ETV Bharat / sports

સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના લગ્નની શરણાઈઓ વાગી, જામનગરમાં પ્રી-વેડિંગ કાર્યક્રમ

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં અનંત અંબાણીના લગ્ન થયા હતા ત્યાંથી પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ.

અર્જુન તેંડુલકરના લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન્સ
અર્જુન તેંડુલકરના લગ્નનું પ્રી-વેડિંગ ફંક્શન્સ (ANI)
author img

By ANI

Published : March 4, 2026 at 1:10 PM IST

1 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અર્જુન અને સાનિયા ચંડોક 5 માર્ચ, 2026ના રોજ મુંબઈમાં લગ્નના તાંતણે બંધાશે. આ લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે, અને તેની તસવીરો-વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

લગ્નની તૈયારીઓની શરૂઆત મુકેશ અંબાણીના જામનગર ખાતેના ભવ્ય વાસમાંથી થઈ ગઈ છે, જ્યાં અનંત અંબાણીના લગ્ન થયા હતા. અહીં અર્જુન અને સાનિયાએ ભગવાન ગણેશજીની પૂજા કરીને આશીર્વાદ લીધા. મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત અંબાણી પરિવારે પણ આ ખુશીના અવસરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પિતા સચિન તેંડુલકરે માઈક હાથમાં લીધું અને દિલ ખોલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

3 માર્ચના રોજ મુંબઈમાં મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ હતી જેમાં સચિન તેંડુલકર, સારા તેંડુલકર અને અન્ય પરિવારજનો પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.

આ પ્રસંગે રવિ શાસ્ત્રી, હરભજન સિંઘ (તેમની પત્ની ગીતા બસરા સાથે) અને રાજ ઠાકરે પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. હરભજને સંગીતમાં ગીતો ગાઈને માહોલ બનાવ્યો હતો.

સાનિયા ચંડોક મુંબઈના મોટા બિઝનેસ પરિવારમાંથી આવે છે અને તે એક બિઝનેશ વુમેન છે. અર્જુન અને સાનિયાની સગાઈ ઓગસ્ટ 2025માં ખાનગી રીતે થઈ હતી. હવે લગ્નના માત્ર થોડા દિવસ બાકી છે.

આ લગ્ન ક્રિકેટ, બિઝનેસ અને રાજકારણના જગતને જોડે છે. અર્જુન ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે અને સાનિયા પણ પોતાના ક્ષેત્રમાં સફળ છે. લોકો આ યુગલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અર્જુન અને સાનિયાના લગ્ન 5 માર્ચના રોજ મુંબઈમાં ખાનગી અને પરંપરાગત રીતે યોજાશે. સચિન તેંડુલકરે ઘણી મોટી-મોટી હસ્તીઓને આ લગ્ન પ્રસંગમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચો:

  1. સચિન તેંડુલકરે પુત્ર અર્જુનના લગ્નમાં હાજરી આપવા, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, અમિત શાહ અને રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું
  2. સચિન તેંડુલકરના ઘરે વાગશે ઢોલ, અર્જુન અને સાનિયાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ
  3. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે પ્રખ્યાત ઉદ્યોગપતિની દીકરી સાથે કરી સગાઈ