જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન, જાણો શું છે ખેલાડીઓની માંગ
યુનિવર્સિટી સાથે સંકળાયેલી કુલ 18 ટીમો એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી, જેમાંથી 15 જેટલી ટીમો વચ્ચે આજે સ્પર્ધાઓ યોજાઈ હતી.

Published : August 24, 2026 at 5:47 PM IST
જૂનાગઢઃ ભક્ત કવિ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવ્યુ હતુ, જેમાં યુનિવર્સિટી સંલગ્ન જૂનાગઢ, પોરબંદર દ્વારકા અને સોમનાથ જિલ્લાની 15 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આવતીકાલે મહિલા વર્ગની કબડ્ડી સ્પર્ધાનું આયોજન થશે, જેમાંથી વિજેતા બનનાર પુરુષ અને મહિલા વિભાગની ટીમોને રાજ્ય સ્તરે યુનિવર્સિટીઓના રમતોત્સવમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે.
જૂનાગઢ ખાતે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કોલેજ કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન વિનિયન કોલેજમાં કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી જૂનાગઢ દ્વારકા પોરબંદર અને સોમનાથ જિલ્લાની કુલ 18 ટીમો એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી જેમા 15 જેટલી ટીમો વચ્ચે આજે સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમોને રાજ્ય સ્તરે અન્ય યુનિવર્સિટીઓ ની સાથે આંતર યુનિવર્સિટીના આયોજિત થનારા રમતોત્સવમાં મોકલવામાં આવશે આવતીકાલે બહાઉદ્દીન કોલેજ ખાતે મહિલા વર્ગની કબડ્ડી સ્પર્ધાનું આયોજન પણ થયું છે, જેમાં પણ યુનિવર્સિટી સંલગ્ન જીલ્લા અને કોલેજોની ટીમો ભાગ લેશે જેમાંથી પણ મહિલા ટીમની પસંદગી કરીને તેને પણ રાજ્ય સ્તરે મોકલવામાં આવશે.

કબડ્ડીના ભવિષ્યને લઈને ખેલાડીઓએ વ્યક્ત કરી ચિંતા
જૂનાગઢ ખાતે આંતર કોલેજ યુનિવર્સિટીની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીઓએ કબડ્ડી સ્પર્ધાને લઈને તેમનો પ્રતિભાવ આપ્યો હતો. ખિલાડી તરીકે મજગુલ સોએબ અને દીપ નારિયા એ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, એક સમયે કબડ્ડીમાં ભારતનો દબદબો હતો ઓલિમ્પિક જેવી રમતોમાં ભારતનો દર વખતે ગોલ્ડ મેડલ આવતો હતો, પરંતુ ત્યાર બાદ ઓલિમ્પિક જેવા રમતગમતની વૈશ્વિક સ્પર્ધાઓ માંથી કબડ્ડીને દૂર કરવામાં આવી તેને લઈને ખેલાડી તરીકે તેઓ માને છે કે ફરીથી કબડ્ડીને આંતરરાષ્ટ્રીય રમત-ગમતમાં સામેલ કરવી જોઈએ. જે દેશના ખેલાડીઓ દમખમ દર્શાવશે તેઓ મેડલ જીતવામાં સફળ રહેશે.


અન્ય એક ખેલાડી દીપ નારીયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હજુ પણ રમત-ગમતને લઈને અને ખાસ કરીને ગામડામાં યુવાન ખેલાડીઓના પરિવારજનો તેમના પુત્રને રમત-ગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન કે પ્રેરણા આપતા નથી જે આજના દિવસે સૌથી મોટી અને મહત્વની વાત માનવામાં આવે છે. એક ખેલાડી તરીકે તેમણે પણ પરિવારમાંથી રમત-ગમતમાં શા માટે જવું જોઈએ આવો વિરોધ પણ સહન કરીને પણ કબડ્ડીના ખેલાડી તરીકે પોતાની કારકિર્દી બનાવવા માટે તેમણે રમત તરીકે કબડ્ડીને સ્વીકારી છે તે માને છે કે, જે રીતે ક્રિકેટના આયોજનો સમગ્ર વિશ્વમાં અને ભારતમાં તેમજ સ્થાનિક સ્તરે થઈ રહ્યા છે બિલકુલ તેવી જ રીતે કબડ્ડીને પણ પ્રોત્સાહન મળે તે માટે ક્રિકેટની માફક કબડ્ડીના પણ નાના નાના અને સ્થાનિક સ્તરે આયોજન થવા જોઈએ, જેથી કબડ્ડીના ખેલાડીઓ બહાર આવે અને ભારતની એક મજબૂત ટીમ બની શકે.
આ પણ વાંચોઃ

