વિદેશમાં વાગશે જૂનાગઢનો ડંકો! જેન્સી કાનાબાર 2026માં આયોજિત સબ જુનિયર ઓસ્ટ્રેલિયા ઓપન રમશે
જૂનાગઢની જેન્સી કાનાબાર જાન્યુઆરી 2026 માં આયોજિત થનાર ઓસ્ટ્રેલિયન ઓપનની સબ જુનિયર કેટેગરીમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહી છે.

Published : December 9, 2025 at 5:11 PM IST
|Updated : December 10, 2025 at 8:43 PM IST
જૂનાગઢ: જૂનાગઢની જેન્સી કાનાબાર જાન્યુઆરી 2026માં આયોજિત ઓસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે, જેને લઈને તેને વિશેષ કોચ સાથે પ્રેક્ટિસ શરૂ કરી છે. અગાઉ વર્ષ 2025માં પણ જેન્સી કાનાબાર વિમ્બલ્ડન જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લઈને જૂનાગઢને આંતરરાષ્ટ્રીય ટેનિસની દુનિયામાં ઝગમગતું કર્યું હતું. જેન્સી કાનાબાર ભારતની સાથે વિદેશમાં આયોજિત થતી ITF ટેનિસ ટુર્નામેન્ટ પણ જીતીને અંડર-14 કેટેગરીમાં ચેમ્પિયન બની ચૂકી છે.
જેન્સી કાનાબાર રમશે સબ જુનિયર ઓસ્ટ્રેલિયા ઓપન
જૂનાગઢની જેન્સી કાનાબાર જાન્યુઆરી 2026 માં આયોજિત થનાર ઓસ્ટ્રેલિયન ઓપનની સબ જુનિયર કેટેગરીમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહી છે. અંડર- 14 કેટેગરીમાં જેન્સી કાનાબારે અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય WTF ટુર્નામેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ભારતની સાથે વિશ્વના ખેલાડીઓને પરાજય આપીને ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. તાજેતરમાં જ ફિલિપિન્સ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં પણ જેન્સી કાનાબાર ચેમ્પિયન થઈ હતી હવે તે 26 ડિસેમ્બર બાદ રાજસ્થાનમાં આયોજિત રાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા માટે જઈ રહી છે. આ સ્પર્ધા પૂર્ણ કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે જશે.
જેન્સી કાનાબારની ટેનિસ કારકિર્દી
મલેશિયા ખાતે વર્ષ 2025 માં વલ્ડ જુનિયર ચેમ્પિયનશિપ ટેનિસ ટુર્નામેન્ટમાં 4 મેચ જીતીને જેન્સિ એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારબાદ દિલ્હી ખાતે આયોજિત આઈ.ટી.એફ એશિયન ડેવલોપમેન્ટ ચેમ્પિયનશિપમાં જેન્સી વિજેતા રહી હતી તેવી જ રીતે હૈદરાબાદ ખાતે આયોજીત એશિયન ગ્રેડ A ચેમ્પિયનશિપમાં સિંગલ અને ડબલ મુકાબલામાં ચેમ્પિયન બની હતી.


વિશ્વની સૌથી પ્રસિદ્ધ અને ટેનિસની સિરમોર ગણાતી વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પણ જેન્સી એ ભાગ લીધો હતો, જેમાં પણ તેણે 2 મેચ જીતવામાં સફળ રહી હતી. અંડર-14 કેટેગરીમાં જેન્સી ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી બની ચૂકી છે, વધુમાં જેન્સી અન્ડર-14 કેટેગરીમાં એશિયાની પણ નંબર વન ખેલાડી બની ચૂકી છે. અમદાવાદ ખાતે આયોજિત ITF J13 ચેમ્પિયનશિપમાં પણ જેન્સી વિજેતા રહી હતી તો ફિલિપિન્સ ખાતે યોજાયેલ જી.એસ.પી.ડી.પી ટુર્નામેન્ટમાં પણ જેન્સી ચેમ્પિયન બની હતી.


દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની અંડર-14 કેટેગરીની સ્પર્ધામાં પણ જેન્સી ચેમ્પિયન બની હતી. અમદાવાદ ખાતે વધુ એક આયોજિત ટેનિસની સ્પર્ધામાં અંડર-16 કેટેગરીમાં જેન્સી કાનાબાર ચેમ્પિયન થઈ હતી. આ સિવાય ITF J60 અને J100 દિલ્હી અને ગૌહાટી ખાતે યોજાઇ હતી, તેમાં પણ જેન્સી ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.


ગુજરાતી અન્ય મહીલા ખેલાડી
જેન્સી કાનાબાર પૂર્વે ગુજરાતમાંથી અંકિતા રેના, વૈદેહી ચૌધરી અને સૌમ્યા વિજ પણ ટેનિસમાં પોતાનો દબદબો સાબિત કરી ચૂકી છે. ઓલમ્પિકમાં પ્રથમ ભારતીય મેડલ મેળવનાર 100 વર્ષમાં અંકિતા રૈના પહેલી ગુજરાતી ટેનિસ ખેલાડી બની હતી, અંકિતા રૈના ભારતની નંબર વન ટેનિસ ખેલાડી પણ બની ચૂકી છે. અંકિતા રૈનાએ ઓલમ્પિકમાં મેડલ અને WTA ટુર્નામેન્ટ વિજેતા પણ બની ચૂકી છે.


મહિલા ડબલમાં અંકિતા રૈના એ સાનિયા મિર્ઝા સાથે પણ જોડી બનાવીને ડબલ ટુર્નામેન્ટ પણ રમી હતી. આ સિવાય વૈદેહી ચૌધરી પણ ટેનિસમાં ખૂબ સારું નામ ગુજરાત કક્ષાએ જોવા મળે છે. સૌમ્ય વિજ 2 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન પણ બની છે. આ સિવાય તેણે 2022માં CTC અને AITA જેવી ટુર્નામેન્ટમાં ભાગ લઈને ચેમ્પિયન પણ બની હતી.
આ પણ વાંચો:

