ETV Bharat / politics

માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા, ભાજપના સતીશ પટેલ સામે સીધી ટક્કર

ભીખાભાઈ રબારી લાંબા સમયથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને પક્ષના સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા
માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 12, 2026 at 9:36 PM IST

|

Updated : July 12, 2026 at 10:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

વડોદરા: વડોદરાની રાજકીય રીતે મહત્વની ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસે પક્ષના વરિષ્ઠ નેતા ભીખાભાઈ રબારીને ઉમેદવાર જાહેર કરતાં હવે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણી જંગ જામશે. ભાજપે અગાઉ પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ કોના પર દાવ લગાવશે તે અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.

કોણ છે ભીખાભાઈ રબારી?
ભીખાભાઈ રબારી લાંબા સમયથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને પક્ષના સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા છે. અગાઉ તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગ રાજ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને વડોદરા શહેરના કોંગ્રેસના વરિષ્ઠ ચહેરા તરીકે ઓળખ ધરાવે છે. સંગઠનાત્મક અનુભવ અને જાહેર જીવનમાં લાંબા કાર્યકાળને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને માંજલપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા (ETV Bharat Gujarat)

ભાજપે સતીશ પટેલને બનાવ્યા છે ઉમેદવાર
બીજી તરફ ભાજપે આ બેઠક માટે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે તેમજ સહકારી ક્ષેત્ર અને ભાજપના સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી હતી માંજલપુરની બેઠક
માંજલપુર બેઠક પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી, જેને પગલે ચૂંટણી પંચ દ્વારા 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો જાહેર થતાં હવે બંને મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારને વેગ આપશે. આગામી દિવસોમાં સ્ટાર પ્રચારકોની સભાઓ, ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને મતદારો સુધી પહોંચવાના પ્રયાસો તેજ બનવાની શક્યતા છે.

કોંગ્રેસ દ્વારા ભીખાભાઈ રબારીના નામની જાહેરાત બાદ માંજલપુર પેટાચૂંટણીનું રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. હવે ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ચૂંટણી ટક્કર જોવા મળશે, જ્યારે 30 જુલાઈના મતદાન અને 3 ઓગસ્ટના પરિણામો પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો:

  1. એક પેડ માં કે નામ: કેન્દ્રિય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર
  2. રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોત આજે અમદાવાદમાં, રામ મંદિર ચોરી મામલે BJP-RSS પર કર્યા આકરા પ્રહાર
Last Updated : July 12, 2026 at 10:14 PM IST