ETV Bharat / opinion

IRIS દેના જહાજના ડૂબવાની ઘટનાનું વિશ્લેષણ: અમેરિકાનો મેસેજ સંદેશ અને ભારત પર તેની અસરો

બહુપક્ષીય અભ્યાસ માટે ઈરાની યુદ્ધ જહાજોનું આયોજન કરવું (જેમ ભારતે કર્યું હતું) એ દિલ્હીની વિદેશ નીતિ અને બિન-પશ્ચિમી ભાગીદારો સુધી પહોંચનો એક ભાગ છે.

ઇરાની સબમરીન IRIS દેનાને ભારતના વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ દરમિયાન બંગાળની ખાડીમાં જોવામાં આવી હતી.
ઇરાની સબમરીન IRIS દેનાને ભારતના વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ દરમિયાન બંગાળની ખાડીમાં જોવામાં આવી હતી. (AP)
author img

By C Uday Bhaskar

Published : March 10, 2026 at 11:45 AM IST

5 Min Read
Choose ETV Bharat

4 માર્ચ 2026ના રોજ અમેરિકન નેવીની એક સબમરીને શ્રીલંકાના દક્ષિણ કિારા પર ગાલે નજીક હિન્દ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય પાણીમાં ઇરાનના આધુનિક યુદ્ધ જહાજ IRIS Denaને ડૂબાડી દીધું. આ ઘટના સમય અને સંદર્ભને ધ્યાનમાં રાખતા ભારત માટે સંભવિત અર્થ અને મેસેજ લઇને આવી છે.

IRIS દેના (2021માં કાર્યરત આધુનિક મૌજ-ક્લાસ ફ્રિગેટ) એ તાજેતરમાં ફેબ્રુઆરીના મધ્યમાં વિશાખાપટ્ટનમમાં ભારત દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2026માં ભાગ લીધો હતો, ત્યારબાદ મિલન બહુપક્ષીય નૌકાદળ અભ્યાસ થયો હતો.

ભારતીય નૌકાદળે "મિત્રતાના પુલ" ના મેસેજ સાથે ભાગ લેનારા વિદેશી જહાજોનું જાહેરમાં સ્વાગત કર્યું હતું. ભારતીય નૌકાદળ સાથે વાતચીત પૂર્ણ કર્યા બાદ, દેનાએ ઈરાન પરત ફરવાનો રસ્તો નક્કી કર્યો અને 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇરાન યુદ્ધ શરૂ થવા છતા બંગાળની ખાડીમાંથી શ્રીલંકા નજીક હિન્દ મહાસાગર તરફ આગળ વધ્યું હતું.

4 માર્ચે, જેમ જેમ યુદ્ધ (અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સામેલ હતા) વધ્યું, અમેરિકાની લોસ એન્જલસ-ક્લાસ પરમાણુ સંચાલિત સબમરીન યુએસએસ શાર્લોટ (એક SSN)એ માર્ક 48 ટોર્પિડો છોડ્યો હતો, જેનાથી એક ઈરાની જહાજ ડૂબી ગયું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ દુશ્મન યુદ્ધ જહાજને ડૂબાડનાર આ પ્રથમ યુએસ સબમરીન ટોર્પિડો હતો.

અમેરિકાની કાર્યવાહીની સમીક્ષા કરતા, આ એક સ્પષ્ટ મેસેજ છે: હિંદ મહાસાગર હવે 'શાંતિનો ઝોન' નથી રહ્યો જે મોટી તાકાતોની લડાઇથી બચેલો હોય અને અત્યારે પશ્ચિમ એશિયાામં લડાઇ હિન્દ મહાસાગરમાં આવી ગઇ છે.

ઈરાનની નૌકાદળ ક્ષમતાઓને નબળી પાડવાનો અમેરિકાનો સંકલ્પ હવે ઈરાની પડોશથી ઘણો આગળ વધી ગયો છે, જે તણાવ વધવાના જોખમ, હરીફ નૌકાદળોને હોસ્ટ કરવામાં તટસ્થતાની મર્યાદાઓ અને ભારત દ્વારા વધતા જતા વિવાદિત દરિયાઈ વિસ્તારોમાં સાવધાનીપૂર્વક કામ કરવાની જરૂરિયાત વિશે ચેતવણી છે.

બહુપક્ષીય અભ્યાસ માટે ઈરાની યુદ્ધ જહાજોની યજમાની કરવી (જેમ ભારતે કર્યું છે) દિલ્હીની બહુ-ગઠબંધન વિદેશ નીતિ અને બિન-પશ્ચિમી ભાગીદારો સીધુ પહોંચનો ભાગ છે. જોકે, વિશાખાપટ્ટનમથી રવાના થયા પછી તરત જ IRIS દેનાનું ઝડપથી ડૂબવું ખતરાને દર્શાવે છે: ઈરાને અમેરિકાની ટીકા કરતા જહાજને "ભારતીય નૌકાદળનો મહેમાન" ગણાવ્યું હતું, જે દિલ્હીની કૂટનીતિ મુશ્કેલમાં મુકે છે.

ભારત (અને અન્ય દેશો) માટે સંકેત સ્પષ્ટ છે કે જેઓ ઈરાન જેવા અમેરિકા પ્રતિબંધિત દેશો સાથે ગાઢ નૌકાદળ સંપર્કો ધરાવે છે: જ્યારે કોઈ મોટી શક્તિ સાથે સંઘર્ષ વધે છે, ત્યારે આવી ક્રિયાઓ પરોક્ષ તપાસ અથવા મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.

IRIS દેનાના ડૂબવાને એક એવી ગતિવિધિ ગણવામાં આવી છે જે 'યુદ્ધ'ની કેટેગરીમાં આવે છે. યુદ્ધના માપદંડ અનુસાર, જ્યારે રાષ્ટ્ર યુદ્ધમાં હોય છે ત્યારે વિરોધીનું નૌકાદળ પ્લેટફોર્મ, પછી તે દરિયામાં હોય કે બંદર પર એક કાયદેસર લક્ષ્ય છે અને આ વોશિંગ્ટનની વ્યાખ્યા છે.

આ વાત સાચી છે અને ઇરાની જહાજોના ઇન્ટરનેશનલ પાણીમાં ઘુસ્યા બાદ તેમની સુરક્ષાની જવાબદારી ભારતની નહતી પરંતુ સમુદ્રમાં મુશ્કેલમાં મુકાયેલા જહાજોને મદદ કરવા અને સર્ચ અને રેસક્યૂ (SAR) મદદ પુરી પાડવાનો માનવતાવાદી પાસું છે અને સમગ્ર ઘટના પર ભારતનો દ્રષ્ટિકોણ શીખવા જેવો છે.

ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં આ પાસા પર વાત કરી છે અને સોમવારે સંસદમાં તેનો પુનરોચ્ચાર કર્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાને 28 ફેબ્રુઆરીએ આ પ્રદેશમાં ભારતીય બંદરો પર તેના ત્રણ નૌકાદળના જહાજોને ડોક કરવા માટે પરવાનગી માંગી હતી.

ભારતે રવિવાર, 1 માર્ચે આ પરવાનગી આપી હતી, અને IRIS Lavan 4 માર્ચે તેના ક્રૂ (આશરે 183 સભ્યો) સાથે કોચીમાં ડોક કર્યું હતું, જેમને જહાજામાંથી ઉતારીને ભારતીય નૌકાદળની સુવિધાઓમાં રાખવામાં આવ્યા હતા. જયશંકરે તેને 'યોગ્ય કામ' ગણાવ્યું અને કહ્યું કે ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ માનવીય કામ માટે આભાર પણ માન્યો હતો.

ભારતનો આ નિર્ણય જહાજો દ્વારા જણાવવામાં આવેલી ટેકનિકલ સમસ્યાઓના માનવતાવાદી જવાબ તરીકે લેવામાં આવ્યો હતો, રાજકીય કારણોસર નહીં, કારણ કે ભારત પશ્ચિમ એશિયામાં સંઘર્ષથી પ્રભાવિત ઉર્જા સુરક્ષા અને સંબંધિત ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું હતું.

આ સંદર્ભમાં હિંદ મહાસાગર સુરક્ષા ગતિશીલતા અને "નેટ સુરક્ષા પ્રદાતા" તરીકે ભારતની ભૂમિકાનો સમાવેશ થાય છે. અગાઉ, જયશંકરે આ વાત પર ભાર મૂક્યો હતો કે બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ વચ્ચે ઈરાની જહાજો સામે આવનારા પડકારો ઉભા થયા છે.

આ જહાજ એક ફ્લીટ રિવ્યૂ/અભ્યાસ માટે આવ્યા હતા પરંતુ પરંતુ ઘટનાઓ અલગ રીતે થઈ, જેના કારણે કેટલાક "ખોટી બાજુએ ફસાઈ ગયા"- આ IRIS દેનાનો ઉલ્લેખ હતો જેને અમેરિકન નેવી દ્વારા ડૂબાડી દેવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રીએ UNCLOS (સમુદ્રના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન) અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે ભારતના સમર્થન પર પણ ભાર મૂક્યો, અને પુનરોચ્ચાર કર્યો કે દિલ્હીએ માનવતાવાદી ધોરણે આ ઘટનાને જોઇ છે અને તેને યોગ્ય અને માનવીય કાર્ય ગણાવ્યું હતું.

આ અમેરિકા અને અન્ય દેશો માટે એક નાનો મેસેજ છે કે આવી મુશ્કેલ જરૂરિયાત માટે ભારતનો અભિગમ શું છે અને માનવતાવાદી જરૂરિયાતો માટે ભારતની પ્રતિબદ્ધતા શું છે.

એક ઈરાની નૌકાદળનું જહાજ હાલમાં ભારતમાં અને બીજું શ્રીલંકામાં (અનુક્રમે લાવાન અને બુશહર), અને અમેરિકાએ શ્રીલંકાના અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ 32 દેનાથી બચી ગયેલા લોકોને અથવા બુશહર ક્રૂને ઈરાન પરત ન મોકલે. તેની પાછળનું કારણ કારણ "કેદીઓને પ્રચાર માટે ઉપયોગ કરવાના ઇરાની પ્રયાસોને ઘટાડવાનો હતો."

આને રાજકીય દબાણ તરીકે જોઈ શકાય છે અને તે કાનૂની નિર્દેશ નથી. શ્રીલંકા અને ભારત બંને પહેલાથી જ હેગ કન્વેન્શન XIII સહિત આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા બંધાયેલા છે, જેથી લડાઇ દરમિયાન ક્રૂને પરત મોકલવાની જગ્યાએ તેમણે નજરકેદ કરશે.

ઇરાન વિરૂદ્ધ વર્તમાન અમેરિકા/ઇઝરાયેલ સંઘર્ષ ભારતના દરિયાઇ વિસ્તારાં મોટા વિસ્તાર સુધી વધવાના ગંભીર પરિણામ લાવશે જેની ઊર્જા સુરક્ષા અને દરિયાઇ વેપાર પર અસર પડશે.

આ બદલામાં મોંઘવારી અને પુરવઠા શ્રેણીમાં વિક્ષેપોનું કારણ બની શકે છે જેનાથી દક્ષિણ એશિયન ક્ષેત્ર અને તેની આગળ માનવ સુરક્ષા ખરાબ બની શકે છે.

આ પરિસ્થિતિમાં ભારતનું વલણ શું હોવું જોઇએ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ધુનમાં ચાલી રહ્યા છે અને તે બીજા દેશોના સૂચનો પર ભાગ્યે જ ધ્યાન આપશે. આ વાસ્તવિકતા હોવા છતાં ભારત માટે આ ઉપયોગી બની શકે છે કે તે અમેરિકા-ઇરાન યુદ્ધની વ્યાપક પહોંચ, નકારાત્મક પરિણામને જાહેર કરવા તથા સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવા (તેલ પહેલા જ $100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે) તથા યુદ્ધમાં સામેલ તમામ પક્ષોને દુશ્મનાવટનો અંત કરવાની જાહેરાત માટે પ્રોત્સાહિત કરે. જો બંદૂકો શાંત થઇ જાય અને મિસાઇલ/ડ્રોન હુમલા ના કરે તો થોડી વાતચીત થઇ શકે છે. અત્યારે યુદ્ધ સાથે જોડાયેલ અવાજ કોઇપણ પ્રકારની વાતચીત માટે અનુકૂળ નથી.

(લેખક ઇન્ડિયન નેવીના રિટાયર્ડ અધિકારી છે.)

(Disclaimer: આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકના છે. અહીં વ્યક્ત કરાયેલા તથ્યો અને મંતવ્યો ETV ભારતના વિચારોને દર્શાવતા નથી.)

આ પણ વાંચો: