ETV Bharat / sports

કેન્દ્રિયમંત્રી નિમુબેન અને મેયરે બેટ ફેરવ્યું, 6 થી 9 તારીખ 8 મહાનગરપાલિકાની 16 ટીમ વચ્ચે જંગ

ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.

16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : January 6, 2026 at 8:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભાવનગર: મહાનગરપાલિકાના યજમાન પદે 16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ શરૂ થઈ ચૂક્યો છે. તા. 6 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી બે મેદાનમાં મેચોની રમઝટ બોલવાની છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન, મેયર ભરતભાઇ બારડ, કલેકટર મનીષ બંસલ અને કમિશ્નર નરેન્દ્ર મિશ્રાએ હાથમાં બેટ પકડીને પ્રથમ મેચનો પ્રારંભ કરાવ્યો હતો.

મેયર-11 અને કમિશનર-11 ટીમોની ટુર્નામેન્ટ

ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત થઈ હતી. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સહિતને શુભેચ્છાઓ પાઠવું છું. મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનમા કુલ આઠ મહાનગરપાલિકાની ટીમો રમવાની છે. ભારત રમતગમત ક્ષેત્રે મજબૂત બની રહ્યા છે. રમતગમતના મંત્રી મનસુખભાઈ માંડવીયા, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકીએ પણ શુભેચ્છા સંદેશા પાઠવ્યા છે. આવનાર તમામ લોકોને આપણે આપણી વિરાસત અને સંસ્કૃતિ પણ આપણે બતાવીશું.

16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ (Etv Bharat Gujarat)
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ (Etv Bharat Gujarat)

એક બીજાના વિચારોનું આદાન પ્રદાન

શરૂ થયેલી ટુર્નામેન્ટને લઈને ભાવનગરના કમિશનર નરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, ભાવનગર ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં 16 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. દરેક અધિકારી પદાધિકારી એકબીજાને મળે અને પોતાના વિચારોનો આદાન-પ્રદાન થાય તેવા હેતુસર ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. આ રમાતી મેચોમાં તમામ લોકો અને ભાવનગરનાવાસીઓ તેનો આનંદ ઉઠાવે તેવી શુભેચ્છા છે.

16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ (Etv Bharat Gujarat)
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ (Etv Bharat Gujarat)
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ
16 ટીમો મહાનગરપાલિકાઓની વચ્ચે ક્રિકેટ જંગ (Etv Bharat Gujarat)
કેન્દ્રિયમંત્રી નિમુબેન ક્રિકેટ રમ્યા
કેન્દ્રિયમંત્રી નિમુબેન ક્રિકેટ રમ્યા (Etv Bharat Gujarat)

કઈ ટીમો અને કેટલા દિવસ ક્યાં આયોજન

કુલ 16 જેટલી ટીમો રમવાની છે. 6 જાન્યુઆરી થી લઈને 9 જાન્યુઆરી સુધી આયોજન થયું છે. જેમાં 6 જાન્યુઆરી એ જામનગર વડોદરા વચ્ચે, સુરત અને અમદાવાદ વચ્ચે, રાજકોટ અને ભાવનગર વચ્ચે મેચો રમાવાની છે જ્યારે 7 જાન્યુઆરીના રોજ ગાંધીનગર જુનાગઢ વચ્ચે, ભાવનગર ગાંધીનગર વચ્ચે, રાજકોટ જૂનાગઢ વચ્ચે, સુરત અમદાવાદ વચ્ચે અને વડોદરા, જામનગર વચ્ચે મેચો રમાવાની છે. ત્યારબાદ જીતેલી ટીમોની મેચોનું આયોજન તારીખ 8 જાન્યુઆરી અને ફાઇનલ 9 જાન્યુઆરીના રોજ યોજાવા જનાર છે. ભાવનગરના યુનિવર્સીટી ગ્રાઉન્ડ અને ભરુચા ક્રિકેટ કલબ ગ્રાઉન્ડમાં મેચોનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો:

  1. દક્ષિણ આફ્રિકા સામે વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ, ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો
  2. ઓસ્ટ્રેલિયાના ધુરંધર બેટ્સમેન ટ્રેવિસ હેડે રચ્યો ઈતિહાસ, એશિઝમાં ઓપનર તરીકે ત્રીજી સદી ફટકારી
  3. હિંમત સફળતાની ચાવી છે, પછી ભલે તે રમતગમત હોય કે સ્ટાર્ટઅપ્સ: વીરેન્દ્ર સેહવાગ