Ind vs Eng: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂમાં આટલો વિલંબ કેમ? બોલિંગ કોચે કર્યો ખુલાસો
વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે જેના પર બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ખુલાસો કર્યો છે

Published : July 4, 2026 at 4:54 PM IST
Morne Morkel on Vaibhav Sooryavanshi Debut: ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ, મોર્ને મોર્કેલે, વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂમાં વિલંબ કરવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ મુદ્દાએ ક્રિકેટ વિશ્વમાં ભારે ચર્ચા જગાવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં તેના શાનદાર પ્રદર્શન બાદ, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે સૂર્યવંશી આયર્લેન્ડ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કરશે. જોકે, તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. મોર્કેલે કહ્યું કે, અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા સ્થાપિત ખેલાડીઓને અવગણવા યોગ્ય રહેશે નહીં.
Will Vaibhav Sooryavanshi make the Playing XI? 👀
— Sony Sports Network (@SonySportsNetwk) July 4, 2026
Morne Morkel shares his thoughts on the teenage sensation.
Watch #ENGvIND 2nd T20I, TODAY 6 PM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/ZCs3MOrWTU
બોલિંગ કોચે શું કહ્યું?
ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચ પહેલા શુક્રવારે બોલતા, મોર્ને મોર્કેલે સંકેત આપ્યો કે, ભલે 15 વર્ષીય ટેલેન્ટેડ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ટીમનો દરવાજો ખટખટાવી રહ્યો હોય પણ ટીમ મેનેજમેન્ટ ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માને સરળતાથી ડ્રૉપ કરશે નહીં.
મોર્કેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય ટીમ એવા ખેલાડીઓને ટેકો આપવામાં માને છે જે નેશનલ ટીમ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું, "આપણે એ હકીકતનો આદર કરવો જોઈએ કે અમારી પાસે અભિષેક શર્માના રૂપમાં નંબર વન T20 બેટ્સમેન છે, જ્યારે સંજુ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો."

તેણે ઉમેર્યું, "સંજુએ IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, કોચિંગ સ્ટાફ માટે ખેલાડીઓ પર વિશ્વાસ મૂકવો અને તેમને ટેકો આપવો યોગ્ય છે. હા, એક યુવાન ખેલાડી દરવાજો ખટખટાવી રહ્યો છે અને તે પ્રોત્સાહક છે." મોર્કેલે આગળ કહ્યું, "પરંતુ મારું માનવું છે કે તે એક સકારાત્મક સંકેત છે, ફક્ત આ બે ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ટીમ માટે કે અમે અમારા ખેલાડીઓ સાથે ઉભા છીએ અને તેમનામાં વિશ્વાસ રાખીએ છીએ."

અભિષેક-સેમસન જોડીને સપોર્ટ કરવો એ યોગ્ય પગલું
ભારતની ઓપનિંગ જોડી અભિષેક અને સેમસન સાથે પહેલે સેટ છે. અભિષેકે પોતાને ભારતીય ટીમના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક તરીકે સ્થાપિત કરી દીધો છે. તેણે ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે, જેમાં 2024માં ઝિમ્બાબ્વે સામે ઝડપી સદી અને 54 બોલમાં 135 રનની મેચ વિનિંગ ઇનિંગનો સમાવેશ થાય છે. તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બન્યો.
બીજી તરફ, સેમસને આ વર્ષની શરૂઆતમાં ભારતની T20 વર્લ્ડ કપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેની IPL સીઝન ઉત્તમ રહી હતી. તેથી, મારું માનવું છે કે કોચિંગ સ્ટાફ માટે આ ખેલાડીઓ પર વિશ્વાસ મૂકવો અને તેમને ટેકો આપવો એ યોગ્ય નિર્ણય છે.
આ પણ વાંચો:

