ETV Bharat / sports

FIFA World Cup 2026: ફ્રાન્સે મોરક્કોને 2-0થી હરાવ્યું, સેમી ફાઈનલમાં પહોંચ્યું

આ જીત સાથે ફ્રાન્સ સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. મંગળવારે તે ડલાસમાં સ્પેન અથવા બેલ્જિયમ સાથે ટકરાશે

આ જીત સાથે ફ્રાન્સ સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. મંગળવારે તે ડલાસમાં સ્પેન અથવા બેલ્જિયમ સાથે ટકરાશે
આ જીત સાથે ફ્રાન્સ સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. મંગળવારે તે ડલાસમાં સ્પેન અથવા બેલ્જિયમ સાથે ટકરાશે (AP)
author img

By AFP

Published : July 10, 2026 at 3:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

ફોક્સબરો: જેમ જેમ ફિફા વર્લ્ડ કપ 2026 તેના અંતિમ પડાવ તરફ પહોંચી રહ્યો છે, તેમ તેમ ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ફ્રાન્સે ગુરુવારે રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં મોરોક્કોને 2-0થી હરાવી સેમી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.

આ હાર સાથે, મોરોક્કોના સ્ટાર ખેલાડી, ઇસ્માઇલ સાઇબારી માટે ટુર્નામેન્ટનો દોર પણ સમાપ્ત થઈ ગયો છે; તે અને તેની ટીમ હવે ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગયા છે. મોરોક્કોના કોચ, મોહમ્મદ ઓઆહબીએ આ વાતની પુષ્ટિ કરી. ફ્રાન્સ માટે, કિલિયન મ્બાપ્પેએ પહેલા હાફમાં ગોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ચૂકી ગયો; જોકે, તે પછીના પ્રયાસમાં સફળ રહ્યો. ત્યારબાદ ઓસ્માન ડેમ્બેલેએ ટીમ માટે બીજો ગોલ કર્યો.

આ ક્વાર્ટર ફાઇનલ વિજય સાથે, ફ્રાન્સે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે અને મંગળવારે ડલ્લાસમાં સ્પેન અથવા બેલ્જિયમનો સામનો કરશે. એમ્બાપ્પેએ મેચની 60મી મિનિટે મોરોક્કો સામે ગોલ કર્યો. આ તેના વર્લ્ડ કપ કારકિર્દીનો 20મો ગોલ છે, જેની સાથે તે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીથી ફક્ત એક ગોલ પાછળ છે. મેચનો બીજો ગોલ 66મી મિનિટે થયો.

બીજી તરફ, મેચ પહેલા, મોરોક્કોના કોચ મોહમ્મદ ઓઆહબીએ જણાવ્યું હતું કે સાઈબારી સિવાય, બધા ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. જણાવી દઈએ કે, ફ્રાન્સે 2022 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું અને હવે તે ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. ગુરુવારે રમાયેલી મેચમાં, ફ્રાન્સે મોરોક્કો પર પ્રભુત્વ બનાવી રાખ્યું હતું; તેઓએ સમગ્ર મેચ દરમિયાન કુલ 21 શોટ લીધા, જ્યારે મોરોક્કન ટીમ ફક્ત ચાર જ શોટ લગાવી શકી.

આ પણ વાંચો: