ETV Bharat / sports

T20 વર્લ્ડકપ: ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ પહેલા ભાવનગરના ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ, જાણો શું કહે છે તેમના મંતવ્યો

T20 વર્લ્ડકપની રોમાંચક મેચમાં આજે રવિવાર, 1 માર્ચના રોજ ભારતનો સામનો વેસ્ટ ઇન્ડીઝ સામે થઈ રહ્યો છે ત્યારે ભાવનગરની ભરુચા કલબના ખેલાડીઓના અલગ-અલગ મંતવ્યો જોણો.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ પહેલા ભાવનગરના ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ
ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ પહેલા ભાવનગરના ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : March 1, 2026 at 1:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: T20 વર્લ્ડકપની રોમાંચક મેચમાં આજે રવિવાર, 1 માર્ચના રોજ ભારતનો સામનો વેસ્ટ ઇન્ડીઝ સામે થઈ રહ્યો છે. ભારત માટે આ મેચ જીતવી ફરજિયાત છે, કારણ કે તે સુપર ફોરમાં પ્રવેશની સંભાવનાઓને મજબૂત કરશે. આ મેચને લઈને ભાવનગર શહેરના ભરુચા કલબમાં રમતા ક્રિકેટરો અને કોચમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટાયરે ETV Bharat, Gujarat દ્વારા લેવામાં આવેલા તેમના મતમાં, ભાવનગર શહેરમાં આવેલ ભરુચા કલબના ઉગતા ખેલાડીઓએ ભારતની જીતને લઈને પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે.

ભરુચા કલબના કોચ અને ખેલાડીઓ (ETV BHARAT GUJARAT)


કોચ અને ખેલાડીઓનો ઉત્સાહ:
સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના કોચ સરફરાજ ચૌહાણે જણાવ્યું કે, "વેસ્ટ ઈન્ડિઝ જેવી ધુરંધર ટીમ સામે રોમાંચક મેચ થશે. તેમના બેટ્સમેન અને બોલર સારા છે, પરંતુ ભારતના ઘરઆંગણે રમાતી હોવાથી થોડો ફાયદો થશે. ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર છે અને તે જીત જરૂર મેળવશે."

અન્ય કોચ સુરેશભાઈએ કહ્યું, "ક્રિકેટના બેઝ ઉપર જોઈએ તો ભારતનું પલડું ભારે છે. ભારત અંત સુધી લડનારી ટીમ છે. અભિષેક શર્મા ફોર્મમાં છે અને આખી ટીમ પણ ફોર્મમાં છે. લોકોની પ્રાર્થના અને ટીમની એકતા સાથે અમને વિશ્વાસ છે કે ફાઈનલ પણ ભારત જ જીતશે."

ભરુચા કલબના ખેલાડીઓ
ભરુચા કલબના ખેલાડીઓ (ETV BHARAT GUJARAT)

યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ:
ક્રિકેટર અર્ચિત પંડ્યાએ જણાવ્યું, "વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ ફોર્મમાં છે અને સારું બેટિંગ કરે છે, પરંતુ મેચ ભારતમાં હોવાનો ફાયદો આપણને મળશે. ભારતીય ટીમ યંગસ્ટર્સની છે અને બધા ફોર્મમાં છે. આજે જીતીને આપણે સુપર ફોર અને ફાઈનલમાં પહોંચીને કપ લઈને ઘરે પરત ફરીશું."

અન્ય ખેલાડી જય કહે છે કે, "વેસ્ટ ઈન્ડિઝનું સાઉથ આફ્રિકા સામે સારું પ્રદર્શન રહ્યું છે, ખાસ કરીને તેમના પાછળના ખેલાડીઓ રમી ગયા છે. આપણે બોલિંગમાં ખાસ ધ્યાન આપવું પડશે."

ભાવનગરની ભરુચા કલબ
ભાવનગરની ભરુચા કલબ (ETV BHARAT GUJARAT)

પૂર્વ રણજી ખેલાડીનો દાવો:
ભાવનગરના પૂર્વ રણજી ખેલાડી ઇનાયત પઠાણે જોરદાર આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, "T20 ફોર્મેટમાં ગમે ત્યારે નાના-મોટા ઉતાર-ચઢાવ આવતા હોય છે. આફ્રિકા સામે જે થયું તે દરેક મેચમાં નથી થતું. ભારત 150 ટકા જીતશે."

કોચ મહેબુબભાઈ પઠાણે ઉમેર્યું, "ફાઈનલ જીતવી હોય તો દરેક મેચ જીતવી પડશે. અભિષેક ફોર્મમાં આવી ગયો છે પણ બધાએ મહેનત કરવી પડશે. જીત તો ભારતની જ થશે."

આ પણ વાંચો:

  1. T20 વર્લ્ડ કપ: ન્યુઝીલેન્ડની હારથી પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બની
  2. IND vs WI: ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ કેવો છે? જાણો કોનું પલડું રહેશે ભારે