IPL 2026: આજની મેચ શું ધોની અને રોહિત રમશે? આઈપીએલ ઇતિહાસની સૌથી સફળ ટીમો વચ્ચે ટક્કર
IPL 2026 સીઝનની 44મી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે.

Published : May 2, 2026 at 1:20 PM IST
CSK VS MI: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 44મી લીગ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થવાનો છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટ્રોફી વિજેતા આ બંને ટીમો માટે, આ સીઝન અત્યાર સુધી ખાસ નોંધપાત્ર રહી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી માત્ર ત્રણમાં જ જીત મેળવી શકી છે જ્યારે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો, તેઓ આઠ મેચમાંથી માત્ર બેમાં જ વિજય મેળવ્યો છે. પરિણામે, સીએસકે અને મુંબઈ ઇન્ડિયન્સ બંને માટે, બાકીની મેચો આ સીઝનમાં પ્લેઓફની દોડમાં પોતાને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ બની ગઈ છે.
ધોની અને રોહિત વિશે શું અપડેટ છે?
સીઝન પહેલા પ્રેક્ટિસ દરમિયાન પિંડલીમાં ખેંચાણ થવાને કારણે ધોની અત્યાર સુધી કોઈ મેચ રમી શક્યો નથી, જોકે શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તે ઝડપથી વાપસી કરશે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા બોલતા, CSK કોચ માઈકલ હસીએ કહ્યું, "અમને આશા છે કે ધોની શક્ય તેટલી વહેલી તકે પાછો ફરશે. મને ખબર નથી કે તે શનિવારે થશે કે કદાચ તે પછીની મેચમાં, પરંતુ તેની રિકવરી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે." દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ ખુલાસો કર્યો કે ઓપનર રોહિત શર્મા ધીમે ધીમે હેમસ્ટ્રિંગ ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ફ્રેન્ચાઇઝની મેડિકલ ટીમ શનિવારે CSK સામેની મેચ માટે રોહિતને ટીમમાં સામેલ કરવા અંગે નિર્ણય લેશે.
Three eras in one frame! 🌟🌟🌟#WhistlePodu #CSKvMI pic.twitter.com/XrbND6Xhth
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2026
હેડ-ટુ-હેડ રેકોર્ડ
અત્યાર સુધીમાં IPLમાં ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે 40 મેચ રમાઈ છે. જેમાંથી મુંબઈએ 21 મેચ જીતી છે, જ્યારે ચેન્નાઈ 19 મેચમાં વિજયી બન્યું છે. આ બંને ટીમો 2026ના IPLમાં એક વખત એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ચેન્નાઈએ 103 રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો. 2020 થી, તેમની વચ્ચે નવ મેચ રમાઈ છે, જેમાંથી સાત મેચમાં CSK વિજેતા તરીકે ઉભરી આવ્યું છે.
Big game energy in Chennai 💪💙
— Mumbai Indians (@mipaltan) May 2, 2026
🔗 https://t.co/huyn9AaCPf pic.twitter.com/frISrwPqPj
CSK vs MI મેચ પિચ રિપોર્ટ
ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે IPL 2026નો મુકાબલો ચેપોક ખાતે પીચ નંબર 5 પર રમાશે. આ સપાટી પર, પંજાબ કિંગ્સે એપ્રિલની શરૂઆતમાં 210 રનના લક્ષ્યનો આરામથી પીછો કર્યો હતો. આ પીચ નોંધપાત્ર ગતિ અને ઉછાળો આપે છે.
From Marine Drive to Marina 🥳
— Chennai Super Kings (@ChennaiIPL) May 2, 2026
Round 2️⃣ begins! 💪#WhistlePodu #CSKvMI pic.twitter.com/2IkYQaZmB6
CSK vs MI મેચ માટે હવામાન કેવું રહેશે?
ચેન્નાઈમાં વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, આકાશમાં હળવા વાદળો છવાયેલા રહી શકે છે. આ સમય દરમિયાન, મહત્તમ તાપમાન 38°C અને લઘુત્તમ તાપમાન 29°C રહેવાની ધારણા છે. રાત્રે ઝાકળ પડવાની શક્યતા છે.
CSK vs MI સંભવિત પ્લેઇંગ-11
CSK: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, સરફરાઝ ખાન/ઉર્વિલ પટેલ, ડિવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, નૂર અહમદ, જેમી ઓવરટોન, અકીલ હુસૈન, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી/રામકૃષ્ણ ઘોષ.
MI: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તિલક વર્મા, રોબિન મિન્ઝ/અશ્વની કુમાર, શાર્દુલ ઠાકુર/ક્રિશ ભગત, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, અલ્લાહ ગઝનફર.
આ પણ વાંચો:

