ટ્રમ્પે ભારતને ફરી આપી ચેતવણી, કહ્યું- PM મોદી સારા માણસ, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદ્યુ તો ટેરિફ વધારીશું
ટ્રમ્પે PM મોદીની પ્રશંસા કરતા જાહેર ભાષણ દરમિયાન આ ટિપ્પણી કરી.

Published : January 5, 2026 at 2:27 PM IST
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની ચેતવણી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને પછી ટેરિફ વધારવાની વાત કરી હતી.
ટ્રમ્પે આ વાત રશિયાથી તેલ આયાત પર ભારતનો સહયોગ ના મળતા જાહેર સંબોધન દરમિયાન કહી હતી.ભારતના રશિયા પાસેથી તેલ આયાત અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "તેઓ મને ખુશ કરવા માંગતા હતા.PM મોદી ઘણા સારા માણસ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નથી. મને ખુશ કરવો જરૂરી હતો, તે બિઝનેસ કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ."
#WATCH | On India’s Russian oil imports, US President Donald J Trump says, " ... they wanted to make me happy, basically... pm modi's a very good man. he's a good guy. he knew i was not happy. it was important to make me happy. they do trade, and we can raise tariffs on them very… pic.twitter.com/OxOoj69sx3
— ANI (@ANI) January 5, 2026
આ પહેલા ટ્રમ્પ વારંવાર ભારતને રશિયા પાસેથી તેલ આયાત ના કરવાની વાત કહી ચુક્યા છે. તેઓ ઇચ્છે છે કે ભારત માત્ર અમેરિકા પાસેથી જ તેલ આયાત કરે. ટ્રમ્પે ગત વર્ષે 2025માં ભારતના ટેરિફને બમણા કરીને 50 ટકા કરવાની પાછળનું કારણ રશિયા પાસેથી તેલની આયાતને ગણાવ્યું હતું. નવા વર્ષે ટ્રમ્પના આ નિવેદનથી બન્ને દેશો વચ્ચે ફરી એકવાર સંબંધોમાં ટકરાવ જોવા મળ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે તે હવે રશિયા પાસેથી તેલ આયાત નહીં કરે.
જોકે, તે વખતે ભારતે પ્રતિક્રિયા આપતા ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો કે અમેરિકન રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે કોઇ વાતચીત થઇ નથી.
આ પણ વાંચો:

