પુતિનના નિવાસસ્થાન પર યુક્રેનનો ડ્રોન હુમલો, રશિયાનો મોટો આરોપ; ઝેલેન્સકીએ દાવાને ફગાવ્યો
રશિયાના વિદેશ પ્રધાન સરગેઇ લવરોવે જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં કોઈ નુકસાન થયું નથી કારણ કે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.

Published : December 30, 2025 at 7:04 AM IST
મોસ્કો: રશિયાએ મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે લાંબા અંતરના યુક્રેનિયન ડ્રોન દ્વારા મોસ્કોના ઉત્તરમાં આવેલા નોવગોરોડ પ્રદેશમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાને કિવ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
રશિયાના વિદેશ પ્રધાન સરગેઇ લવરોવે જણાવ્યું હતું કે રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ થયેલા ડ્રોન હુમલામાં કોઇ નુકસાન થયું નથી, કારણ કે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે રશિયા યોગ્ય સમયે જવાબ આપવાનો અધિકાર રાખે છે. લાવરોવે યૂક્રેનિયન હુમલાઓને કિવ અને તેના સહયોગીઓ દ્વારા શાંતિ વાર્તાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
Russian Foreign Minister Sergei Lavrov said that Ukraine had tried to attack President Vladimir Putin's residence in northern Russia.
— ANI (@ANI) December 29, 2025
Russia said Ukraine attacked the presidential residence in the Novgorod region overnight with 91 long-range drones, which were all destroyed by… pic.twitter.com/YTRUvDNf1K
રશિયાના વિદેશ પ્રધાને કહ્યું કે, મોસ્કો યુક્રેન સાથે શાંતિ વાર્તા પર પોતાનું વલણ બદલશે પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે શાંતિ વાતચીત ચાલુ રહેશે.
President Trump has concluded a positive call with President Putin concerning Ukraine: White House Press Secretary Karoline Leavitt pic.twitter.com/7qwAunyUyr
— ANI (@ANI) December 29, 2025
રશિયા ફરી તે જ કરી રહ્યું છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમ સાથે અમારા સહિયારા રાજદ્વારી પ્રયાસોની તમામ સિદ્ધિને નબળી પાડવા માટે ખતરનાક નિવેદનોનો ઉપયોગ કરી રહ્યું છે. અમે શાંતિને નજીક લાવવા માટે સાથે મળીને કામ કરતા રહીશું.- વોલોડીમીર ઝેલેન્સકી
ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવને ટાંકીને રશિયન ટીવી ચેનલોએ જણાવ્યું કે, "પુતિને સોમવારે બન્ને નેતાઓ વચ્ચે થયેલા ફોન કોલમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર થયેલા હુમલા વિશે ટ્રમ્પને જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચોકી ગયા હતા." બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રશિયન નેતા વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કરવાના પ્રયાસને જૂઠાણું ગણાવ્યું હતું જેથી કિવ પર નવા હુમલાઓને યોગ્ય ઠેરવી શકાય.
ઝેલેન્સકીએ પત્રકારોને જણાવ્યું, "રશિયન ફેડરેશન તરફથી બીજું એક જૂઠાણું, તેઓ ફક્ત હુમલા કરવા માટે જમીન તૈયાર કરી રહ્યા છે, કદાચ પાટનગર અને સરકારી ઇમારતો પર."
ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, 'દરેક વ્યક્તિએ હવે સાવચેત રહેવાની જરૂર છે,રાજધાની પર હુમલો થઇ શકે છે, ખાસ કરીને આ વ્યક્તિ (પુતિન)એ કહ્યું છે કે તે તેના હિસાબથી ટાર્ગેટ પસંદ કરશે.'
આ પણ વાંચો:

