શું ગ્લેન ફિલિપ્સના હાથમાં ચુંબક છે? આ અદ્ભુત કેચ ન જોયો હોય, તો જોઈ લો- જુઓ વિડિયો
ગ્લેન ફિલિપ્સે, ફરી એકવાર ફિલ્ડિંગમાં કમાલ કરી દિદી છે. તેણે સુનીલ નારાયણને આઉટ કરવા માટે એક શાનદાર કેચ પકડીને છવાઈ ગયો છે.

Published : September 1, 2026 at 4:01 PM IST
GLENN PHILLIPS CATCH IN CPL: ગ્લેન ફિલિપ્સ ભલે બેટથી ખાસ પ્રભાવ ન પાડી શકે, પરંતુ જ્યારે પણ તે મેદાનમાં ઉતરે છે, ત્યારે તે ઘણીવાર એવા પરાક્રમો કરે છે જે દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે, કેરેબિયન પ્રીમિયર લીગમાં, તેણે એક એવો કેચ પકડ્યો છે જે જોઈને એવું લાગે છે કે તેના હાથમાં એક ચુંબક છે, જેના કારણે બોલ તરત જ તેની સાથે ચોંટી જાય છે. આ ક્ષણનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે; જે કોઈ તેને જુએ છે તે તેને એક કરતા વધુ વાર જોવા માટે મજબૂર થાય છે.
ફિલિપ્સ બેટથી ખાતું ખોલવામાં નિષ્ફળ
કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. ગુયાના એમેઝોન વોરિયર્સે પહેલા બેટિંગ કરી હતી, જેમાં ગ્લેન ફિલિપ્સને ઇનિંગ ઓપન કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જોકે, ચાર બોલનો સામનો કરવા છતાં, તે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો અને શૂન્ય રન પર આઉટ થયો. તેમ છતાં, શિમરોન હેટમાયરની સદીના કારણે, ટીમ 16 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવવામાં સફળ રહી.
Glenn Phillips! Stop That! 🤯🤯🤯
— CPL T20 (@CPL) September 1, 2026
A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U
ગ્લેન ફિલિપ્સે એક અનોખો અને શાનદાર કેચ પકડ્યો
આગળ, ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો, જેમાં સુનિલ નારાયણે ઇનિંગ ઓપન કરી. પોતાના બીજા બોલનો સામનો કરતી વખતે, નારાયણે ડ્વેઈન પ્રિટોરિયસના બોલ પર મોટો શોટ માર્યો. તે સિક્સર જ હતી, પરંતુ ગ્લેન ફિલિપ્સે અચાનક આવી ગયો અને બોલને શરીરથી દૂર રાખતા, તેણે એક હાથ લંબાવ્યો અને બોલ સીધો તેના હાથમાં ચોટી ગયો. અચાનક કેચ આવવાથી બધા જ દર્શકો, ફિલ્ડરો અને ખુદ ગ્લેન ફિલિપ્સ સ્તબ્ધ થઈ ગયા. પરિણામે, નરેનને ફક્ત એક રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું.
ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ નવ રનથી મેચ હારી ગયું
ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ 16 ઓવરમાં 7 વિકેટે 172 રન જ બનાવી શક્યું, અને મેચ નવ રનથી હારી ગયું. એવું કહી શકાય કે ઇનિંગ્સની શરૂઆતમાં ગ્લેન ફિલિપ્સે લીધેલો કેચ મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો. ફિલિપ્સનો આ કેચ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે; તે ચોક્કસપણે જોવા યોગ્ય છે.
આ પણ વાંચો:

