પિતાના અવસાન બાદ રિંકુ સિંહ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ નહીં રમે, BCCIએ મોટું અપડેટ જાહેર કર્યું
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી મેચમાં નહીં રમે. બીસીસીઆઈ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

Published : February 27, 2026 at 5:12 PM IST
RINKU SINGHS FATHER PASSES AWAY: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. 21 ફેબ્રુઆરીએ તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. 27 ફેબ્રુઆરી, શુક્રવારે સવારે 4:36 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવતા જ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
રિંકુના પિતાના નિધન પર BCCI સેક્રેટરીએ શું કહ્યું?
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે બોર્ડ આ મુશ્કેલ સમયમાં રિંકુની સાથે છે. IANS સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેણે કહ્યું, "BCCI વતી, હું આ મુશ્કેલ સમયમાં રિંકુ સિંહ અને તેના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રિંકુ સવારે 5 વાગ્યે ચેન્નાઈથી દિલ્હી પહોંચ્યો અને ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં ગયો હતો."
Greater Noida, Uttar Pradesh: The father of crickter Rinku Singh has passed away following a battle with liver cancer. He had been admitted to Yatharth Hospital on February 21 and was undergoing treatment in the ICU for several days.
— IANS (@ians_india) February 27, 2026
(Visuals from outside Yatharth Hospital) pic.twitter.com/Ou6kQ7Ye3v
રિંકુ વેસ્ટ ઈન્ડિઝ સામે નહીં રમે
દેવજીત સૈકિયાએ રિંકુ સિંહને લઈને વધુ એક મોટું અપડેટ આપ્યું છે, જેમાં તેણે પુષ્ટિ કરી છે કે તે સુપર 8ની આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. રિંકુ સિંહ ટીમ ઈન્ડિયા સાથે કોલકાતા જશે નહીં. તેમણે કહ્યું કે, આ અંગેનું અપડેટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ પહેલા સાઉથ આફ્રિકા સામેની મેચ બાદ પણ રિંકુ તેના પિતાને જોવા નોઈડા આવ્યો હતો પરંતુ તે પછી તે ફરીથી ટીમ સાથે જોડાયો હતો.
Deeply saddened to hear about demise of Khanchandra Singh, father of Rinku Singh. On behalf of the Board of Control for Cricket in India, I extend my heartfelt condolences to @rinkusingh235 & his family. May they find strength and peace in this difficult phase.@BCCI
— Devajit LON Saikia (@lonsaikia) February 27, 2026
ટીમ ઈન્ડિયા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ ઘણી મહત્વની રહેશે. તેને વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ તરીકે જોવામાં આવી રહ્યું છે. જે પણ ટીમ તે મેચ જીતશે તે સેમિફાઇનલમાં તેનું સ્થાન સીધું જ નિશ્ચિત કરશે. આ મેચ 1 માર્ચે કોલકાતામાં રમાશે.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચ સિવાય, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની બધી મેચ જીતી છે. સુપર-8 ના પહેલા મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર થઈ હતી. તે પહેલા, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતી હતી. પોતાની છેલ્લી મેચમાં, ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો:

