ETV Bharat / sports

ભારત સાઉથ આફ્રિકા મેચને લઈને સીઝનના ખેલાડી અને કોચએ આપ્યા મત, 200 રન થાય તેવી અપેક્ષાઓ કરી

એક તરફ અભિષેક શર્મા રમશે કે નહીં તેના મુદ્દે ખેલાડીઓ અને કોચ દ્વારા ટીમના પરફોર્મેન્સ લઈને પોતાના મતો વ્યક્ત કર્યા હતા.

ભારત VS સાઉથ આફ્રિકા  મેચ
ભારત VS સાઉથ આફ્રિકા મેચ (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : February 21, 2026 at 4:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર : ICC વર્લ્ડ કપની ચાલી રહેલી મેચોમાં સુપર 8નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભારતની સાઉથ આફ્રિકા સામેની પહેલી અમદાવાદ ખાતેની મેચ રમવાની છે. આ મેચને લઈને ક્રિકેટ સાથે સંકળાયેલા ખેલાડીઓ અને કોચે પોતાના મતો ETV સમક્ષ રજૂ કર્યા હતા. એક તરફ અભિષેક શર્મા રમશે કે નહીં તેના મુદ્દે ખેલાડીઓ અને કોચ દ્વારા ટીમના પરફોર્મેન્સ લઈને પોતાના મતો વ્યક્ત કર્યા હતા.

ખેલાડી અને કોચએ આપ્યા મત (ETV Bharat Gujarat)

સાઉથ આફ્રિકાની મેચને પગલે ભાવનગર સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના હિમાંશુ શર્માએ જણાવ્યું હતું કે, સુપર 8ની શરૂઆત થાય તે પહેલા આપણે આગળની ત્રણ મેચ જીતી છે, તે પ્રમાણે ટીમનું પરફોર્મન્સ ખૂબ સારું છે. આપણા 1 થી 7ના જે ખેલાડીઓ છે તે તો રમશે. આપણી ટીમ પાછી નહીં પડે. અભિષેક શર્મા નથી તો કોઈ ફેર પડવાનો નથી. કારણકે આપણા બેચ ઉપર અન્ય જે ખેલાડીઓ બેઠા છે, તેમાં સંજુ સેમસન સહિતના એવા ખેલાડીઓ છે કે જે મેચ જીતાડી શકે છે.

સીઝનના ખેલાડી અને કોચએ આપ્યા મત
સીઝનના ખેલાડી અને કોચએ આપ્યા મત (ETV Bharat Gujarat)

"અભિષેક શર્મા બહાર છે, એ વાત બરોબર છે. પરંતુ, કાલની મેચમાં આપણે જે મેચો જીતી છે. અગાઉની એ બધી વન સાઈડ જીતી છે એમ કહેવાય, જે મેચમાં થોડી ઘણી તકલીફ પડી પણ આમ છતાં પણ તે વન સાઈડ મેચ કહેવાય. આફ્રિકાની ટીમ સારી છે. માર્કરમ, મિલર વગેરે એના ફોર્મમાં ખેલાડીઓ છે. આપણે બેટીંગ લાઇનમાં કહેવું પડે એવું નથી બધા જ સારા 1 થી 7 સુધી રમે તેવા અને ફોર્મમાં છે, એટલે હું માનું છું, ત્યાં સુધી આવતીકાલે 200 કે તેનાથી વધારે રન આપણે કરી શકીએ છીએ." - રીયાઝ કાસમાણી, કોચ ભાવનગર રૂરલ ટીમ

એકેય સીઝનમાં વર્લ્ડ કપમાં હાર્યા નથી

ક્રિકેટના ખેલાડી નયન કેસવાલાએ જણાવ્યું હતું કે, કાલે મેચમાં જોઈએ તો હિસ્ટ્રી પ્રમાણે આપણે એક જ સિઝનમાં હજી સુધી એકે મેચ હાર્યા નથી. આપણે બેસ્ટ કરશું આપણા બધા બેટ્સમેન ફોર્મમાં છે તો બધા રમશે તેવું લાગી રહ્યું છે. જ્યારે અન્ય ખેલાડી કેયુર આહીર જણાવ્યું હતું કે, કાલની મેચમાં આફ્રિકામાં આપણે અગાઉ તેની સાથે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અભિષેક કમબેક કરી શકે છે અર્શદીપને પણ કમબેક કરે, કારણ કે તેના બોલ સ્વીંગ થાય છે, એટલે આમ આપણે ટીમ સારી છે સારું પરફોર્મન્સ કરશે.

સીઝનના ખેલાડી અને કોચએ આપ્યા મત
સીઝનના ખેલાડી અને કોચએ આપ્યા મત (ETV Bharat Gujarat)

ખેલાડી ધર્મવિરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "અભિષેક ડાઉટ ફુલ છે, તો એની જગ્યાએ સંજુ સેમસનને રમાડી શકે છે. ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે તેના બે ત્રણ બેટ્સમેંટ સારા છે, પણ આપણા વરુણ ચક્રવર્તી અર્શદીપને રમાડશે, જો કે કોઈ વાંધો નહીં આવે."

આ પણ વાંચો...

  1. T20 વર્લ્ડ કપના છેલ્લા ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઓમાનને 9 વિકેટથી હરાવ્યું
  2. ટીમ ઇન્ડિયાનું સુપર 8 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, બધી ટીમોના નામ, તારીખ અને સ્થળ નોંધી લો