ETV Bharat / sports

સુરતમાં 9 જાન્યુ.થી ISPL સીઝન-3નો ભવ્ય પ્રારંભ, સચિન, અમિતાભ, અક્ષય સહિત આ સેલેબ્રિટી રહેશે હાજર

સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં 9 જાન્યુઆરીથી લઈને 6 ફેબ્રુઆરી સુધી 'ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ' (ISPL-2026)ની ત્રીજી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે.

સુરતમાં 'ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ'ની ત્રીજી સીઝન
સુરતમાં 'ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ'ની ત્રીજી સીઝન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 8, 2026 at 2:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: ડાયમંડ સિટી સુરત હવે ક્રિકેટના નવા રંગે રંગાવા તૈયાર છે. આવતીકાલ એટલે કે 9 જાન્યુઆરીથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 'ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ' (ISPL-2026)ની ત્રીજી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 44 રોમાંચક મેચો રમાશે, જેમાં ગલી અને સોસાયટીના ટેનિસ ક્રિકેટ સ્ટાર્સ પોતાની પ્રતિભા બતાવશે.

અમિતાભ, સચિન અને અક્ષય કુમારની હાજરીમાં ઓપનિંગ સેરેમની ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અત્યંત ભવ્ય રહેવાની છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને ખિલાડી અક્ષય કુમાર આ પ્રસંગે હાજર રહેશે. ખાસ આકર્ષણ એ રહેશે કે અક્ષય કુમાર હેલિકોપ્ટર દ્વારા મેદાનમાં એન્ટ્રી કરશે, જેના માટે સ્ટેડિયમમાં ખાસ હેલિપેડ તૈયાર કરાયું છે.

સુરતમાં 'ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ'ની ત્રીજી સીઝન (Etv Bharat Gujarat)

જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી કાર્યક્રમનું હોસ્ટિંગ કરશે અને 200થી વધુ ડાન્સર્સ પોતાના પર્ફોર્મન્સથી સ્ટેજ ગજવશે. આ લીગમાં દેશભરની કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેના માલિકો બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ છે. આ ઉપરાંત રામ ચરણ, હૃતિક રોશન અને સૂર્યા શિવકુમાર જેવા સ્ટાર્સ પણ પોતાની ટીમોને પ્રોત્સાહન આપવા સુરત આવશે.

સેલેબ્રિટી માલિકો અને 8 ટીમો વચ્ચે જંગ

  1. માઝી મુંબઈ: અમિતાભ બચ્ચન
  2. શ્રીનગર કે વીર: અક્ષય કુમાર
  3. અમદાવાદ લાયન્સ: અજય દેવગણ
  4. દિલ્હી સુપર હિરોઝ: સલમાન ખાન
  5. ટાઈગર્સ ઓફ કોલકાતા: સૈફ અલી ખાન અને કરીના કપૂર

માત્ર 99 રૂપિયામાં લાઈવ મેચનો રોમાંચ

સામાન્ય જનતા આ ગ્લેમરસ લીગનો આનંદ માણી શકે તે માટે ટિકિટના દર માત્ર 99 રૂપિયાથી શરૂ કરવામાં આવ્યા છે. 10 ઓવરની આ મેચો સાંજે 5:30 થી 7:30 અને રાત્રે 8:00 થી 10:00 દરમિયાન રમાશે. જે લોકો સ્ટેડિયમ નથી જઈ શકતા તેઓ Star Sports અને Jio Hotstar પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે.

વિજેતાને 2 કરોડ અને MVP ને મળશે પોર્શે કાર

ISPLએ સીઝન-3 માટે કુલ 6 કરોડનું ઈનામી ભંડોળ જાહેર કર્યું છે. વિજેતા ટીમને રૂ. 2 કરોડ અને રનર્સ-અપ ટીમને રૂ. 1 કરોડનું ઈનામ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે ટૂર્નામેન્ટના 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP)ને લક્ઝુરિયસ પોર્શે 911 (Porsche 911) કાર ભેટમાં આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, આ વખતે સુરતના પણ 4 ખેલાડીઓ આ લીગમાં પોતાની ક્રિકેટ કૂશળતા બતાવશે, જે સુરતવાસીઓ માટે ગૌરવની વાત છે.

  1. વડોદરામાં ભારત-ન્યુઝીલેન્ડ ડે-નાઈટ વનડેનો જબરદસ્ત ઉત્સાહ, કોહલી સહિતના ખેલાડીઓને જોવા માટે લોકો થયા ક્રેઝી
  2. મળો ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાના પ્રથમ વિજેતા, જેને 1971માં મળ્યું હતું 250 રૂપિયાનું રોકડ ઈનામ