ETV Bharat / international

UNGAએ રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધવિરામના પ્રસ્તાવને અપનાવ્યો, ભારતે વોટિંગથી અંતર જાળવ્યું

યુક્રેન પર રશિયાના હુમલાની ચોથી વર્ષગાંઠ પર યુએન મહાસભાએ યુદ્ધવિરામ માટે ડ્રાફ્ટ પ્રસ્તાવને અપનાવ્યો. પ્રસ્તાવના પક્ષમાં 107 મત પડ્યા.

UNGAએ રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધવિરામના પ્રસ્તાવને અપનાવ્યો
UNGAએ રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધવિરામના પ્રસ્તાવને અપનાવ્યો (FILE, AP)
author img

By ANI

Published : February 25, 2026 at 8:04 AM IST

2 Min Read
Choose ETV Bharat

કીવ: ભારત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના ડ્રાફ્ટ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યું હતું જેમાં રશિયા અને યૂક્રેન વચ્ચે તાત્કાલિક, સંપૂર્ણ અને બિનશરતી યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી. 'યૂક્રેનમાં કાયમી શાંતિ માટે સમર્થન' નામનો આ પ્રસ્તાવ રશિયાના યૂક્રેન પર હુમલાની ચોથી વર્ષગાંઠ પર પાસ થયો હતો. 193 સભ્યોની સભામાં ઠરાવના પક્ષમાં 107 મત અને વિરોધમાં 12 મત પડ્યા હતા જ્યારે 51 દેશોએ વોટિંગથી ખુદને અલગ રાખ્યા હતા.

ભારત તે 51 દેશોમાં સામેલ હતું જે યૂક્રેન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવથી દૂર રહ્યા હતા. અન્ય દેશોમાં બહેરીન, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ચીન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને સંયુક્ત રાજ્ય અમેરિકા (USA) સામેલ હતા.

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ તે 107 દેશોનો આભાર માન્યો જેમણે યુએન મહાસભામાં યૂક્રેનના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું જેમાં પૂર્ણ યુદ્ધવિરામ અને યૂક્રેની નાગરિકોના પરત ફરવાની માંગ કરવામાં આવી હતી, તેમણે આ વાત પર ભાર મુક્યો કે આ પ્રસ્તાવ, જેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ લાવવાનો છે, એક મહત્ત્વપૂર્ણ પગલું છે. મહાસભાએ કાયમી શાંતિના સમર્થનમાં અમારો પ્રસ્તાવ અપનાવ્યો, જેમાં સ્પષ્ટપણે સંપૂર્ણ યુદ્ધવિરામ અને યુક્રેનિયનોના પાછા ફરવાની માંગણી કરવામાં આવી હતી."

ઝેલેંસ્કીએ કહ્યું, "આ યોગ્ય અને જરૂરી પગલું છે. અમે શાંતિ પ્રાપ્ત કરવા માટે અમારા ભાગીદારો સાથે સક્રિય રીતે કામ કરવાનું ચાલુ રાખીશું."

આ દરમિયાન યૂક્રેન પર રશિયાના હુમલાના ચાર વર્ષ પૂર્ણ થવા પર મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ યુદ્ધને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને વિશઅવની શાંતિ માટે ખતરો ગણાવ્યો હતો. ગુટેરેસે X પર પોસ્ટમાં કહ્યું, "રશિયાએ 24 ફેબ્રુઆરીએ યૂક્રેન પર મોટાપાયે હુમલો શરૂ કર્યાને ચાર વર્ષ પૂર્ણ થયા છે, જે યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ ખતરનાક યુદ્ધ આપણા વિચાર પર એક ડાઘ છે અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને જોખમમાં મુકે છે. યુદ્ધ જેટલું લાંબુ ચાલશે, એટલું જ વધુ ખતરનાક બનશે. આ યુદ્ધની સૌથી વધુ અસર સામાન્ય જનજીવન પર પડે છે, 2025માં યૂક્રેનમાં સૌથી વધુ નાગરિકોના મોત થયા છે."

તેમણે સાચી અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવા તરફના પ્રથમ પગલા તરીકે તાત્કાલિક, સંપૂર્ણ અને બિનશરતી યુદ્ધવિરામની હાકલ કરી હતી. ગુટેરેસે પોસ્ટમાં લખ્યુ, "આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. હું એક વાસ્તવિક, લાંબા સમય સુધી ચાલતી અને સંપૂર્ણ શાંતિની તરફ પ્રથમ પગલા તરીકે તાત્કાલિક, સંપૂર્ણ અને બિનશરતી યુદ્ધવિરામની અપીલ પુનરાવર્તિત કરૂં છું. શાંતિ આંતરરાષ્ટ્રીય કાયદાના હિસાબથી મળવી જોઇએ, જેમાં યૂક્રેનની આઝાદી, સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન થાય."

આ પણ વાંચો: