સુરત: દીકરીઓના ઉત્થાન માટે હજારો કદમ દોડ્યા, જય શાહે 2036 ઓલિમ્પિકમાં ગુજરાતના 10 મેડલનો સંકલ્પ દોહરાવ્યો
‘રન ફોર ગર્લ ચાઈલ્ડ હાફ મેરેથોન 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને આઈસીસી (ICC) ચેરમેન જય શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

Published : January 4, 2026 at 4:08 PM IST
|Updated : January 4, 2026 at 5:04 PM IST
સુરત: સુરતના આંગણે આજે સેવા અને ખેલદિલીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ડૉક્ટર હેગડેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત "AM/NS Run for Girl Child" ચેરિટી રનની બીજી આવૃત્તિનું VNSGU કેમ્પસ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની શોષિત અને વંચિત દીકરીઓના સર્વાંગી વિકાસના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ દોડમાં આઈસીસી (ICC) ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન જય શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ભારતની રમતગમતની ક્ષમતા અને ભવિષ્યના રોડમેપ વિશે મહત્વની વાત કરી હતી.
ઓલિમ્પિકમાં ગુજરાતના 10 મેડલનો લક્ષ્યાંક
કાર્યક્રમમાં દોડવીરોનો ઉત્સાહ વધારતા જય શાહે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના ભવિષ્યનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે 2030માં કોમનવેલ્થ ગેમ્સ લાવી રહ્યા છીએ, પરંતુ આપણું લક્ષ્ય 2036માં ભારતની ધરતી પર ઓલિમ્પિક લાવવાનું છે. 2024માં આપણે 8 મેડલ જીત્યા, પણ 2036માં આપણે 100 મેડલ જીતવાનો સંકલ્પ કરવાનો છે. મને વિશ્વાસ છે કે આ 100 માંથી 10 મેડલ ગુજરાતના હશે અને તે પૈકી 2 મેડલ આપણી દીકરીઓ જીતીને લાવશે."
#WATCH | Surat, Gujarat | ICC Chairman Jay Shah says, " the prime minister has brought the commonwealth games to india in 2030, but we shouldn't stop there. we must also bring the olympics here in 2036. we won eight medals in the 2024 olympics, but i want to tell you all that… https://t.co/Brh0vtq73s pic.twitter.com/aKfGCHjBjX
— ANI (@ANI) January 4, 2026
બાર્બાડોસની જેમ ઓલિમ્પિકમાં પણ ઝંડો ગાડીશું: જય શાહ
શાહે પોતાના ભાષણ દરમિયાન 2023 ક્રિકેટ વર્લ્ડ કપની નિરાશા પછી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ દ્વારા સતત ICC વ્હાઇટ-બોલ ઇવેન્ટ્સ (2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી) જીતવા વિશે પણ વાત કરી.
જય શાહે વધુમાં કહ્યું, "2023ના ODI વર્લ્ડ કપમાં, અમે દિલ જીતી લીધા પણ ટ્રોફી જીતી શક્યા નહીં. એક ખાનગી કાર્યક્રમમાં, મેં કહ્યું હતું કે 2024માં, અમે દિલ અને કપ બંને જીતીશું અને અમે તે કર્યું, 2024ના ICC મેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલ જીતીને. અમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી."
આ પણ વાંચો:
- 'અમદાવાદ 2036ના ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહ્યું છે', અમિત શાહના હસ્તે 1507 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારતની બિડને મંજૂરી…! મુખ્ય શહેર તરીકે અમદાવાદનો પ્રસ્તાવ મૂકાયો
- અમદાવાદમાં યોજાશે Olympic-2036...? રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને પીટી ઉષા ઓલિમ્પિક બેઠક માટે સ્વિટ્ઝર્લૅન્ડની મુલાકાતે

