ભારતે જીત સાથે મહિલા એશિયા કપનો કર્યો પ્રારંભ, થાઇલેન્ડને 94 રને હરાવ્યું
Women's Asia Cup 2026: ભારતે મહિલા એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં થાઇલેન્ડને 94 રને હરાવીને શાનદાર જીત મેળવી હતી.

Published : August 31, 2026 at 10:04 AM IST
IND W vs THA W: ભારતે રવિવારે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં થાઇલેન્ડ સામે 94 રને શાનદાર જીત મેળવી મહિલા એશિયા કપ 2026માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે.
જીત માટે 160 રનના પડકારનો પીછો કરતા થાઇલેન્ડની ટીમ 16.1 ઓવરમાં માત્ર 65 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. થાઇલેન્ડ તરફથી વિકેટ કીપ બેટ્સમેન નન્નાપત કોંચારોએનકાઇ એકમાત્ર એવી ખેલાડી હતી જેને થોડો સંઘર્ષ કર્યો હતો અને 48 બોલમાં 41 રન બનાવ્યા હતા.
બીજી તરફ ભારત તરફથી શેફાલી વર્માએ પોતાની 19મી T20I અડધી સદી ફટકારી હતી. તે બાદ બોલરોએ થાઇલેન્ડની બેટિંગ લાઇન-અપને ધ્વસ્ત કરી નાખી હતી.
The Women in Blue are off to a winning start! Despite a few hiccups with the bat ~ their bowling unit put on a clinic to seal a massive win and give their NRR a big boost 🇮🇳#DPWorldWomensAsiaCup2026 #INDWvTHAIW #ACC pic.twitter.com/Q7wVZxO2eH
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2026
પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાએ 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. તે બાદ પોતાનું T20I ડેબ્યૂ કરી રહેલી પ્રતિકા રાવલ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થઇ હતી. શેફાલી વર્માએ 36 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. શેફાલીએ પોતાની ઇનિંગમાં આઠ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.
ભારતના મિડલ ઓર્ડરનો ધબડકો
8.5 ઓવર બાદ ભારતનો સ્કોર 91/1 હતો અને ટીમ મોટા સ્કોર તરફ આગળ વધતી હતી પરંતુ અચાનક વિકેટ પડવાથી ઇનિંગ્સનું વલણ બદલાઇ ગયું હતું. 8.5 ઓવરમાં 91/1ના સ્કોરથી ભારત 17.2 ઓવર સુધી 137/9 પર આવી ગયું હતું કારણ કે કેટલાક ખેલાડી આસાનીથી આઉટ થઇ ગયા હતા. આ દરમિયાન ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પણ રન આઉટ થઇ હતી.
ક્રાંતિ ગૌંડે અંતે આઠ બોલમાં 15 રન બનાવીને ભારતના સ્કોરને 159 રન સુધી પહોંચાડ્યો હતો. થાઇલેન્ડની સુલીપોર્ન લાઓમી સફળ બોલર રહી હતી જેને પોતાની ચાર ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
થાઇલેન્ડ 65 રનમાં ઓલ આઉટ
ભારતીય ટીમે થાઇલેન્ડને પડકારનો પીછો કરવાના પ્રયાસમાં આસાનીથી રોકી દીધી હતી. ઓલ રાઉન્ડર દીપ્તિ શર્માની આગેવાનીમાં બોલરોએ નિયમિત સમયે વિકેટ ઝડપી હતી અને થાઇલેન્ડને 16.1 ઓવરમાં 65 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી.
કોનચારોએનકાઇ એકમાત્ર એવી ખેલાડી હતી જેણે થોડી વાર સુધી સંઘર્ષ કર્યો હતો અને 48 બોલમાં 41 રન બનાવ્યા હતા પરંતુ તેને બીજી તરફ વધુ સાથ મળ્યો નહતો અને ભારતે 94 રને આસાનીથી જીત મેળવી હતી. ભારત તરફથી દીપ્તિ શર્મા અને નંદની શર્માએ 3-3 વિકેટ ઝડપી હતી.
ભારત હવે પોતાની આગામી મેચ હોંગકોંગ સામે 3 સપ્ટેમ્બરે રમશે.
આ પણ વાંચો:

