ETV Bharat / lifestyle

એક્સપાયર્ડ ભોજન તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે જોખમી બની શકે? ડાયેટિશિયન પાસેથી જાણો

એક્સપાયર્ડ ભોજન ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે જેના લક્ષણોમાં ઉબકા, ઊલટી, ઝાડા અને તાવનો સમાવેશ થાય છે.

એક્સપાયર્ડ ભોજન તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખતરનાક બની શકે છે?
એક્સપાયર્ડ ભોજન તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખતરનાક બની શકે છે? (ETV Bharat And Canva)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 6, 2026 at 7:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

ભોજનની વસ્તુઓ પર 'એક્સપાયરી ડેટ' અથવા 'બેસ્ટ-બિફોર ડેટ'નો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો છે. તેમનો મુખ્ય હેતુ ગ્રાહકને ખોરાક કેટલા સમય સુધી સુરક્ષિત, પૌષ્ટિક અને સારી ગુણવત્તાનો રહેશે તે અંગે માહિતી આપવાનો છે. જોકે, જ્યારે ડબ્બાબંધ અથવા પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પરની આ તારીખો ભૂંસી નાખવામાં આવે છે, તો અસ્પષ્ટ થઇ જાય છે અથવા વાંચી શકાતી નથી ત્યારે ગ્રાહક માટે તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે કે ખોરાક ખાવા માટે યોગ્ય છે કે નથી. આવી પરિસ્થિતિઓમાં બગડેલો ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ અને વિવિધ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે...

જયપુરની સી.કે. બિરલા હોસ્પિટલના સીનિયર ડાયેટેશિયન ડૉ. દિવ્યા જૈને જણાવ્યું કે, જ્યારે ખાદ્ય પદાર્થોને તેમની 'શેલ્ફ લાઇફ' બાદ પણ રાખવામાં આવે છે, ત્યારે તેમનું પોષણ મૂલ્ય ઘટી શકે છે અને બેક્ટેરિયાનો વિકાસ, બગડી જવું તથા દૂષિત થવાનો ખતરો વધી જાય છે. એક્સપાયર થયેલો ખોરાક ખાવાથી પાચનતંત્રના ચેપના લક્ષણો જેવા કે ઉબકા, ઊલટી, ઝાડા, પેટ ફૂલવું અને પેટમાં અસ્વસ્થતા અનુભવાઇ શકે છે.

ડેરી ઉત્પાદનો, તૈયાર ભોજન (રેડી-ટુ-ઇટ મીલ્સ) અને પ્રોસેસ્ડ મીટ જેવી વસ્તુઓ જો તેમની એક્સપાયરી ડેટ પછી ખાવામાં આવે તો તેમાં ખાદ્યજન્ય રોગકારક જીવાણુઓનું જોખમ સૌથી વધુ હોય છે; તેથી, તેને સાવચેતીપૂર્વક સંભાળવાની જરૂર હોય છે.

પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે ઉત્પાદન અને એક્સપાયરી ડેટ જોવી અને ખરાબ પેકેજિંગ અથવા અસ્પષ્ટ લેબલવાળી વસ્તુઓ ટાળવી એ સારી બાબત છે. ખરીદી કર્યા પછી તમે તે ઉત્પાદનને કેવી રીતે સંભાળો છો તે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો ખોરાક એક્સપાયરી ડેટ પહેલાં પણ ખરાબ થઇ શકે છે.

પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે એક્સપાયરી ડેટ જોવા અને ખરાબ પેકેજિંગ અથવા અસ્પષ્ટ લેબલ ધરાવતી વસ્તુઓથી બચવું એક સારી ટેવ છે. ખરીદી કર્યા બાદ તમે પ્રોડક્ટ કેવી રીતે સંભાળો છો, આ પણ ઘણુ જરૂરી છે, કારણ કે જો યોગ્ય રીતે સંગ્ર કે ઉપયોગ ના કરવામાં આવે તો એક્સપાયરી ડેટ પહેલા પણ ખરાબ થઇ શકે છે.

સ્પષ્ટ અને સરળતાથી જોઇ શકાય તેવું લેબલિંગ યોગ્ય નિર્ણય લેવામાં ઘણી મદદ કરે છે. ગ્રાહકોને વધુ સારી માહિતી પૂરી પાડવી અને તેની સાથે ખાદ્ય ઉત્પાદકો તથા વિક્રેતાઓ દ્વારા જવાબદાર પદ્ધતિઓ અપનાવવી-આ બાબતો ચોક્કસપણે ખોરાકજન્ય બીમારીઓને રોકવામાં અને સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થઇ શકે છે.

આ વાતો પણ જાણવી જરૂરી

  • દૂધ તમારા ફ્રિજમાં 7 દિવસ સુધી સારૂં રહે છે. તેને ફ્રિજની પાછળના ભાગમાં રાખો, જ્યાં તાપમાન સૌથી ઓછું હોય છે.
  • ઇંડા 3થી 5 અઠવાડિયા સુધી તાજા રહે છે. દૂધની જેમ, ઇંડાને પણ ફ્રિજની પાછળના ભાગમાં રાખવા જોઇએ.
  • કાપેલું કે પીસેલું માંસ અને પોલ્ટ્રી રેફ્રીજરેટરમાં 1 કે 2 દિવસ સુધી સારા રહે છે. જો તમે તેનો ઉપયોગ બાદમાં કરવા માંગતા હોવ, તો તેને તરત જ ફ્રીઝરમાં મૂકી દો.
  • રાંધેલું માંસ અને પોલ્ટ્રી રેફ્રીજરેટરમાં રાખવાથી 3થી 4 દિવસ સુધી સારા રહે છે. ડેલી મીટ્સ (લંચ મીટ્સ) પેકેટ ખોલ્યા વગર 2 અઠવાડિયા સુધી અને ખોલ્યા પછી 3થી 5 દિવસ સુધી સારા રહે છે.
  • સૂકા ચોખા અથવા પાસ્તા તમારી પેન્ટ્રીમાં 1થી 2 વર્ષ સુધી સારા રહે છે. એકવાર રાંધ્યા પછી, તે ફ્રિજમાં 3થી 4 દિવસ સુધી સારા રહે છે.
  • ડબ્બામાં બંધ ફળો તમારી પેન્ટ્રીમાં 12થી 18 મહિના સુધી સારા રહે છે. ખોલ્યા પછી, ફ્રિજમાં રાખવાથી તે 5થી 7 દિવસ સુધી સારા રહે છે.

યોગ્ય રીતે સ્ટોર કરવાથી કેટલાક ખાદ્ય પદાર્થોની શેલ્ફ લાઇફ વધારી શકે છે. જ્યારે એક્સપાયરી ડેટ એક ગાઇડલાઇનનું કામ કરે છે પરંતુ ભોજનની ક્વોલિટીને શોધવા માટે ઇન્દ્રિયો- જેમ કે ગંધ અને દ્રષ્ટીનો ઉપયોગ કરવો પણ મહત્ત્વપૂર્ણ છે.

(ડિસ્કલેમર: અહીં આપવામાં આવેલી આરોગ્ય સંબંધી માહિતી અને સૂચનો માત્ર શૈક્ષણિક જાણકારી માટે છે. અમે આ માહિતી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ અને તબીબી અને આરોગ્ય નિષ્ણાતોની ભલામણોના આધારે આપી છે. આ સૂચનનું પાલન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.)

આ પણ વાંચો: