ETV Bharat / international

અમેરિકાએ ઇરાન પર ફરી હવાઇ હુમલા શરૂ કર્યા, તેલ વેચાણની પરવાનગી રદ કરી

અમેરિકા દ્વારા ઇરાની ઓઇલ પર પ્રતિબંધમાં ટેમ્પરરી છૂટ રદ કરી દેવામાં આવી છે.

ઇરાનના બંદર અબ્બાસ પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજ જોવા મળ્યા હતા.
ઇરાનના બંદર અબ્બાસ પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજ જોવા મળ્યા હતા. (AP)
author img

By ANI

Published : July 8, 2026 at 8:22 AM IST

2 Min Read
Choose ETV Bharat

વોશિંગ્ટન: અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ મંગળવારે (સ્થાનિક સમય) જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પરના હુમલાઓના જવાબમાં અમેરિકાએ ઇરાન સામે અનેક હુમલાઓ કર્યા છે.

X પર શેર કરેલી પોસ્ટમાં, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહીનો હેતુ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં કોમર્શિયલ શિપિંગ પરના હુમલાઓ માટે ઇરાન પાસેથી ભારે કિંમત વસૂલવાનો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, "અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ફોર્સે ઇરાન સામે કેટલાક મોટા હુમલાઓ કર્યા છે જેથી તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં નિર્દોષ નાગરિકોને લઇને જતા કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવા અને તેના પર હુમલો કરવા બદલ ભારે કિંમત ચૂકવે." અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ત્રણ કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા બાદ આ હુમલાઓ કરવામાં આવ્યા હતા.

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ત્રણ કોમર્શિયલ જહાજો પર હુમલો કર્યો હોવાથી અમેરિકા બદલો લેવા માટે હુમલા કરી રહ્યું છે." અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઇરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન અને દરિયાઇ સુરક્ષાને ખતરામાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે, "ઇરાન દ્વારા કરવામાં આવેલો હુમલો ઉશ્કેરણી વિનાનો, ખતરનાક અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન હતું."

ઇરાનની ફાર્સ ન્યૂઝના હવાલાથી અલ જઝીરાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ઇરાનમાં સિરિક અને કેશ્મ નજીક અનેક વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. અલ જઝીરા અનુસાર, ઇરાનના સરકારી મીડિયાએ બંદર અબ્બાસના પૂર્વ અને પશ્ચિમમાં પણ વિસ્ફોટના સમાચાર આપ્યા હતા. અલ જઝીરાએ જણાવ્યું કે ઇરાની મીડિયાએ કોમર્શિયલ અને માછલી પકડનારા ઘાટો પર પ્રોજેક્ટાઇલ લાગ્યા બાદ સિરિક પોર્ટ પર કેટલાક વિસ્ફોટના સમાચાર આપ્યા હતા.

આ દરમિયાન, અલ જઝીરાએ જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રાલયે ઈરાની તેલ વેચાણને ટાર્ગેટ બનાવતા કામચલાઉ પ્રતિબંધ પર છૂટછાટ રદ કરીને અમેરિકા પર સમજૂતી કરાર (MoU)ની કલમ 10નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

એક નિવેદનમાં, મંત્રાલયે અમેરિકન નાણા મંત્રાલયના નિર્ણયની નિંદા કરી છે અને 18 જૂનના રોજ હસ્તાક્ષર કરાયેલા મેમોરેન્ડમનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. અહેવાલ મુજબ, મંત્રાલયે જણાવ્યું હતું કે કરાર પર હસ્તાક્ષર થયાના 20 દિવસથી ઓછા સમયમાં લેવાયેલું આ પગલું ખરાબ નિયત બતાવે છે અને તે પણ દર્શાવે છે કે અમેરિકન વહીવટીતંત્ર પર વિશ્વાસ કરી શકાતો નથી.

રિપોર્ટ અનુસાર, મંત્રાલયે વોશિંગ્ટન પર લેબનોન વિરૂદ્ધ ઇઝરાયેલની કાર્યવાહી દ્વારા સીધા અને પરોક્ષ વારંવાર Mouની શરતોનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. અલ જઝીરા અનુસાર, અમેરિકન લશ્કરી હુમલા વોશિંગ્ટન દ્વારા ઇરાની તેલ પર ટેમ્પરરી બેનમાં છૂટને રદ કર્યા બાદ તરત જ થયા હતા જેનાથી તેહરાન પર દબાણ વધી ગયું કારણ કે બન્ને પક્ષ યુદ્ધના અંતિમ સમાધાન માટે વાતચીત કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ પહેલા મંગળવારે અમેરિકન નાણા મંત્રાલયે જૂનમાં એક લાઈસન્સ રદ કર્યું હતું જેનાથી ઇરાનને 21 ઓગસ્ટ સુધી ક્રૂડ ઓઇલ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટનું પ્રોડક્શન, વેચાણ અને ડિલીવરી કરવાની પરવાનગી મળી હતી.

આ પણ વાંચો: