3 જાન્યુઆરીથી શરૂ થશે 44 દિવસનો માઘ મેળો, આ 6 સ્નાનનો મુખ્ય મહિમા
માઘ મેળો એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પાવન સંગમ તટ પર દર વર્ષે ભરાતો એક વિશાળ આધ્યાત્મિક અને ધાર્મિક મેળો છે.

Published : December 22, 2025 at 2:35 PM IST
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલો માઘ મેળો મકર સંક્રાતિના દિવસે પૂર્ણ થશે, 44 દિવસ ચાલનારા આ મેળામાં દેશ અને દુનિયામાંથી લોકો, સાધુ, સંતો-મહંતો અને સનાતનીઓ ઉમટી પડશે.
માઘ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પાવન સંગમ તટ પર દર વર્ષે ભરાતો એક વિશાળ આધ્યાત્મિક અને ધાર્મિક મેળો છે. તે હિંદુ ધર્મનો એક અત્યંત પવિત્ર પર્વ છે. માન્યતા છે કે માઘ માસમાં સંગમમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાય જાય છે.
શાહી સ્નાન
માઘ મેળો તેના શાહી સ્નાન માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગયા વર્ષે મહાકુંભમાં પણ શાહી સ્નાન નિહાળવા અને ડૂબકી લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. શાહી સ્નાનના દિવસે અખાડાઓના સાધુ–સંતોની ભવ્ય શોભાયાત્રા સંગમ તરફ નીકળે છે અને પરંપરાગત વિધિ સાથે પવિત્ર ડૂબકી લગાવે છે.
માઘ મેળા દરમિયાન 6 સ્નાન મહત્વપૂર્ણ

29 દિવસનું કલ્પવાસ
ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ તટ પર દર વર્ષે ભરાતો માઘ મેળો શરૂ થવાનો છે. આ વખતે 3 જાન્યુઆરી 2026થી 15 ફેબ્રુઆરી 2026 સુધી ચાલનારો આ પવિત્ર મહોત્સવ પોષ પૂર્ણિમાના સ્નાનથી શરૂ થશે. તેનું સમાપન 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના સ્નાન સાથે થશે. આ આખો સમયકાળ ધાર્મિક રીતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ જ સમય દરમિયાન સંગમ તટ પર કલ્પવાસીઓની વિશાળ ભીડ ઉમટે છે.
ધબકતી આસ્થા
કલ્પવાસને માઘ મેળાનું હૃદય માનવામાં આવે છે. કલ્પવાસીઓ સરળ ટેન્ટ અને ઝૂંપડીઓમાં રહે છે. તેઓ દરરોજ ગંગાસ્નાન કરે છે, મંત્રજાપ, કીર્તન, પ્રવચન અને સાધનામાં લીન રહે છે. સાંસારિક ભોગોથી દૂર રહીને આધ્યાત્મિક જીવનનો અભ્યાસ કરે છે. પંચાંગ મુજબ આ વખતે કલ્પવાસ 29 દિવસનું રહેશે. આ દિવસોમાં સંગમ તટ પર ઉભી થતી ટેન્ટ સિટી આશરે 800 હેક્ટર વિસ્તારમાં બનાવવામાં આવશે.

