ETV Bharat / politics

બિહારમાં CM પદેથી નીતીશ કુમારે આપ્યું રાજીનામું, હવે કોણ બનશે નવા મુખ્યમંત્રી?

નીતીશ કુમારની છેલ્લી કેબિનેટ બેઠક બાદ મંત્રીઓ રડી પડ્યા, કહ્યું- નીતીશજીએ બિહાર માટે જે કર્યું છે તે બીજું કોઈ કરી શકે તેમ નથી.

બિહારના રાજકારણમાં આજે એક યુગનો અંત થવા જઈ રહ્યો છે
બિહારના રાજકારણમાં આજે એક યુગનો અંત થવા જઈ રહ્યો છે (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 14, 2026 at 1:34 PM IST

|

Updated : April 14, 2026 at 3:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

પટનાઃ બિહારના રાજકારણમાં આજે એક યુગનો અંત થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અંતિમ કેબિનેટ બેઠક પૂર્ણ થતાની સાથે જ સમગ્ર રાજકીય વર્તુળોમાં ભાવુકતાનો માહોલ છવાઈ ગયો. કેબિનેટની આ છેલ્લી બેઠકમાં જ્યારે નીતિશ કુમારે 'હું રાજીનામું આપવા જઈ રહ્યો છું' એવી જાહેરાત કરી ત્યારે હાજર રહેલા મંત્રીઓની આંખો ભીની થઈ ગઈ અને રાજ્ય મંત્રી લેસી સિંહ તો ખુલ્લેઆમ રડી પડ્યા હતા.

નવા મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા શરૂ

નીતિશ કુમારના રાજીનામાની જાહેરાત સાથે જ બિહારમાં સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ, નીતિશ કુમાર આજે બપોરે 3.15 વાગ્યે રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને મળીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. હવે, એક બેઠક દરમિયાન NDA વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. તેઓ સાંજે 4 વાગ્યે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં એનડીએ વિધાનમંડળ દળની બેઠક યોજાશે, જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે.

બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે, "એનડીએની બેઠક શામ 4 વાગ્યે સેન્ટ્રલ હોલમાં થશે અને આ બેઠકમાં મુખ્યમંત્રીના ચહેરા પર મહોર લાગશે. અંતિમ કેબિનેટ હોવાથી સારું તો નથી લાગી રહ્યું પરંતુ રાજકીય અને સામાજિક જીવનમાં આવી વસ્તુઓનું આવવું-જવું ચાલુ રહે છે."

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા બિહાર સરકારના મંત્રી રામકૃપાલ યાદવે જણાવ્યું હતું કે, "આ એક અત્યંત ભાવુક પળ હતી. મુખ્યમંત્રીએ કેબિનેટના સભ્યો અને બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. નીતિશ કુમાર જીએ રાજ્ય માટે જે કંઈ કર્યું છે, તેવું કોઈએ નથી કર્યું. આજે દરેક જણ ભાવુક હતા."

બિહાર સરકારમાં રાજ્ય મંત્રી તરીકે કાર્યરત લેસી સિંહ પણ પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યા અને રડી પડ્યા હતા. તેમણે કહ્યું, "આજની પળ ભાવુક અને ગૌરવ બંનેથી ભરેલી છે. અમે 1995 થી નીતિશ કુમારના સંઘર્ષમાં તેમની સાથે છીએ. તેમણે એક વાલીની જેમ અમને સ્નેહ આપ્યો અને આગળ વધાર્યા છે."

નવી સરકારમાં કોની ભૂમિકા શું હશે?

નીતિશ કુમારના રાજીનામા સાથે જ બિહારમાં ભાજપ અને જદયુની ભૂમિકા બદલાઈ જશે. અત્યાર સુધી જદયુ 'મોટા ભાઈ'ની ભૂમિકામાં હતી અને ભાજપ 'નાના ભાઈ'ની, પરંતુ હવે આ સમીકરણ ઊલટાઈ જશે. ચર્ચા છે કે હાલના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવા માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે પટના પહોંચી ચૂક્યા છે.

આ ઉપરાંત નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની પણ નવી સરકારમાં મહત્વની ભૂમિકા હોવાની શક્યતા છે. તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમને ગૃહ વિભાગ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. નીતિશ કુમારના નજીકના સહયોગી વિજય ચૌધરી વિધાનસભા અધ્યક્ષ બની શકે છે.

બિહારના મંત્રી લખન દેવ પાસવાને જણાવ્યું કે, "મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના લોકોને અભિનંદન આપ્યા છે અને તેમના પર ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે એક ખુશહાલ અને મજબૂત બિહાર બન્યું છે અને હવે જે સરકાર બનશે તેમાં તેઓ માર્ગદર્શકની ભૂમિકા ભજવશે."

વડાપ્રધાન મોદીનું આગમન અને શપથ ગ્રહણ સમારોહ

મળતી માહિતી મુજબ, 14 એપ્રિલની મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પટના પહોંચી રહ્યા છે. તેઓ લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે શપથ ગ્રહણ સમારોહ અત્યંત સાદગીથી યોજવાની તૈયારી છે.

RJDનો કટાક્ષ

દરમિયાન, બિહારના રાજકીય ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા આરજેડીના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ કટાક્ષ કર્યો હતો કે, "અમે 5-6 વર્ષ પહેલા જ કહી દીધું હતું કે જદયુ નામની પાર્ટી બિહારમાં નહીં રહે. ભાજપ જ્યાં પણ જાય છે ત્યાં પોતાના સાથી પક્ષોને કિનારે લગાવી દે છે અને તે જ હવે દેખાઈ રહ્યું છે."

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભલે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી રહ્યા છે, પરંતુ બિહારની સિયાસતમાં તેમનો દબદબો અને પ્રભાવ યથાવત રહેશે. જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને રાજ્યસભા સભ્ય તરીકે તેઓ કેન્દ્રમાં રહીને પણ બિહારની રાજનીતિને દિશા આપતા રહેશે.

આ પણ વાંચો...

  1. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું MLCના પદ પરથી રાજીનામું, મુખ્યમંત્રી બન્યા રહેશે
  2. નીતિશ કુમારે લીધા મુખ્યમંત્રી પદના શપથ, જાણો કોણ બન્યા નાયબ મુખ્યમંત્રી
Last Updated : April 14, 2026 at 3:28 PM IST