'તમે પાગલ છો, જો હું ન હોત તો તમે જેલમાં હોત', નેતન્યાહૂ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ટેલિફોન પર ઉગ્ર ચર્ચા થઇ હતી

By ANI
Published : June 2, 2026 at 1:56 PM IST
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ટેલિફોન પર ઉગ્ર ચર્ચા થઇ હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે નેતન્યાહૂ પર પ્રહાર કર્યા હતા અને ઇઝરાયેલના પ્રમુખને પોતાના દેશ પ્રત્યે વિશ્વભરમાં દુશ્મની ઉભી કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે, લેબનોન પર ઇઝરાયેલના હુમલાને લઇને બન્ને નેતાઓ વચ્ચે વાતચીત થઇ હતી. ટ્રમ્પે ગુસ્સે થતા નેતન્યાહૂને કહ્યું કે, તમે શું કરી રહ્યા છો? ટ્રમ્પે નેતન્યાહૂને 'પાગલ' પણ કહી દીધા હતા. મળતી માહિતી અનુસાર આ ચર્ચા તે સમયે થઇ જ્યારે ઇરાને લેબનોન પર ઇઝરાયેલના હુમલાને લઇને અમેરિકા સાથે શાંતિ સમજૂતિની વાતચીત છોડવાની ધમકી આપી હતી. એક અમેરિકન અધિકારી અનુસાર, ટ્રમ્પે આ વાત પર નિરાશા વ્યક્ત કરી કે હિઝબુલ્લાહના ઇઝરાયેલ પર હુમલાના જવાબમાં મિલિટ્રીએ જોરદાર જવાબ આપ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિએ હિઝબુલ્લાહ કમાન્ડરને ટાર્ગેટ કરવા માટે પુરી બિલ્ડિંગને નષ્ટ કરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી, સાથે જ બેરૂત વિરૂદ્ધ તેલ અવીવની ધમકીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. સૂત્રો અનુસાર, ટ્રમ્પ સાથે નેતન્યાહૂની વાતચીતનો અર્થ એ છે કે હવે દરેક કોઇ તમારી સાથે નફરત કરે છે. આ કારણે દરેક કોઇ ઇઝરાયેલની નફરત કરે છે. આ ચર્ચા બાદ નેતન્યાહૂની ઓફિસે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ઇઝરાયેલનું વલણ આ જ રહેશે.
જો હું ના હોત તો તમે જેલમાં હોત- ટ્રમ્પ
એક અમેરિકન અધિકારી અનુસાર, ટ્રમ્પે નેતન્યાહૂને કહ્યું, 'તમે સંપૂર્ણ રીતે પાગલ બની ગયા છો. જો હું ના હોત, તો તમે આજે જેલમાં હોત. હું તમારો જીવ બચાવી રહ્યો છું. આ સમયે દરેક તમારી સાથે નફરત કરે છે, તમારી આ હરકતોને કારણે આજે દરેક કોઇ ઇઝરાયેલની નફરત કરી રહ્યું છે.'
નેતન્યાહૂએ X પર એક પોસ્ટ લખી હતી. નેતન્યાહૂએ કહ્યું, 'આજે રાત્રે મે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. મે તેમને સ્પષ્ટ કહી દીધુ કે જો હિઝબુલ્લાહે અમારા શહેર અને નાગરિકો પર હુમલા બંધ ના કર્યા તો ઇઝરાયેલ બેરૂતમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરશે. અમારૂ આ વલણ બદલાયું નથી. આ સાથે જ ઇઝરાયેલી સેના દક્ષિણ લેબનોનમાં પોતાની કાર્યવાહી ચાલુ રાખશે.'
આ પણ વાંચો:

