ETV Bharat / opinion

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની રેસ થઈ રસપ્રદ, જાણો ભારત કોને આપી શકે છે પોતાનું સમર્થન

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પદ માટે સાત દાવેદારો મેદાનમાં છે. ગ્લોબલ સાઉથનો અવાજ બની ગયેલું ભારત આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવાર, 14 જુલાઈ, 2026 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા.
વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવાર, 14 જુલાઈ, 2026ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા ((IANS/X/@DrSJaishankar)
author img

By Aroonim Bhuyan

Published : July 29, 2026 at 7:09 PM IST

7 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના આગામી મહાસચિવ માટેની રેસમાં ભારતના રાજદ્વારી દ્રષ્ટિકોણથી એક નિર્ણાયક તબક્કે આગળ વધી રહી છે. વૈશ્વિક વ્યવસ્થામાં ચાલી રહેલા યુદ્ધો, ભૂરાજકીય હરીફાઈ અને બહુપક્ષીય સંસ્થાઓ પર વધતા અવિશ્વાસ વચ્ચે, નવી દિલ્હી એક એવા સંયુક્ત રાષ્ટ્રના વડાની શોધમાં છે જે મુખ્ય મહાશક્તિઓ અને વિકાસશીલ દેશો વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરી શકે.

રવિવારે, યુગાન્ડાના 75 વર્ષીય ઓલારા ઓતુન્નુ આ પ્રતિષ્ઠિત પદ માટેની રેસમાં ઉતરનારા નવા ઉમેદવાર બની ગયા છે. આ પદની રેસમાં ઉતરનારા તેઓ બીજા આફ્રિકન અને કુલ સાતમા આફ્રિકન ઉમેદવાર છે. ઓતુન્નુની ઉમેદવારી રસપ્રદ બનાવે છે, તે એ છે કે તેમણે પોતાને સંયુક્ત રાષ્ટ્ર માટે એક અનુભવી સુધારક તરીકે ગણાવ્યા છે. તેઓ આ સંસ્થાને મજબૂત બનાવવાની સાથે-સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને જળવાયું પરિવર્તન જેવા ઉભરતા પડકારો માટે તૈયાર કરવા માંગે છે.

પરંતુ 2026ની આ ચૂંટણી રેસમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરી રહ્યો છે, કે આગામી મહાસચિવ ક્યાં પ્રદેશમાઁથી હોવા જોઈએ ?

પ્રાદેશિક પરિભ્રમણ (વારાફરતી જુદા-જુદા પ્રદેશોને તક)ની અનૌપચારિક વ્યવસ્થાનું નોંધપાત્ર રાજકીય મહત્વ છે, ભલે આ કોઈ ઔપચારિક નિયમ નથી. વર્તમાન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પોર્ટુગલથી છે અને તેથી તેઓ પશ્ચિમ યુરોપિયન અને અન્ય દેશોના જૂથમાંથી આવે છે. તેમના પુરોગામી, બાન કી-મૂન, એશિયાથી હતા, જ્યારે કોફી અન્નાન આફ્રિકાથી હતા.

14 જુલાઈ, 2026, મંગળવારના રોજ ન્યૂયોર્કમાં વિદેશ મંત્રી એસ. જયશંકર 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે ભારતના અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છે.
14 જુલાઈ, 2026, મંગળવારના રોજ ન્યૂયોર્કમાં વિદેશ મંત્રી એસ. જયશંકર 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે ભારતના અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છે. (IANS/X/@DrSJaishankar)

આ કારણોથી આ દલીલો મજબૂત થઈ છે કે આગામી મહાસચિવ ચૂંટવા માટે લેટિન અમેરિકા અને કેરેબિયન પ્રદેશ સૌથી મજબૂત સ્થિતિમાં છે. આ ઉપરાંત પ્રથમ વખત કોઈ મહિલાને મહાસચિવ ચૂંટવાની શક્યતા પણ આ ચૂંટણીની એક મહત્વપૂર્ણ વિશેષતા છે. કુલ સાત ઉમેદવારોમાંથી ચાર મહિલાઓ છે. જેનાથી એક અનોખી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે, જ્યાં લિંગ પ્રતિનિધિત્વ અને પ્રાદેશિક પરિભ્રમણ બંને એક સાથે સમન્વય સાધી રહ્યો છે, કારણ કે ઘણી મજબૂત મહિલા દાવેદારો તે પ્રદેશ (લેટિન અમેરિકા) માંથી છે જેને ઘણા રાજદ્વારીઓ આગામી કાર્યકાળ માટે સૌથી યોગ્ય માની રહ્યા છે.

વર્તમાન દાવેદારોમાં, લેટિન અમેરિકા અને કેરેબિયન પ્રદેશના ઉમેદવારો દબદબો ધરાવે છે. આમાં ચિલીની મિશેલ બાચેલેટ, કોસ્ટા રિકાની રેબેકા ગ્રીન્સપૈન, ઇક્વાડોરની મારિયા ફર્નાન્ડા એસ્પિરોસા અને ગુયાનાની કેરોલિન રોડ્રિગ્ઝ-બિર્કેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્જેન્ટિનાના રાફેલ મારિયાનો ગ્રોસી પણ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની રેસમાં છે.જ્યારે આફ્રિકામાંથી અન્ય ઉમેદવાર સેનેગલના મેકી સેલ છે.

ઓતુન્નુ ઉપરાંત, અન્ય છ ઉમેદવારોએ પણ તેમની ઓનોખી ખુબીઓ વર્ણાવી

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના ડિરેક્ટર-જનરલ તરીકે સેવા આપતા ગ્રોસી આ રેસમાં સૌથી મુખ્ય ટેકનિકલ નિષ્ણાત છે. આર્જેન્ટિનાએ નવેમ્બર 2025 માં તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા, જેનાથી તેઓ આ રેસમાં પ્રથમ ઔપચારિક ઉમેદવાર બન્યા હતા. તેઓ દાવો કરે છે કે તેઓ એક અનુભવી રાજદ્વારી છે જે સુપરપાવર હરીફાઈઓ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા કટોકટીઓને ઉકેલવામાં સક્ષમ છે.

14 જુલાઈ, 2026, મંગળવારના રોજ ન્યૂયોર્કમાં વિદેશ મંત્રી એસ. જયશંકર 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે ભારતના અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છે.
14 જુલાઈ, 2026, મંગળવારના રોજ ન્યૂયોર્કમાં વિદેશ મંત્રી એસ. જયશંકર 2028-29ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે ભારતના અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છે. (IANS/X/@DrSJaishankar)

ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાચેલેટે બે વાર દેશનું નેતૃત્વ કર્યું છે, અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારો માટે ઉચ્ચ કમિશનર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેમની વૈશ્વિક ઓળખ રાજકીય અનુભવ અને સંયુક્ત રાષ્ટ્રમાં કામનો ટ્રેક રેકોર્ડ તેમનો સરકારી અને બહુપક્ષીય મંચો બંનેમાં મજબૂત અનુભવ દર્શાવે છે. તેમનો દાવો છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્રની નૈતિક વિશ્વસનીયતા અને રાજકીય સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરી શકે છે.

કોસ્ટા રિકાએ માર્ચ 2026 માં ગ્રિન્સપાનને ઉમેદવાર જાહેર કર્યા હતા. તેઓ UNCTADના મહાસચિવ છે અને યુએન તથા ઇન્ટર-અમેરિકન ડેવલપમેન્ટ ફ્રેમવર્કમાં વરિષ્ઠ હોદ્દા સંભાળ્યા છે. તેમણે પોતાને વિકાસ-કેન્દ્રિત બહુપક્ષીયવાદી તરીકે રજૂ કર્યા છે જે વૈશ્વિક સુરક્ષા અને ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) ની આર્થિક ચિંતાઓ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે.

એસ્પિરોસાએ એક્વાડોરના વિદેશ મંત્રી સહિત વરિષ્ઠ સરકારી હોદ્દાઓ સંભાળ્યા છે અને 2018-19 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના પ્રમુખ હતા. યુએનના ઉચ્ચતમ સ્તરે તેમનો કામ કરવાનો અનુભવ તેમને આ સંસ્થાની સંસ્થાકીય શક્તિઓ અને નબળાઈઓની ઊંડી સમજ આપે છે. મહાસચિવ પદની રેસમાં, તેમનો દાવો છે કે, સુધારાવાદી વિચારધારા ધરાવનારી વ્યક્તિ જ સંયુક્ત રાષ્ટ્રની સભ્ય હોય. તેઓ માને છે કે, સંયુક્ત રાષ્ટ્રને એક મોટા સંસ્થાગત તેમજ રાજકીય પરિવર્તનની જરૂર છે, અને એક મહિલાએ જ આ પરિવર્તનનું નેતૃત્વ કરવું જોઈએ.

રોડ્રિગ્સ-બિર્કેટ આ રેસમાં કેરેબિયન અને ગ્લોબલ સાઉથનો એક અલગ દ્રષ્ટિકોણ લઈને આવ્યા છે. ગુયાનાએ જૂન 2026 માં તેમને ઉમેદવાર જાહેર કર્યા હતાં. તેઓ એક અનુભવી રાજદ્વારી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી છે જેમને રાષ્ટ્રીય સરકાર અને બહુપક્ષીય રાજદ્વારી બંનેમાં વ્યાપક અનુભવ છે. તેમનું માનવું છે કે નાના દેશના રાજદ્વારી તરીકે, તેઓ વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશો, આબોહવા પરિવર્તનથી પ્રભાવિત દેશો અને કેરેબિયન ક્ષેત્રનો અવાજ વધુ મજબૂત બનાવી શકે છે.

સૉલ 2012 થી 2024 સુધી સેનેગલના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમને બુરુન્ડી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, તે સમયે તેઓ આફ્રિકન સંઘના અધ્યક્ષ હતા. ત્યાર બાદથી તેમની ઉમેદવારીને સેનેગલના વર્તમાન રાષ્ટ્રપતિ, બાસિરૂ દિયોમાયે ફાયેનું પણ સમર્થન મળી ચુક્યું છે.

આ સમર્થન રાજકીય રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ફાયેએ સૉલ બાગ સત્તા સંભાળી હતી અને પહેલા તેઓ સૉલના કેટલાક નિર્ણયોના ટીકાકાર રહ્યાં હતાં. ફાયે સરકારે આ ઉમેદવારીને આફ્રિકાની સેવામાં સેનેગલની ઉમેદવારી તરીકે વર્ણવી છે. સૉલે પોતાને એક અનુભવી આફ્રિકન રાજકારણી તરીકે રજૂ કર્યા છે જે આફ્રિકા અને વિકાસશીલ વિશ્વની ચિંતાઓને યુએનના એજન્ડાના કેન્દ્રમાં લાવી શકે છે.

જાહેર અભિયાનો અને મહાસભાની ટાઉન હોલ બેઠકો છતાં, વાસ્તવિક અને નિર્ણાયક મુકાબલો મુખ્યરીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બંધ દરવાજા પાછળ થશે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના પ્રમુખ અનાલેના બેરબૉક 28 એપ્રિલ, 2026, મંગળવારના રોજ નવી દિલ્હીમાં તેમની ભારત મુલાકાત દરમિયાન રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના પ્રમુખ અનાલેના બેરબૉક 28 એપ્રિલ, 2026, મંગળવારના રોજ નવી દિલ્હીમાં તેમની ભારત મુલાકાત દરમિયાન રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા (IANS/X/@UNinIndia)

સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર મુજબ, સુરક્ષા પરિષદની ભલામણ પર મહાસભા દ્વારા મહાસચિવની નિમણૂક કરવામાં આવે છે. આનો સીધો અર્થ એ છે કે જો કોઈ ઉમેદવારને યુએનના તમામ 193 સભ્યો તરફથી વ્યાપક સમર્થન મળે તો પણ, સુરક્ષા પરિષદનો એક કાયમી સભ્ય તેને અવરોધિત કરી શકે છે.

સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો - યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ - તેમના વીટો પાવરનો ઉપયોગ કરીને કોઈપણ ઉમેદવારને આગળ વધતા અસરકારક રીતે રોકી શકે છે. તેથી, આ પદ માટે એવા ઉમેદવારની જરૂર છે જે ગંભીર ભૂરાજકીય મતભેદો અને જૂથોથી વિભાજિત વિશ્વના તમામ પક્ષોને સ્વીકાર્ય હોય.

આગામી યુએન સેક્રેટરી જનરલ માટે 2026 ની ચૂંટણી માટે ભારતનો અભિગમ વ્યૂહાત્મક હિતો, પ્રાદેશિક પ્રતિનિધિત્વ, યુએન સિસ્ટમમાં સુધારા અને મુખ્ય ભૂરાજકીય વિભાજનમાં વિશ્વસનીયતા દર્શાવી શકે તેવા ઉમેદવારની જરૂરિયાત પર આધારિત હોવાની શક્યતા છે. જો કે, નવી દિલ્હીએ હજુ સુધી આ રેસમાં રહેલા કોઈપણ વર્તમાન ઉમેદવારોને જાહેર સમર્થન આપ્યું નથી.

ભારત સંયુક્ત રાષ્ટ્રનો એક મુખ્ય સભ્ય પણ છે, જે ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો)નો અગ્રણી અવાજ છે, અને 2028-29 વર્ષ માટે સુરક્ષા પરિષદમાં અસ્થાયી બેઠક માટેની રેસમાં પણ છે.

તેથી, ભારતનો પ્રભાવ મુખ્યત્વે તેની રાજદ્વારી, મહાસભામાં તેની મોટી વોટબેંક, ગ્લોબલ સાઉથ સાથેના તેના મજબૂત સંબંધો અને તમામ મુખ્ય શક્તિઓ સાથે વાટાઘાટો કરવાની તેની ક્ષમતા પરથી ઉતરી આવે છે.

સેક્રેટરી (પશ્ચિમ) સિબી જ્યોર્જ શનિવાર, 25 એપ્રિલ, 2026 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ એનાલેના બેરબૉકને મળ્યા . (IANS/X/@MEAIndia)

સેક્રેટરી (પશ્ચિમ) સિબી જ્યોર્જ શનિવાર, 25 એપ્રિલ, 2026 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અનાબેલા બારબૉક સાથે મુલાકાત કરી
સેક્રેટરી (પશ્ચિમ) સિબી જ્યોર્જ શનિવાર, 25 એપ્રિલ, 2026 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અનાબેલા બારબૉક સાથે મુલાકાત કરી ((IANS/X/@MEAIndia))

નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અસ્વ નારાયણ રોયના જણાવ્યા અનુસાર, ટલાટેલોલ્કોની સંધિ (સત્તાવાર રીતે લેટિન અમેરિકા અને કેરેબિયનમાં પરમાણુ શસ્ત્રોના પ્રતિબંધ પરની સંધિ) હેઠળ લેટિન અમેરિકાને વિશ્વનો પ્રથમ પરમાણુ મુક્ત ક્ષેત્ર બનાવવામાં આ પ્રદેશે યુએનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

લેટિન અમેરિકાના નિષ્ણાત રોયે ETV ભારતને જણાવ્યું હતું કે, "ટલાટેલોલ્કોની સંધિને એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે કારણ કે તે કદાચ વિશ્વનો એકમાત્ર પ્રદેશ છે જેને UN અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પરમાણુ મુક્ત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં શાંતિનો ક્ષેત્ર બનાવવામાં લેટિન અમેરિકન દેશોએ UNમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેથી, UN મહાસચિવની ચૂંટણીમાં તેમને મોટો ફાયદો થશે"

તેમણે એવો મત વ્યક્ત કર્યો કે, સાત ઉમેદવારોમાંથી ચિલીના બાચેલેટની જીતવાની શક્યતા સૌથી વધુ પ્રબળ છે. રોયે કહ્યું, "તેઓ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનના પ્રમુખ પણ હતા અને બે વખત ચિલીના રાષ્ટ્રપતિ પણ રહી ચુક્યા છે.

તેમણે ઉમેર્યું કે આ બધાને ધ્યાનમાં રાખીને, ભારતનો મત મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું, "ઉમેદવાર A અથવા Bના પક્ષમાં સમર્થનમા એકત્રિત કરવાની ભારતની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે. તેથી, તમે અપેક્ષા રાખી શકો છો કે આમાંથી કેટલાક ઉમેદવારો ભારતીય વડા પ્રધાન સાથે મુલાકાત કરશે અને ચર્ચા અને લોબિંગ માટે દિલ્હી આવશે."

વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન થિંક ટેન્કના સિનિયર ફેલો અને આફ્રિકન બાબતોના નિષ્ણાત રુચિરા બેરીનું પણ માનવું હતું કે લેટિન અમેરિકન અને કેરેબિયન ક્ષેત્રના ઉમેદવાર પાસે ગુટેરેસના સ્થાને આવવાની સૌથી મજબૂત તક છે. બેરીએ કહ્યું, "આફ્રિકામાં ફક્ત બે ઉમેદવારો છે, જ્યારે લેટિન અમેરિકન અને કેરેબિયન ક્ષેત્રમાં ચાર ઉમેદવારો છે,"

જ્યારે તેણી રોય સાથે સંમત થઈ કે બેચેલેટ પાસે જીતવાની ખૂબ જ મજબૂત તક છે, ત્યારે તેણીએ IAEA ના વડા તરીકેના તેમના અનુભવને ધ્યાનમાં રાખીને આર્જેન્ટિનાના ગ્રોસીને નકારી કાઢ્યા નહીં. ભારતની વાત કરીએ તો, બેરીએ કહ્યું કે નવી દિલ્હી ગ્લોબલ સાઉથના ઉમેદવારને ટેકો આપશે.

તેમણે કહ્યું, "ગ્લોબલ સાઉથનો અવાજ બનીને, ભારત એવા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને જોવા માંગે છે જે વિકાસશીલ દેશો સામે આવનારા પડકારોને સચોટતા સાથે ઉપાડી શકે"

2026ના મહાસચિવ પદની ચૂંટણી ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે, તે એવા સમયે આવી રહી છે જ્યારે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં એક મોટી ભૂમિકા શોધી રહ્યું છે.

ભારતની મુખ્ય દલીલ એ છે કે વૈશ્વિક શાસન પ્રણાલી 1945 ના સત્તા સંતુલનને બદલે 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. સેક્રેટરી-જનરલ એકલા હાથે સુરક્ષા પરિષદમાં સુધારો કરી શકતા નથી અથવા સંયુક્ત રાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકતા નથી. પરંતુ આ પદ ધરાવનાર વ્યક્તિ ચર્ચાઓને અસર કરી શકે છે, સર્વસંમતિ બનાવી શકે છે અને સંગઠનની પ્રાથમિકતાઓ નક્કી કરી શકે છે.

તેથી, ભારત માટે આદર્શ ઉમેદવાર કદાચ તે હશે જે ભૂ-રાજકીય મડાગાંઠ ઉકેલવામાં અને સંયુક્ત રાષ્ટ્રને વધુ અસરકારક અને પ્રતિનિધિ સંસ્થા બનાવવામાં મદદ કરી શકે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકના વ્યક્તિગત છે.)