અફઘાનિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાપુર ઝાદરાનનું ભારતમાં નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ
ઝાદરાન ઘણા સમયથી ઈમ્યૂન સિસ્ટમ સંબંધિત બીમારીથી પીડાતા હતા અને દિલ્હીમાં તેમની સારવાર ચાલી રહી હતી

Published : July 7, 2026 at 3:47 PM IST
Shapoor Zadran Passes Away: અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપુર ઝાદરનનું મંગળવારે (7 જુલાઈ) લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 38 વર્ષના હતા.
ઝાદરન હિમોફેગોસાયટીક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH) નામની ખતરનાક બીમારીથી પીડાતા હતા. આ ઈમ્યૂન સિસ્ટમ સાથે સંબંધિત એક ખતરનાક વિકાર છે જે શરીરમાં બળતરા પેદા કરે છે અને ધીમે ધીમે અનેક અવયવોને નુકસાન પહોંચાડે છે.
અહેવાલો અનુસાર, શાપુર ઝાદરન ગયા વર્ષે ઑક્ટોબરમાં બીમાર પડ્યા હતા, ત્યારબાદ અફઘાન ડૉકટરોએ તેમને સારવાર માટે ભારત જવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેમને જાન્યુઆરીમાં દિલ્હી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન, IPL દરમિયાન અફઘાન ક્રિકેટરોએ ઘણી વખત તેમની મુલાકાત લીધી હતી.
શરૂઆતમાં સારવારની તેમના પર સારી અસર જોવા મળી હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ 20 દિવસ પછી, તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેઓ બીમારી અને મૃત્યુ સામે લડતા રહ્યા. આખરે 7 જુલાઈના રોજ તેમનું અવસાન થયું.
إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعُونَ
— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 2026
With profound grief and deep sorrow, the Afghanistan Cricket Board mourns the passing of former Afghanistan fast bowler Shapoor Zadran.
Shapoor Zadran was one of the foundation-laying figures of Afghanistan cricket, whose dedication,… pic.twitter.com/iPIAJ6HLkq
શાપુર ઝાદરાનની ક્રિકેટ કારકિર્દી
શાપુર અફઘાનિસ્તાનના શ્રેષ્ઠ બોલરોમાંના એક હતા અને તેમણે ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઝાદરાન 80 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા અને 80 વિકેટ લીધી. તેઓ નેશનલ ટીમ માટે 44 ODI અને 36 T20I રમ્યા, જેમાં અનુક્રમે 43 અને 37 વિકેટ લીધી. 2009 થી 2020 સુધી ફેલાયેલી તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, તેમણે ત્રણ ICC T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રદ્ધાંજલિ આપી
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શાપુર ઝાદરાનના નિધન પર ગાઢ દુ:ખ અને શોક વ્યક્ત કર્યા. તેઓએ ઈ-મેઈલમાં લખ્યું, "તેમની કારકિર્દી દરમિયાન, શાપુરે સન્માન, હિંમત અને ગર્વ સાથે અફઘાનિસ્તાન ક્રિકેટની સેવા કરી. તેમના યોગદાન અને સિદ્ધિઓ હંમેશા અફઘાનિસ્તાન ક્રિકેટના ઇતિહાસનો અભિન્ન ભાગ રહેશે અને નેશનલ ટીમ માટે તેમના પ્રયત્નો ક્યારેય ભૂલાશે નહીં."
"મેદાન પરની તેમની સિદ્ધિઓ ઉપરાંત, શાપૂર ઝાદરાન વિશ્વભરના ઘણા યુવા અફઘાન ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો માટે પ્રેરણાનો સાચો સ્ત્રોત હતા. તેમની લડાયક ભાવના, દૃઢ નિશ્ચય અને રમત પ્રત્યેના પ્રેમે ઘણા લોકોને આશા આપી અને એક પેઢીને મોટા સ્વપ્ન જોવા અને અફઘાન ક્રિકેટના ભવિષ્યમાં વિશ્વાસ રાખવા પ્રેરણા આપી. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે."
આ પણ વાંચો:

