ETV Bharat / sports

IND vs NZ: કોહલીની 'વિરાટ' ઈનિંગ્સથી વડોદરામાં ભારતીય ટીમની જીત, ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IND vs NZ: 2026ની પહેલી મેચ
IND vs NZ: 2026ની પહેલી મેચ (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : January 11, 2026 at 10:53 AM IST

|

Updated : January 11, 2026 at 10:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

વડોદરા: ભારત અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ, કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 300 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે આપેલા 301 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાને હાંસેલ કરી લીધો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વદુ 93 રનની ઈનિંગ્સ રમી હતી.

વિરાટ કોહલી પોતાની સદી ચૂકી ગયો

મેચમાં વિરાટ કોહલી કાયલ જેમિસનના બોલ પર માઈકલ બ્રેસવેલ દ્વારા કેચ આઉટ થયો. તે પોતાની સદી ચૂકી ગયો. તે 93 રન બનાવીને આઉટ થયો. મેચની જીતના હિરો વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. અન્ય ખેલાડીઓમાં કેપ્ટન શુભમન ગિલે 71 બોલમાં 56 રનની ઈનિંગ્સ રમી હતી. તો શ્રેયસ અય્યર 49 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 26 રન, રવિન્દ્ર જાડેજાએ 4 રન અને હર્ષિત રાણાએ 29 રન બનાવ્યા હતા. કે.એલ રાહુલ 29 રન અને વોશિંગ્ટન સુંદર 7 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડ માટે કાયલ જેમિસન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 1 મેડન ઓવર સાથે 41 રન આપ્યા હતા અને 4 વિકેટ લીધી હતી. તો અદિથ્ય અશોકે 6 ઓવરમાં 55 રન આપીને 1 વિકેટ લીધી હતી. ક્રિસ્ટીયન ક્લાર્કે પણ 10 ઓવરમાં 73 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડની પહેલી બેટિંગ

ન્યુઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવાની તક મળતાં સારી શરૂઆત મળી. ઓપનર ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન, બંને ખેલાડીઓએ 60 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ભાગીદારી હર્ષિત રાણાએ તોડી હતી, જેમણે હેનરી નિકોલ્સને આઉટ કર્યો હતો. નિકોલ્સે 69 બોલમાં 8 ચોગ્ગા સાથે 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ હર્ષિતે કોનવેને પણ આઉટ કર્યો. કોનવેએ 67 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 56 રનનું યોગદાન આપ્યું. આ પછી, સિરાજે 28મી ઓવરમાં વિલ યંગને આઉટ કર્યો. યંગે 12 રન બનાવ્યા. ત્યારબાદ કુલદીપ યાદવે 34મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો. તે સમયે, ન્યૂઝીલેન્ડનો સ્કોર 170 હતો. ત્યારબાદ, 38મી ઓવરમાં, પ્રસાદે મિશેલ હેયને આઉટ કર્યો, જેણે ફક્ત 18 રન બનાવ્યા. 43મી ઓવરમાં, છઠ્ઠી વિકેટ પડી જ્યારે બ્રેસવેલને ઐયર દ્વારા રન આઉટ કરવામાં આવ્યો. ત્યારબાદ બીજી જ ઓવરમાં, સિરાજે ઝાચરીને આઉટ કર્યો. જોકે, 48મી ઓવરમાં, ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો જ્યારે ડેરિલ મિશેલ 71 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો. આ પછી, ક્રિસ્ટન ક્લાર્કે છેલ્લી ઓવરમાં 17 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું, જેના કારણે કિવી ટીમ 300 રનના આંકડા સુધી પહોંચી શકી.

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો

અગાઉ, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને મેચમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન ગિલે ઝાકળના પરિબળને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયર ઈજાઓ બાદ પ્લેઈંગ ઈલેવનમાં પાછા ફર્યા છે.

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, પ્રસિધ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝાચેરી ફોલ્કેસ, ક્રિસ્ટન ક્લાર્ક, કાયલ જેમીસન અને આદિત્ય અશોક.

IND vs NZ ODI શ્રેણી 2026નો સંપૂર્ણ સમયપત્રક

  1. પ્રથમ ODI: રવિવાર, 11 જાન્યુઆરી (વડોદરા)
  2. બીજી ODI: બુધવાર, 14 જાન્યુઆરી (રાજકોટ)
  3. ત્રીજી ODI: રવિવાર, 18 જાન્યુઆરી (ઇન્દોર)
  1. સુરતમાં 9 જાન્યુ.થી ISPL સીઝન-3નો ભવ્ય પ્રારંભ, સચિન, અમિતાભ, અક્ષય સહિત આ સેલેબ્રિટી રહેશે હાજર
  2. સુરતમાં ISPL-3નો ભવ્ય પ્રારંભ: અમિતાભ બચ્ચન ઉદ્યોગપતિના ઘરે પહોંચતા ભીડ બેકાબૂ, કાચનો ગેટ તૂટ્યો
Last Updated : January 11, 2026 at 10:06 PM IST