ETV Bharat / sports

40મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન, યુવાન ખેલાડીઓએ દાખવ્યો દમખમ

વર્ષ 1971 થી શરૂ થયેલી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે 40 મી વખત આયોજિત કરવામાં આવી હતી.

40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : January 4, 2026 at 7:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

જૂનાગઢ: 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા સંપન્ન થઈ છે. વહેલી સવારે સાત વાગ્યે રાજ્યના શિક્ષણ પ્રધાન ડો. પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફ કરાવીને સ્પર્ધાને શરૂ કરાવી હતી. ગુજરાતના 37 જિલ્લાના કુલ 1115 જેટલા ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સિનિયર-જુનિયર ભાઈઓ-બહેનોમાં કાજલ, રીંકલ, દીવાકર અને અલ્પેશે સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોની ચાર અલગ અલગ કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. સ્પર્ધાને જીતનાર તમામ ખેલાડીઓને ઇનામ અને રોકડ પારિતોષિત આપીને સન્માનવામાં આવ્યા હતા.

40 મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

વર્ષ 1971 થી શરૂ થયેલી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે 40 મી વખત આયોજિત કરવામાં આવી હતી. વહેલી સવારે રાજ્યના શિક્ષણ પ્રધાન ડો. પ્રદ્યુમન વાજા એ ફ્લેગ ઓફ કરીને આ સ્પર્ધાને ખુલી મૂકી હતી. ગુજરાતના 37 જિલ્લાઓમાંથી આવેલા 115 જેટલા સ્પર્ધકોએ ગિરનારને આંબવા માટે વહેલી સવારે સાત કલાકે દોટ મૂકી હતી ભાઈઓ અને બહેનોની સિનિયર અને જુનિયર કેટેગીરીમાં કાજલ, રીંકલ, દિવાકર અને અલ્પેશે સ્પર્ધા પૂર્ણ કરીને પહેલા ક્રમે વિજેતા રહ્યા હતા.

40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન (Etv Bharat Gujarat)
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન (Etv Bharat Gujarat)
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન (Etv Bharat Gujarat)

ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી 5500 પગથિયા તેવી જ રીતે બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાનું નિર્ધારિત અંતર રાખવામાં આવ્યું હતું, સૌથી ઓછા સમયમાં પૂર્ણ કરનાર 10 સ્પર્ધકોને 01 થી 10 ક્રમે વિજેતા જાહેર કરવામાં આવે છે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ હોવાને કારણે તેને ગિનિસ બુક અને લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સમાવવામાં આવી છે. 1971 થી શરૂ થયેલી આ સ્પર્ધાનું આયોજન વર્ષ 1996 થી રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે થઈ રહ્યું છે.

40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન (Etv Bharat Gujarat)
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન
40 મી ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા થઇ સંપન્ન (Etv Bharat Gujarat)

વિજેતા ખેલાડીઓનું પ્રદર્શન

જુનિયર બહેનોમાં કાજલ 38 મિનિટ અને 56 સેકન્ડમાં 4400 પગથિયાં ચડી અને ઉતરીને પ્રથમ ક્રમે રહી હતી તેવી જ રીતે સીનીયર બહેનોમાં રિંકલે 4400 પગથિયા ચળી અને ઉતરવા માટે 37 મિનિટ અને 47 સેકન્ડનો સમય લીધો હતો. જુનિયર ભાઈઓમાં દીવાકરે 11000 પગથિયા ચડી અને ઉતરવા માટે 62 મિનિટ અને 05 સેકન્ડ તો, સિનિયર ભાઈઓમાં અલ્પેશે 11000 પગથિયાં ચળી અને ઉતરવા માટે 62 મિનિટ અને 51 સેકન્ડ જેટલો સમય લીધો હતો. સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધામાં એક થી 10 ક્રમે વિજેતા રહેલા તમામ 40 સ્પર્ધકોને આગામી પહેલી ફેબ્રુઆરીના દિવસે આયોજિત થનારી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળી ગયો છે.

આ પણ વાંચો:

  1. "જો તમને ટીમમાંથી બહાર કરવામાં આવે તો.... IPL માંથી બહાર થયા પછી મુસ્તફિઝુર રહેમાનનું પહેલું નિવેદન
  2. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા, 2 ખેલાડીઓની આશ્ચર્યજનક વાપસી