IND vs ENG: ટી-20માં ભારતની સૌથી મોટી હાર, ઇંગ્લેન્ડ 125 રને મેચ જીત્યું
ઇંગ્લેન્ડે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રને હરાવ્યું હતું.

Published : July 8, 2026 at 10:14 AM IST
IND vs ENG 3rd T20: ઇંગ્લેન્ડે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતને 125 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 11.4 ઓવરમાં માત્ર 76 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારતીય બેટ્સમેન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને જોશ ટંગ સામે લાચાર દેખાતા હતા. આર્ચરે ત્રણ ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી જ્યારે જોશ ટંગે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ રનના અંતરથી ભારતની સૌથી શરમજનક ટી-20 હાર હતી અને માત્ર ચાર બેટ્સમેન જ બે અંક સુધી પહોંચી શક્યા હતા. ભારતીય બેટ્સમેનોએ ખરાબ શોટ્સ ફટકાર્યા હતા અને જીત માટે કોઇ પ્રયાસ પણ કર્યો નહતો. ભારતની પાંચ વિકેટ 5 ઓવરમાં 52 રનમાં જ પડી ગઇ હતી.
ઇંગ્લેન્ડ માટે ફિલ સોલ્ટે 70 અને સેમ કર્રને અણનમ 41 રન બનાવ્યા હતા. જ્યારે જોફ્રા આર્ચરને ખતરનાક બોલિંગની મદદથી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
England tick all the boxes in a big win at Trent Bridge 👏
— ICC (@ICC) July 7, 2026
Scorecard 📲 https://t.co/4aDRVnYwd6 pic.twitter.com/m6xjyGw2id
શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકે સતત આ પાંચમી હાર હતી. પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી અને બીજી બે મેચ જીતીને ઇંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થઇ ગયું છે. સિરીઝની ચોથી મેચ 9 જુલાઇએ બ્રિસ્ટલમાં રમાશે.
પ્રથમ વખત આવું થયું
- પ્રથમ વખત સતત 5 T20I મેચમાં કોઇ જીત ના મળી.
- પ્રથમ વખત 100થી વધુ રનના અંતરથી T20I મેચ હાર્યું
- માત્ર 76 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઇ ગઇ, જે T20Iમાં તેનો બીજો સૌથી ઓછો સ્કોર છે.
- T20Iમાં પ્રથમ વખત પાવરપ્લે દરમિયાન 5 વિકેટ ગુમાવી.
વૈભવ સૂર્યવંશી 13 રન બનાવીને આઉટ
મેચમાં વૈભવ સૂર્યવંશી પણ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. વૈભવ સૂર્યવંશીએ આર્ચર અને ટંગને બે સિક્સર ફટકારી હતી પરંતુ પાંચ બોલમાં 13 રન બનાવીને તે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. એક બાઉન્સર પર હુક શોટ રમવાના પ્રયાસમાં તે વિકેટ પાછળ જોસ બટલરને કેચ આપી બેઠો હતો.
T20Iમાં ભારતની સૌથ મોટી હાર (રનના અંતરથી)
રનના હિસાબથી આ ભારતની ટી-20 ક્રિકેટમાં સૌથી મોટી હાર છે. આ પહેલા ભારતીય ટીમ ક્યારેય પણ 100 રનથી મેચ હારી નહતી.
- 125 રનથી Vs ઇંગ્લેન્ડ, ટ્રેંટ બ્રિજ, 2026
- 80 રનથી Vs ન્યૂઝીલેન્ડ, વેલિંગ્ટન, 2019
- 76 રનથી Vs દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, 2026
આ પણ વાંચો:

