્રીય ઓળખ ઉભી કરી છે. થોડા મહિના પૂર્વે ફિલિપિન્સના મનીલા ખાતે આયોજિત અંડર 14 આઈ.ટી.એફ ટૂર્નામેન્ટમાં પણ જેન્સી ચેમ્પિયન બની હતી. થોડા દિવસો બાદ હવે દિલ્હીમાં આયોજિત ITF જે 300 ટૂર્નામેન્ટમાં પણ તે ભાગ લેવા જઈ રહી છે.

  1. વિદેશમાં વાગશે જૂનાગઢનો ડંકો! જેન્સી કાનાબાર 2026માં આયોજિત સબ જુનિયર ઓસ્ટ્રેલિયા ઓપન રમશે
  2. જુનાગઢની જેન્સીનો ટેનિસની રમતમાં વધુ એક દબદબો, દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બની ચેમ્પિયન