ETV Bharat / international

લોરેન્સ બિશ્નોઇ-ગોલ્ડી બ્રારને અમેરિકા-કેનેડાએ નિજ્જર હત્યાકાંડના આરોપી બનાવ્યા

અમેરિકાના આરોપ મુજબ, લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારે કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આદેશ આપ્યો હતો.

ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ
ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ (ANI)
author img

By PTI

Published : July 8, 2026 at 9:37 AM IST

2 Min Read
Choose ETV Bharat

વોશિંગ્ટન: અમેરિકાએ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના સાથી સતિન્દરજીત સિંહ ઉર્ઉે ગોલ્ડી બ્રાર પર નવેમ્બર 2023માં કેનેડામાં ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો આરોપ લગાવ્યો છે.

લોસ એન્જલસમાં ખુલેલા ફેડરલ આરોપ મુજબ, બિશ્નોઈએ ત્રણ વર્ષ પહેલાં 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક શીખ મંદિરની બહાર નિજ્જરની હત્યાનો આદેશ આપ્યો હતો. "ઓપરેશન હાર્ડબોલ" નામના ઓપરેશનમાં, અમેરિકા, કેનેડા અને યુરોપની કાયદા અમલીકરણ એજન્સીઓએ 24 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ ધરપકડોમાંથી 11 કેલિફોર્નિયામાં કરવામાં આવી હતી, જેમાં ભારતના ત્રણ આંતરરાષ્ટ્રીય સંગઠિત ક્રાઇમ ગ્રુપ સાથે જોડાયેલા સભ્યોનો સમાવેશ થતો હતો; તેમના પર નિજ્જરની હત્યા સહિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત કામોનો આરોપ હતો.

લોસ એન્જલસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, અમેરિકન ફર્સ્ટ આસિસ્ટન્ટ એટર્ની બિલ એસિલે જણાવ્યું હતું કે, "એક સાથે કામ કરતા અમેરિકા, કેનેડા, યુરોપ અને એશિયામાં લો એન્ફોર્સમેન્ટ ઇન ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશનને ટાર્ગેટ કરવા અને ખતમ કરવાનો પાક્કો ઇરાદો કરી ચુકી છે, પછી તે ક્યાય પણ કામ કરતા હોય. આ ગુંડાઓ માટે કોઇ સેફ જગ્યા નથી."

નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો બગડ્યા હતા, કારણ કે તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ નવી દિલ્હી સરકારને આ હત્યા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે આ દાવાને પાયાવિહોણા અને જાણી જોઇને આપવામાં આવેલું નિવેદન ગણાવી ફગાવી દીધો હતો.

હાલની કાર્યવાહી ભારતીય ક્રાઇમ સિન્ડિકેટની વર્ષોથી ચાલતી ફેડરલ તપાસનું પરિણામ છે, જે રેકેટિયરિંગ, ટાર્ગેટેડ કિલિંગ, શૂટિંગ, બળજબરી વસુલી, ઇન્ટરનેશનલ બોર્ડર પાર ભારે માત્રામાં નશીલા પદાર્થોની તસ્કરી અને વિશ્વભરમાં આવા બીજા ગુનાઓમાં સામેલ છે જેની અસર ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ પર અનુભવાય છે.

કૂલ મળીને 37 આરોપીઓ પર જેમાં બે એવા આરોપી પણ સામેલ છે જે ભારતમાં જેલમાં રહીને પોતાની ગ્લોબલ ક્રિમિનલ સિન્ડિકેટ ચલાવતા હતા તેમના પર ત્રણ ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યા છે. અમેરિકામાં ધરપકડ કરાયેલા લોકો કેલિફોર્નિયામાં 11 સિવાય, એકને ઇન્ડિયાનામાં અને એકને જોર્જિયામાં પકડવામાં આવ્યો છે- આજે ફેડરલ કોર્ટમાં તેમને હાજર કરવામાં આવી શકે છે.

કેનેડામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એકની સ્પેનમાં ધરપકડ કરવામાં આવી છે. સાત આરોપી પહેલાથી જ કસ્ટડીમાં હતા. એજન્સીઓ 10 ભાગેડુઓની તપાસ કરી રહી છે. સાત અમેરિકામાં, બે ભારતમાં અને એક યુરોપમાં છે. બિશ્નોઇ પહેલાથી જ ભારતની જેલમાં બંધ છે જ્યારે તેનો સાથી ગોલ્ડી બ્રાર હજુ પણ ફરાર છે.

FBIના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન ચાર્જ પેટ્રિક ગ્રેડીએ જણાવ્યું, 'આજે (મંગળવાર) કો ઓર્ડિનેટેડ ઓપરેશન ત્રણ ક્રૂર ટ્રાન્સનેશનલ સંગઠનના કેન્દ્ર પર હુમલો કરે છે જેમણે અમેરિકા અને વિદેશમાં હિંસાના ક્રૂર કામ દ્વારા પરિવારને આતંકીત કર્યા છે. સમુદાયોનું શોષણ કર્યું છે અને અનેક લોકોનું જીવન છીનવી લીધુ છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ કમિશનર માઇક ડુહેમે જણાવ્યું હતું કે એજન્સીઓએ અમેરિકા અને કેનેડામાં લોકો પાસેથી ખંડણી અને કંટ્રોલ કરવા માટે હત્યા, ક્રૂરતા અને ભયનો ઉપયોગ કરતા હતા. ડુહેમે જણાવ્યું, "અમે આમાં કરવામાં આવેલી સખત મહેનત પર ચિંતન કરવા માટે વધુ સમય રોકાઈશું નહીં. અમે કેનેડા, અમેરિકા અને સમગ્ર વિશ્વમાં જાહેર સલામતી જાળવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખીશું."

આ પણ વાંચો: