ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત, ઉપાધ્યક્ષ, મહામંત્રી, મોરચા પ્રમુખોની નિમણૂંક કરાઈ, જુઓ લિસ્ટ
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં નવા પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, તથા મોરચા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

Published : December 27, 2025 at 10:58 PM IST
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરતા નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં નવા પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, તથા મોરચા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટીમમાં 10 ઉપપ્રમુખ છે, જ્યારે 4 મહામંત્રી અને 10 મંત્રી છે. ડો. પરિન્દુ ભગતને કોષાધ્યક્ષ બનાવાયા છે. તો શ્રીનાથભાઈ શાહને કાર્યાલય મંત્રી બનાવાયા છે. ડો. અનિલ પટેલેને મુખ્ય પ્રવક્તા અને પ્રશાંતભાઈ વાળા મીડિયા ઈન્ચાર્જ તરીકે નિમણૂંક અપાઈ છે. આ ઉપરાંત યુવા મોરચો, મહિલા મોરચો, ઓબીસી મોરચો, એસ.સી તથા એસ.ટી મોરચો અને લઘુમચી મોરચાના પ્રમુખના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @J_I_Vishwakarma જી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) December 27, 2025
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના… pic.twitter.com/127qmINvh1
આ પણ વાંચો:

