તો થઈ જાઓ તૈયાર..... ભાવનગરમાં રમાશે મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ, 16 જેટલી ટીમો આમને-સામને ટકરાશે
ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવા જઇ રહી છે.

Published : January 4, 2026 at 8:01 AM IST
|Updated : January 4, 2026 at 12:53 PM IST
ભાવનગર: ગુજરાતમાં મહાનગરપાલિકાઓની આંતર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંદાજે 15 વર્ષથી થઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઇ રહ્યું છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની મેયર 11 અને કમિશ્નર 11 ટીમો વચ્ચે મેચો યોજાશે. ભાવનગર શહેરમાં બે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસ સુધી તમામ ટીમો ટુર્નામેન્ટમાં ટકરાવાની છે. આ સાથે લાખોનો ખર્ચો ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન થવાનો છે. મહાનગરપાલિકા આજદિન સુધી આ ટુર્નામેન્ટ જીતી નથી.
કયા મહાનગરપાલિકાની ટીમો ટકરાશે
ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભાવનગર શહેરમાં યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને ભરૂચ ખાતે થવા જઈ રહ્યું છે. જેમાં રાજ્યની ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરની ટીમો ભાગ લેવાની છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાવાની છે જેમાં મેયર-11 અને કમિશનર-11 મળીને કુલ 16 જેટલી ટીમો ભાગ લેવાની છે. આવનાર દરેક ટીમો અને પ્લેયરોને ભાવનગર મહાનગરપાલિકા યજમાન હોવાથી વ્યવસ્થા સુચારુ ગોઠવી છે.
તારીખ 6 થી 9 સુધી ત્રણ દિવસ મેચો
ભાવનગરના કમિશનર નરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 6 થી લઈને 9 જાન્યુઆરી સુધી ભાવનગર યુનિવર્સિટી અને ભરૂચા ક્લબ ખાતેના ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે. જેમાં આઠ કોર્પોરેશનના મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનની ભાગ લેવાની છે. 250 જેટલા પ્લેયરો ભાગ લેવાના છે. મહાનગરપાલિકાએ સંપૂર્ણ આયોજન કર્યું છે. જેમાં ડે નાઈટનું પણ આયોજન છે. આપણે યજમાન પદે છીએ એટલે ભાવનગરની અંદર સારી છાપ લઈને જાય તેવા પ્રયત્નો છે.


આશરે 50 લાખનો ખર્ચ તેમજ CM ને આમંત્રણ
મહાનગરપાલિકાના કમિશનર નરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, બેઝિક વ્યવસ્થામાં ખર્ચો થાય છે જે આપણે એડવર્ટાઇઝના રાઈટ મુજબ ખર્ચ થશે. કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવનાર નથી પણ આમ જોઈએ તો 50 લાખ જેવો ખર્ચ થશે તેમાં રહેવાનો જમવાનો બધો ખર્ચ આવી ગયો છે. આપણે સીએમ અને ડેપ્યુટી સીએમને પણ આમંત્રિત કર્યા છે. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ, રનર અપ ટીમને ટ્રોફી, શ્રેષ્ઠ બેટ્સમેન, શ્રેષ્ઠ બોલર અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ પુરસ્કાર આપવામાં આવનાર છે. આ સાથે અંતમાં મહનગરપાલિકા દરેક સભ્યોને એક બેગ આપશે જેમાં ભાવનગરના ગાંઠિયા, દાસના પેંડા વગેરે જેવી વસ્તુઓ હશે તેમ મેયરે જણાવ્યું હતું.
આ પણ વાંચો:

