બીજી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું, સિરીઝ પર કર્યો કબ્ઝો
ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે હોબાર્ટમાં રમાઈ હતી.

Published : February 27, 2026 at 3:55 PM IST
|Updated : February 27, 2026 at 4:01 PM IST
IND W vs AUS W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે શ્રેણીની બીજી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. હોબાર્ટ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 251 રન બનાવ્યા હતા.
જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 36.1 ઓવરમાં આસાનીથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની જીતની હીરો જ્યોર્જિયા વોલ હતી જેણે 82 બોલમાં 101 રનની શાનદાર સદી ફટકારી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વનડે શ્રેણી 2-0થી જીતી લીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે 6 વિકેટે જીતી હતી.
Australia win by 5 wickets in Hobart.
— BCCI Women (@BCCIWomen) February 27, 2026
They take an unassailable lead of 2-0 in the #AUSvIND ODI series.
Scorecard▶️ https://t.co/2h7AVOuGrA#TeamIndia pic.twitter.com/xcv1HiaGCz
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ખૂબ જ સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ વચ્ચે 78 રનની ભાગીદારી થઈ હતી. મંધાનાએ 37 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. તેની વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ પલટાઈ ગઈ હતી. આ મેચમાં પ્રતિકા રાવલ અને હરમનપ્રીત કૌરે ચોક્કસપણે અડધી સદી ફટકારી હતી. પરંતુ તેના સિવાય અન્ય બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા.
A sensational knock from Georgia Voll powers her to a second ODI century 👏
— ICC (@ICC) February 27, 2026
📝: https://t.co/Sf3Hl7F3LW pic.twitter.com/7bHClOXvIq
રાવલે 81 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. સુકાનીપદની ઇનિંગ રમતા હરમનપ્રીતે 70 બોલમાં 54 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય અમનજોત કૌરે 15 રન, રિચા ઘોષે 22 રન, કાશવી ગૌતમે 25 રન અને ક્રાંતિ ગૌરે 19 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 251 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ અને એલાના કિંગે 2-2 વિકેટ લીધી હતી.
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત: સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, કાશવી ગૌતમ, ક્રાંતિ ગૌર, વૈષ્ણવી શર્મા, શ્રી ચરાણી.
ઑસ્ટ્રેલિયા: એલિસા હીલી (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, જ્યોર્જિયા વોલ, બેથ મૂની (વિકેટકીપર), એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, નિકોલા કેરી, અલાના કિંગ, મેગન શૂટ, ડાર્સી બ્રાઉન.
આ પણ વાંચો:

